World

બાંગ્લાદેશમાંથી 1 લાખ મજૂરો જાપાન જશે ? આ અહેવાલથી ધમાલ થતાં સરકારે સ્પષ્ટતા કરી

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
ટોક્યો: જાપાનના વડાપ્રધાન અને બાંગ્લાદેશના વડાપ્રધાન વચ્ચે 27 ઓક્ટોબરે થયેલી મંત્રણા બાદ, સોશિયલ મીડિયા પર આગામી પાંચ વર્ષમાં 5 લાખ બાંગ્લાદેશી જાપાન પહોંચશે તેવા દાવા વાયરલ થયા હતા. જોકે, જાપાનના વિદેશ મંત્રાલયે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને રોજગારની તકો વધારવા મંત્રણા થઈ હતી, પરંતુ 1 લાખ શ્રમિકોને સ્વીકારવા અંગે કોઈ સમજૂતી થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાંથી 1 લાખ મજૂરો જાપાન જશે ? આ અહેવાલથી ધમાલ થતાં સરકારે સ્પષ્ટતા કરી
  • આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ બાંગ્લાદેશી જાપાન પહોંચશે ?
  • 27મી ઓક્ટોબરે જાપાનનાં વડાપ્રધાન સામે તાકાઈચી તથા બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની ૨૭મી ઓક્ટો.ની મંત્રણામાં આ નિર્ણય લેવાયાનો દાવો

ટોક્યો : શું જાપાન બાંગ્લાદેશમાંથી ૧ લાખ મજૂરોને જાપાન બોલાવશે ? સોશ્યલ મીડીયા પર વાયરલ થયેલા આ દાવા વચ્ચે જાપાનનાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, તે અહેવાલો પાયા વિહોણા છે.
આ સાથે જાપાનનાં વિદેશ મંત્રાલયે તેમ પણ જણાવ્યું હતું કે, ૨૭મી ઓક્ટોબરે વડાપ્રધાન સામે તાકાઇચી અને બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન સાથે યોજાયેલી મંત્રણામાં આવી કોઈ સમજૂતી થઈ નથી.
જાપાનનાં વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા એવા સમયે આપી છે કે, જ્યારે બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને રોજગારની તકો વધારવા મંત્રણા થઈ રહી છે.
વાસ્તવમાં કેટલાક સોશ્યલ મીડીયા ઉપર દાવો કરાતો હતો કે, જાપાન સરકારે બાંગ્લાદેશમાંથી દર વર્ષે એક લાખ મજૂરોને પોતાના દેશમાં આવવા માટે સહમતિ દર્શાવી હતી. કેટલાક પોસ્ટમાં તો તેમ લખવામાં આવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ બાંગ્લાદેશી જાપાન પહોંચશે. આ દાવાને જાપાન અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં જ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠક સાથે જોડવામાં આવ્યો હતો. તે પછી તે બાબત સોશ્યલ મીડીયા ઉપર ચર્ચાનો વિષય બની રહી. જોકે જાપાનના વિદેશ મંત્રાલયે તે દાવાને ખોટો જણાવ્યો હતો. મંત્રાલયના પ્રેસ સચિવ અને પ્રેસ તથા સાર્વજનિક રાજકારણના ડીરેક્ટર જનરલ તોશીહીરો કીતામુરાએ ૨૯મી ઓક્ટોબરે સોશ્યલ મીડીયા ઉપર સ્પષ્ટ કર્યું કે જાપાન સરકારે બાંગ્લાદેશમાંથી દર વર્ષે ૧ લાખ શ્રમિકોને સ્વીકારવા અંગે કોઈ સહમતી આપી નથી તેમ જ બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી મંત્રણામાં પણ તેવી કોઈ ચર્ચા થઈ નથી. બંને દેશો વચ્ચે આર્થિક સહકાર વધારવા, વ્યાપાર અને નિવેશને પ્રોત્સાહિત કરવા તથા ક્ષેત્રીય સુરક્ષા અંગે જ તારિક રહેમાન અને સાને તાકાઇચી વચ્ચે મંત્રણા થઈ હતી.