World

સુદાનના દ'ફેકટો રૂલરને ટ્રમ્પે શા માટે વીસા આપવાની ના કહી ?

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
સુદાનમાં ચાલી રહેલા યુદ્ધમાં 2 લાખથી વધુ લોકોના મોત થયા છે. આ સંજોગોમાં સુદાનના સરમુખત્યાર જનરલ અબ્દેલ ફત્તાહ અલ-બુર્હાનને અમેરિકાએ યુ.એન. મહાસભામાં હાજરી આપવા માટે વિઝા આપવાનો ઇનકાર કર્યો છે. અમેરિકાએ 3 મહિનાનો યુદ્ધવિરામ સ્વીકારવાની શરત મૂકી હતી, જે બુર્હાને નકારી દીધી. હવે સુદાનના વિદેશમંત્રી યુ.એન. પરિષદમાં ભાગ લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુદાનના દ'ફેકટો રૂલરને ટ્રમ્પે શા માટે વીસા આપવાની ના કહી ?
  • સુદાનમાં સતત યુદ્ધો ચાલી રહ્યા છે : 2 લાખથી વધુનાં મોત થયા છે
  • જન. અબ્દેલ ફત્તાર-અલ-બુર્હાન સં.રા. મહાસભાને સંબોધવા ન્યૂયોર્ક જવાના હતા પરંતુ અમેરિકાએ વીસા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો

વોશિંગ્ટન : સુદાનના સરમુખત્યાર અબ્દેલ ફત્તાહ અલ-બુર્હાનને અમેરિકાએ વીસા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે, તેઓ સંયુક્ત-રાષ્ટ્રોની મહાસભાને સંબોધવા ન્યૂયોર્ક પહોંચવાના હતા પરંતુ અમેરિકાએ વીસા આપવાનો ઈનકાર કરતાં તેઓ હવે જઈ શકે તેમ નથી. મંગળવારે (ન્યૂયોર્ક સમય પ્રમાણે) યુ.એને પણ આ હકીકતને પુષ્ટિ આપી હતી.
તે સર્વવિદિત છે કે સુદાનમાં સતત યુદ્ધો ચાલી રહ્યાં છે. જનરલ અબ્દેલ બુર્હાનનાં દળો પેરા-મિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સ સાથે એપ્રિલ મહિનાથી લડી રહ્યાં છે. અમેરિકાએ તે બંનેને મંત્રણાનાં મેજ ઉપર આવવા સતત અનુરોધ કરે રાખ્યો છે પરંતુ બેમાંથી એક પણ વિશેષતઃ જનરલ બુર્હાન મંત્રણા માટે તૈયાર નથી.
બુર્હાનને વીસા આપવા માટે અમેરિકાએ શર્ત મુકી હતી કે તેમણે ઓછામાં ઓછા ૩ મહિના પૂરતો યુદ્ધવિરામ સ્વીકારવો. તે સૂચનનો અસ્વીકાર કરતાં બુર્હાનની સરમુખત્યાર સરકારે કહ્યું હતું કે, 'જો તે સ્વીકારીએ તો રેપિડ સપોર્ટ ફોર્સને રી-ગુ્રપ થવા અને રી-આર્મ થવા પૂરી તક મળી જાય માટે તે ૩ મહિનાનો યુદ્ધ વિરામ સ્વીકાર્ય નથી.' તે બંનેને સમજાવવા અમેરિકાએ સઉદી અરબસ્તાન, ઈજીપ્ત અને યુ.એ.ઈ.નો પણ સાથ લીધો હતો પરંતુ તે પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
વાસ્તવમાં ૨૦૨૧માં સુદાનમાં લશ્કરી બળવો થયો ત્યારે અત્યારના આર.એસ.એફ.ના કમાન્ડર હમદાન દગાલો જનરલ બુર્હાનની સાથે જ હતા. તેઓ સેનામાં તે પછીના ક્રમે પણ હતા. પરંતુ એપ્રિલ ૨૦૨૩માં બંને છૂટા પડી ગયા. દગાલોએ રેપિડ સપોર્ટ ફોર્સ સ્થાપ્યું અને ત્યારથી બંનેના દળો વચ્ચે ખૂનખાર યુદ્ધ ચાલી જ રહ્યું છે. તેમાં નાગરિકો સહિત કુલ બે લાખથી વધુના મૃત્યુ થયા છે. આથી વોશિંગ્ટને બુર્હાનને વીસા આપવાનો ઈનકાર કરતાં અત્યારે પહેલેથી જ ન્યૂયોર્ક પહોંચી ગયેલા સુદાનના વિદેશ મંત્રી મોહીલદીન સાલેમ યુ.એન.ની પરિષદમાં સુદાન વતી હાજરી આપશે.
વોશિંગ્ટને આ ઉપરાંત પેલેસ્ટાઇની પ્રમુખ મહમ્મદ અબ્બાસ તથા ઈરાની પ્રતિનિધિમંડળના કેટલાક સભ્યોને વીસા આપ્યા નથી. જોકે આ ઘટનાઓ અંગે અં.રા.ના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે ખેદ વ્યક્ત કર્યો હતો.