World

અમેરિકામાં પ્રચંડ બ્લાસ્ટ: વોશિંગ્ટનની પેપર મિલમાં કેમિકલ ટેન્ક ફાટતાં અનેકના મોત, 9 શ્રમિકો ગુમ

By GS Team
27 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાંથી એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી એક પલ્પ અને પેપર મિલમાં કેમિકલ ટેન્ક અચાનક ફાટવાને કારણે મોટો બ્લાસ્ટ થયો છે. આ ભયાનક વિસ્ફોટમાં અનેક લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 9 લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક ફાયર ડિપાર્ટમેન્ટ અને કંપની પ્રશાસન દ્વારા આ દુર્ઘટના સ્થળને 'માસ કેઝ્યુઅલ્ટી સીન' (સામૂહિક હતાહત સ્થળ) ઘોષિત કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં પ્રચંડ બ્લાસ્ટ: વોશિંગ્ટનની પેપર મિલમાં કેમિકલ ટેન્ક ફાટતાં અનેકના મોત, 9 શ્રમિકો ગુમ

USA Chemical tank Blast : અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાંથી એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી એક પલ્પ અને પેપર મિલમાં કેમિકલ ટેન્ક અચાનક ફાટવાને કારણે મોટો બ્લાસ્ટ થયો છે. આ ભયાનક વિસ્ફોટમાં અનેક લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 9 લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક ફાયર ડિપાર્ટમેન્ટ અને કંપની પ્રશાસન દ્વારા આ દુર્ઘટના સ્થળને 'માસ કેઝ્યુઅલ્ટી સીન' (સામૂહિક હતાહત સ્થળ) ઘોષિત કરવામાં આવ્યું છે.

વહેલી સવારે કેમિકલ ટેન્ક ફાટતાં આખી યુનિટ મલબામાં ફેરવાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ દર્દનાક અકસ્માત દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાં સ્થિત 'નિપ્પોન ડાયનાવેવ પેકેજિંગ કંપની'માં મંગળવારે સવારે સ્થાનિક સમય મુજબ આશરે 7:15 વાગ્યે થયો હતો. મિલની અંદર આવેલી એક વિશાળ કેમિકલ ટેન્કમાં અચાનક જોરદાર ધડાકો થયો હતો, જે એટલો શક્તિશાળી હતો કે જોતજોતામાં આખી યુનિટ મલબાના ઢગલામાં તબદીલ થઈ ગઈ હતી.

9 લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ, અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા

બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ આશરે 40 જેટલા ફાયર ફાઇટર્સ, પેરામેડિક્સ અને પ્રાદેશિક જોખમી પદાર્થોની ખાસ સ્પેશિયલ ટીમ (Hazmat Team) ઘટનાસ્થળે દોડી આવી હતી. મલબા હેઠળ દબાયેલા અને લાપતા થયેલા 9 કર્મચારીઓની શોધખોળ માટે કલાકો સુધી મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. કાયદા અમલીકરણ અધિકારીઓ અને કંપની દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, આ અકસ્માતમાં ઘણા લોકોના જીવ ગયા છે અને મોટી સંખ્યામાં શ્રમિકો ગંભીર રીતે દાઝી જવાથી તેમજ ઝેરી ગેસ શ્વાસમાં જવાને કારણે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે ખસેડાયા છે.

મિલમાં 1,000 થી વધુ કર્મચારીઓ કાર્યરત હતા

વોશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોલોજીના જણાવ્યા અનુસાર, આ લિક્વિડ પેકેજિંગ પ્લાન્ટ અને પેપર મિલ ખૂબ જ મોટા પાયે કાર્યરત છે, જ્યાં અંદાજે 1,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. આ પ્લાન્ટમાં મુખ્યત્વે ટિશ્યુ પેપર, પ્રિન્ટિંગ પેપર, કાર્ટન અને કપ-પ્લેટ બનાવવા માટેના મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મોટી હોનારતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને તંત્ર દ્વારા બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.