Get The App

મોજતબા ખામેનેઈનું રહસ્ય શું છે ? સુપ્રીમ લીડર છે ક્યાં ? ઈરાન પરના હુમલા સાથે તર્ક-વિતર્ક શરૂ થયા

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
મોજતબા ખામેનેઈનું રહસ્ય શું છે ? સુપ્રીમ લીડર છે ક્યાં ? ઈરાન પરના હુમલા સાથે તર્ક-વિતર્ક શરૂ થયા 1 - image

- દેશ-વિદેશમાં મોજતબાનાં સ્વાસ્થ્ય, સ્થાન માટે પ્રશ્નો

- રવિવારે ઈરાનના સર્વોચ્ચ નેતા પદે આવ્યા પછી મોજતબા ખામેનેઈ હજી સુધી જાહેરમાં દેખાયા નથી કે કોઈ જાહેર પ્રવચન પણ કર્યું નથી

નવી દિલ્હી : રવિવારે ઈરાનના સર્વોચ્ચ નેતાપદે આવ્યા પછી મોજતબા ખામેનેઈએ હજી સુધી કોઈ સાર્વજનિક નિવેદન કર્યું નથી કે, કોઈ ભાષણ પણ આપ્યું નથી તેથી તેમની તંદુરસ્તી અને સ્થાન માટે દેશ-વિદેશમાં અનેકવિધ પ્રશ્નો થઈ રહ્યાં છે.

ઈરાન-યુદ્ધ ૧૨મા દિવસે પ્રવેશી ચૂક્યું છે. એક તરફ ઈરાન તો બીજી તરફ ઈઝરાયલ-અમેરિકા બન્ને ઈરાન ઉપર એકધાર્યા હુમલા કરી રહ્યાં છે. આ સાથે આંતરરાષ્ટ્રીય મીડીયામાં એક પ્રશ્ન ઘૂંટાઈ રહ્યો છે કે, મોજતબા છે ક્યાં ? તેમની તંદુરસ્તી કેવી છે ?

દરમિયાન ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશક્યિનના પુત્ર અને સરકારી સલાહકાર યુસુફ પેજેશકિયનને ટેલિગ્રામ ઉપર એક સંદેશામાં કહ્યું કે મોજતબા ઘાયલ થયા હોવાની અફવાઓને પુષ્ટિ આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે બધા વ્યર્થ છે. તેઓને કોઈ ગંભીર નુકસાન થયું નથી.

બીજી તરફ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોશદના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, મોજતબા ગંભીર રીતે ઘવાયા છે. આમ મોજતબા ખામેનેઈની ફરતું રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે.