Get The App

અમારી શર્તો ન સ્વીકારાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ જ રહેશે : ઇરાનનો હુંકાર

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
અમારી શર્તો ન સ્વીકારાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ જ રહેશે : ઇરાનનો હુંકાર 1 - image

- ઇરાને બે મુખ્ય શર્તો મૂકી છે (૧) ઇરાન ઉપર મૂકાયેલા તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાય (૨) યુદ્ધ દરમિયાન થયેલું નુકસાન અમેરિકા ભરપાઈ કરે

નવી દિલ્હી : ઇરાન સાથેનું યુદ્ધ બંધ કરવા અમેરિકા તૈયાર થયું છે. અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું છે કે ઇરાન પણ આ યુદ્ધ ચાલુ રહે તેમ ઇચ્છતું નથી. તે સમાધાન થાય તેમ ઇચ્છે છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે સીઝ ફાયર કરવા માટે ઇરાનના વરિષ્ટ અધિકારીઓ અમેરિકામાં મંત્રણા કરવા આવી પહોંચ્યા છે.

બીજી તરફ ઇરાને ટ્રમ્પના આ દાવાને તદ્દન બનાવટી જણાવ્યો હતો અને કહ્યું હતું કે વૈશ્વિક નાણાંકીય પરિસ્થિતિમાં પોતાની ઇચ્છા મુજબની ગોઠવણી કરવા આવી બનાવટી વાતો વહેતી મુકે છે.

આ સાથે મુખ્ય પ્રશ્ન તો તે ઉપસ્થિત થાય છે કે પોતાના ટોચના નેતાઓ જન્નત નસીન થયા હોવા છતાં ઇરાન મંત્રણા માટે તૈયાર છે કે નહીં ?

ઇરાન યુદ્ધ વિરામ માટે તૈયાર છે તેવા ટ્રમ્પના દાવાને ફગાવી દેતાં ઇરાને કહ્યું હતું કે તેની બે મુખ્ય શર્તો (૧) ઇરાન ઉપર મુકાયેલા તમામ પ્રતિબંધો ઉઠાવી લેવાય (૨) યુદ્ધ દરમિયાન ઇરાનને થયેલું નુકશાન ભરપાઈ કરવામાં આવે તો જ ઇરાન મંત્રણા માટે તૈયાર થશે.

આ સાથે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તે શર્તો સ્વીકારસે ખરા ? તેમાં પણ ઇરાને અન્ય શર્તો પણ મુકી છે કે અમેરિકાનાં દળો તે વિસ્તારમાંથી ઉઠાવી લેવામાં આવે તેમજ ભવિષ્યમાં ઇરાન ઉપર હુમલા નહીં કરાય તેની ખાતરી આપવામાં આવે.

નિરીક્ષકો કહે છે કે અમેરિકા કદાચ વોર ડર્મેજીઝ મોટે ભાગે સરભર કરવા તૈયાર થાય. પરંતુ તે વિસ્તાર મધ્ય પૂર્વમાંથી દળો હટાવી લેવા માટે તો તૈયાર ન જ થાય.

ટૂંકમાં પરિસ્થિતિ અત્યારે તો ઘણી જ ગૂંચવાઈ ગયેલી છે. તેમાંથી માર્ગ મળવો મુશ્કેલ છે તેમ નિરીક્ષકો માને છે.