Get The App

ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષવિરામ માટે અપનાવેલી 'મેડમેન થિએરી' શું છે ?

આ થિએરી સાથે યુએસનાપૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસનનું નામ જોડાયેલું છે.

આ થિએરીમાં વિરોધી સાચું માની જાય એવી રીતે ધમકાવવામાં આવે છે.

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષવિરામ માટે અપનાવેલી  'મેડમેન થિએરી' શું છે ? 1 - image

ન્યૂયોર્ક,૯ એપ્રિલ,૨૦૨૬,ગુરુવાર 

અમેરિકા અને ઇરાન વચ્ચે ૪૦ દિવસ પછી બે સપ્તાહ માટે યુધ્ધવિરામ થયો છે જો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ભાષા અને વલણને લઇને અનેક સવાલો પેદા થયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાને લઇને ટ્રમ્પે કડક શબ્દોમાં અનેક વાર ધમકીઓ આપી હતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી જેમાં ઇરાની સભ્યતાનો નાશ કરવાનું જણાવ્યું હતું. સભ્યતાનો નાશ કરવાના ટ્રમ્પના ઉચ્ચારણોની પોતાના દેશ અને વિદેશમાં ખૂબ ટીકા થઇ હતી. અમેરિકામાં ટ્રમ્પના વિરોધીએતો પ્રમુખપદ પર બેસવાલાયક નહી હોવાથી બરતરફ કરવાની માંગણી કરી છે.

જો કે હવે કેટલાક રિપોર્ટસમાં  માહિતી બહાર આવી છે કે આ ધમકી અને ભાષા અમેરિકાની સમજી વિચારીને તૈયાર કરેલી રણનીતિનો એક ભાગ હતી. આ રણનીતિનું નામ મેડમેન થ્યોરી કહેવામાં આવે છે. આ થિયેરી સાથે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસનનું નામ જોડાયેલું છે. નિકસનના સમયમાં જયારે વિયેતનામ યુદ્ધ લડાયું ત્યારે નિકસને પણ આવી જ થિયેરી અપનાવી હતી. નિકસને વિયેતનામને  બરબાદ કરવાથી માંડીને જરુર પડી તો પરમાણુ બોંબનો ઉપયોગ કરવાની સાચી લાગે તેવી ધમકી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષવિરામ માટે અપનાવેલી  'મેડમેન થિએરી' શું છે ? 2 - image

નિકસન માનતા હતા કે દુશ્મનને એવું લાગવું જોઇએ કે સામો પક્ષ કોઇ પણ હદે જઇ શકે છે. કંઇક અંશે પાગલપન સવાર થયું છે એવું પણ લાગવું જરુરી છે. ડર અને અનિશ્ચિતતા પેદા થવાથી વિરોધી ઝુકી જવા મજબૂર બને જેને મેડમેન થિઓરી કહેવામાં આવે છે.મેડમેન થિએરી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક રણનીતિ છે. જેમાં કોઇ પણ નેતા પોતાને ગુસ્સાવાળો અને અસામાન્ય દેખાડે છે. આ વલણનો હેતું સામેની વ્યકિતને ડરાવીને સમજૂતી કરવા મજબૂર કરવાનો હોય છે.

વિરોધી જો તમને સમજદાર ગણે તો તેનો કયાશ કાઢી શકાય છે પરંતુ જો પાગલ સમજે તો તેની દરેક ધમકી સાચી લાગવા માંડે છે. ઇરાન યુધ્ધમાં ટ્રમ્પ પણ કંઇક એવી જ રણનીતિ અપનાવી હતી. સભ્યતા ખતમ કરવાની અને પાષાણયુગમાં લઇ જવાની ધમકીઓથી સીઝ ફાયર માટે સંમતિ બની હતી. ટ્રમ્પનું નકકી નહી એવી અનિશ્ચિતતાની જે છાપ ઉભી થઇ છે તેના માટે મેડમેન થિએરી કારણભૂત છે જેને ગુડ કૉપ અને બેડ કૉપ પણ કહેવામાં આવે છે.