- ઉને ઉત્તર-કોરિયાની પરમાણુ ક્ષમતા સુપર-સ્પીડથી વધારવા એલાન કર્યું : અમેરિકા અને જાપાનને ખુલ્લં-ખુલ્લો પડકાર આપ્યો
પ્યોગ્યાંગ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઊને, ઉત્તર કોરિયાની પરમાણુ ક્ષમતા સુપર સ્પીડમાં વધારવા એલાન કર્યું છે. મધ્ય-પૂર્વની પરિસ્થિતિના બહાને તેણે પોતાના દેશની પરમાણુ શસ્ત્ર ક્ષમતા વધારવાનો નિર્ણય કરી અમેરિકા અને જાપાનને ખુલ્લં ખુલ્લા પડકાર આપ્યો છે.
સમગ્ર દુનિયાની નજર અત્યારે મધ્ય-પૂર્વમાં મચેલા ખૂન-ખરાબા તથા તે પછી ચાલી રહેલી શાંતિ-મંત્રણા પર રહેલી છે. પરંતુ આવી ભયંકર વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઊને એક એવું વિધાન કર્યું છે કે, જેથી દુનિયાભરમાં ખતરાની ઘંટી વાગી ગઈ છે. મધ્ય-પૂર્વની સ્થતિનો હવાલો આપતાં ઊને સ્પષ્ટ કહ્યું છે કે હવે ઉત્તર કોરિયા કોઈ પણ ભોગે પાછું નહીં હટે, પોતાની પરમાણુ શક્તિ વધારતું જ જશે, તે પણ સુપર સ્પીડથી.
અમેરિકા અને જાપાનની નીતિઓ ઉપર તીવ્ર પ્રહારો કરતાં પરમાણુ શસ્ત્રો ઝડપથી વધારવા તે એક માત્ર ઉપાય છે. તેમ પણ કહ્યું હતું.
આ મકર્યુંરીયન સરમુખત્યારનાં વિધાનોએ અને તેનાં વિનાશકારી એલાને પશ્ચિમી દેશોની ઊંઘ ઊડાડી દીધી છે, અને વિશ્વને એક નવા સૈન્ય તણાવના મુખ સુધી લાવી દીધું છે. તેણે ફરી એક વખત પરમાણુ શસ્ત્રોનો જથ્થો વધારવા એલાન કર્યું છે. તથા નૌકાદળ વધારી ૧૦ હજારની ક્રૂઝરનું નિર્માણ કરવાની જાહેરાત પણ કરી હતી.
ઉત્તર કોરિયાની સત્તાવાર સરકારી ન્યૂઝ એજન્સી કોરિયન-સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે દેશના શાસક પક્ષ વર્કર્સ પાર્ટીની ત્રિ-દિવસીય પોલીસ બ્યુરોની બેઠક સોમવારે સાંજે સમાપ્ત થઈ તે દરમિયાન ઊને ઉત્તર કોરિયાની પરમાણુ ક્ષમતા સતત વધારવા અને તે વધુ મજબૂત કરવા એલાન આપ્યું હતું. સાથે કહ્યું કે, મધ્યપૂર્વમાં ચાલતા ખૂન ખરાબાની દ્રષ્ટિએ આપણે પરમાણુ શસ્ત્રોનો વિસ્તાર કરવો તે એક માત્ર ઉપાય છે. આ સાથે તેમણે અમેરિકાની અંધાધૂંધ અને મનમાની રીતની કઠોર ટીકા પણ કરી હતી સાથે ઉત્તર કોરિયા જેને ક્ષેત્રીય પ્રતિદ્વદી માને છે તેવાં જાપાન ઉપર પણ આક્ષેપ કર્યો હતો કે, વર્તમાન અશાંત પરિસ્થિતિનો લાભ લઈ પોતાને એક મહાન સૈન્ય શક્તિ બનાવવા માગે છે, અને તેમાં આવતા તમામ અવરોધો તોડી પ્રચંડ તાકાત બનવા ઈચ્છે છે.


