World

'આતંકીઓને મદદ કોણ કરે છે ? જનરલો પર કાર્યવાહી ક્યારે થશે ? ANP ચીફે પ્રશ્નો પૂછ્યા

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનની અવામી નેશનલ પાર્ટીના પ્રમુખ ઐમલ વલી ખાને પાકિસ્તાની સેના અને રાજકીય નેતાઓ પર આતંકવાદીઓને સમર્થન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે પ્રશ્ન કર્યો કે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સેનાના જનરલોને જવાબદાર કેમ ઠેરવવામાં આવતા નથી. ખૈબર પખ્તુનવામાં ઇમરજન્સી અને PTI સરકારને સસ્પેન્ડ કરાતા રાજકીય તંગદિલી વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આતંકીઓને મદદ કોણ કરે છે ? જનરલો પર કાર્યવાહી ક્યારે થશે ? ANP ચીફે પ્રશ્નો પૂછ્યા
  • અવામી નેશનલ પાર્ટીના પ્રમુખ ઐમલ વલી ખાને પાકિસ્તાની સેના અને રાજકીય નેતાઓ પર આતંકીઓને પુષ્ટિ આપવાના આક્ષેપો મૂક્યા

નવી દિલ્હી : પાકિસ્તાની 'અવામી નેશનલ પાર્ટી) (એ.એન.પી.)ના પ્રમુખ ઐમલ વલી ખાને પાકિસ્તાનની સૈન્ય સીસ્ટીમ અને રાજકીય નેતૃત્વ ઉપર આતંકવાદીઓને પુષ્ટિ આપવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે.
તેઓએ સીધો જ પ્રશ્ન કર્યો છે કે : 'દેશમાં મહત્ત્વના નિર્ણયો લેનારા લોકો ખાસ કરીને સેનાના જનરલોને આતંકવાદને પુષ્ટિ આપવામાં તેઓની કથિત- ભૂમિકા અંગે જવાબદાર શા માટે ઠરાવવામાં આવતા નથી ?'
ઐમલ વલી ખાનનું કહેવું છે કે, સરકાર ખરા અર્થમાં આતંકવાદ ખત્મ કરવા માટે પ્રતિબદ્ધ નથી, તેટલંક જ નહીં પરંતુ તેમની નીતિઓએ જ આતંકવાદને જીવંત રાખ્યો છે.
એ.એન.પીના આ નેતાએ આ નિવેદન ત્યારે કર્યું છે કે, ખૈબર પખ્તુનવામાં ઇમર્જન્સી લાગુ કરાતા ત્યાં રાજકીય તંગદિલી અત્યંત વધી ગઈ છે. ત્યં ઇમરાનખાનની પાર્ટી 'પાકિસ્તાન- તેહરિકે- ઇન્સાફ (પીટીઆઇ)ની પ્રાંતિય સરકારને નિલંબિત કરી ત્યાં આપાત-કાલિન સ્થિતિ જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારે તેનું કારણ આપતા કહ્યું હતું કે, 'બગડી રહેલી સલામતી સ્થિતિ તથા આતંકવાદી ઘટનાઓ વધતી રહેતા તે પગલું અનિવાર્ય હતું. ફેડરલ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે, પીટીઆઇ સરકાર પ્રાંતમાં આતંકીઓને રોકવામાં નિષ્ફળ ગઈ છે.
પીટીઆઇએ આ આક્ષેપ જડમૂળથી ફગાવી દીધો છે અને કહ્યું છે કે, 'તે એક રાજકીય પગલું છે' આથી એએનપી નેતાઓએ તો પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) (નવાઝ)ના નેતાઓ ઉપર નામ લઈને આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે, 'નવાઝ શરીફ વડાપ્રધાન શહબાઝ શરીફ અને રાણા અમાનુલ્લાહ આતંકીઓને ટેકો તો આપે જ છે પરંતુ દરેક રીતે તેમને મદદ કરે છે. જો કે એક પ્રાંતીય સરકારને હટાવવાથી આતંકવાદીઓનો દેશમાં તે દબાવવા માટે તેમને મદદ કરે છે. જો એક પ્રાંતીય સરકારને હટાવવાથી આતંકવાદ દબાવવા માટે કેન્દ્ર સરકારે જ રાજીનામું આપવું પડે.'