મને જેલ ભેગી કરે કે મારી નાખે, હું ડિસેમ્બરમાં બાંગ્લાદેશ જઇશ : હસીના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પીએમ પદેથી પદભ્રષ્ટ થયા પછી હસીના છેલ્લા બે વર્ષથી ભારતમાં
- ૨૦૨૪નું વિદ્યાર્થી આંદોલન એક સંગઠિત રાજકીય હિંસા : અવામી લીગનાં નેતાઓ, કાર્યકરો, સમર્થકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે
નવી દિલ્હી : બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દિલ્હીમાં એફસીસી સાઉથ એશિયા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે પ્રથમ વખત સામે આવ્યા હતાં. શેખ હસીનાએ જણાવ્યું હતું કે હું એવી વ્યકિત તરીકે બોલી રહી છું જેણે પોતાનું જીવન બાંગ્લાદેશનાં લોકો સાથે પસાર કર્યુ છે. મને મારા દેશથી દૂર કરવામાં આવી છે પણ હું પોતાના લોકો સાથે ક્યારેય અલગ થઇ નથી.
છેલ્લા બે વર્ષમાં મેં મારા વ્હાલા બાંગ્લાદેશને પીડિત થતો જોયો છે, આ એ દેશ નથી જેને અમે બનાવ્યો હતો : પૂર્વ પીએમ
બાંગ્લાદેશનાં વડાપ્રધાન પદેથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા પછી બે વર્ષમાં પ્રથમ વખત શેખ હસીના જાહેર સ્વરૂપે સામે આવ્યા છે. શેખ હસીના છેલ્લા બે વર્ષથી ભારતમાં વસવાટ કરે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશ પરત જવા માંગે છે અને કદાચ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ જશે. તેઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતાં જો કે તેમનો ફક્ત અવાજ સંભળાતો હતો કારણકે તેમણે કેમેરો બંધ રાખ્યો હતો. તેમણે રડતા રડતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મેં મારા વ્હાલા બાંગ્લાદેશને પીડિત થતો જોયો છે. આ એ બાંગ્લાદેશન નથી જેને અમે બનાવ્યો હતો. આ એ બાંગ્લાદેશ નથી જેના માટે ૧૯૭૧માં ૩૦ લાખ લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
હસીનાએ જણાવ્યું છે કે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ લોકોનાં મોત થયા છે અથવા લાપતા થયા છે. ૬.૫ લાખ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ૩૫૦૦ કેસ ફાઇલ કરવામાં આવ્યા છે. મારી સામે ૬૦૦થી વધારે કેસ દાખલ કરવામાં આવ્યા છે.
૨૦૨૪નાં વિદ્યાર્થી આંદોલન અંગે શેખ હસીનાએ જણાવ્યું હતું કે આ કોઇ શાંતિપૂર્ણ આંદોલન ન હતું. મારી સરકારે શરૂઆતથી જ વાતચીત, કાયદાકીય પ્રક્રિયા અને ધીરજનાં માધ્યમથી આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.




