World

યુધ્ધ જામ્યું : બીજા દિવસના અમેરિકી હુમલાનો ઇરાને બદલો વાળ્યો : કુવૈત, બહેરીન પર હુમલા શરૂ કર્યા

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન વચ્ચેનો સીઝફાયર સમાપ્ત થયો છે. ટ્રમ્પના 20:1ના નિયમ મુજબ, અમેરિકાએ ઇરાન પર ભીષણ હુમલા કર્યા. ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકી સેનાના મથકોને નિશાન બનાવ્યા. કુવૈતી સેનાએ દુશ્મનના મિસાઈલ-ડ્રોન હુમલાઓને રોક્યા. કુવૈત અને બહેરીનમાં સતત સાયરન વાગી રહ્યા છે. અમેરિકાએ ઈરાનનો રેલવે બ્રિજ પણ ઉડાવી દીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

યુધ્ધ જામ્યું : બીજા દિવસના અમેરિકી હુમલાનો ઇરાને બદલો વાળ્યો : કુવૈત, બહેરીન પર હુમલા શરૂ કર્યા

'સીઝ-ફાયર' 'સીઝ' થઈ ગયો : કુવૈત કહે છે કે તે 'દુશ્મન'ના મિસાઇલ, ડ્રોન હુમલાનો જવાબ આપી રહ્યાં છે : કુવૈત, બહેરિનમાં સતત સાયરનો વાગી રહી છે
નવી દિલ્હી : અમેરિકા-ઇરાન વચ્ચેનો સીઝ ફાયર સીઝ થઇ ગયો છે. બંને દેશો બીજા દિવસે પણ એક બીજા ઉપર હુમલા કરી રહ્યા છે. ટ્રમ્પે એક દિવસ પહેલા જ કહી દીધું છે કે, હું સ્પષ્ટ માનું છું કે સીઝ ફાયર ખતમ થઇ ગયો છે. તેથી જુલાઈ ૮-૯ની રાત્રિઓ અમેરિકી સેના ફરી જોરદાર હુમલા શરૂ કરશે.
બન્યું પણ તેમજ છે.
અમેરિકી સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે તેણે હોર્મુઝ ખુલ્લું રાખવા માટે ફરી હુમલા શરૂ કર્યા છે.
આ પછી ઇરાને તેનો બદલો લેવા કુવૈત તથા બહેરિનમાં રહેલા અમેરિકી સેના મથકો ઉપર જોરદાર હુમલા શરૂ કર્યા છે.
અમેરિકાએ સતત બીજા દિવસે પણ હુમલા ચાલુ રાખી, ઉપર ઇરાનમાં એક મોટો રેલવે બ્રીજ ઉડાવી દીધો છે. બ્રીજ ઉપરથી જ ઇરાની સેનાને પૂરવઠો પુરો પાડવામાં આવતો હતો.
તુર્કીમાં મળેલા નાટો સંમેલન પછી પાછા વળતા એરફોર્સ-૧ માં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે ફરી એકવાર પોતાની વાત કહી : 'અમે તેમની ઉપર ખૂબ જ જોરદાર હુમલા કર્યા હતા. મારૃં કહેવું છે કે અમે ૨૦:૧નો નિયમ રાખ્યો છે. એટલે કે તેમના એક હુમલા સામે ૨૦ હુમલા થશે. અમે ગઇકાલે રાત્રે તેમજ કર્યું હતું. તેમણે જે થોડી ઘણી હરકતો કરી જે આજે સવારે કરવામાં આવી હતી. તે અસલમાં ગઇકાલે રાત્રે તેમની ઉપર કરેલા હુમલાના બદલા સમાન હતી.
દરમિયાન કુવૈતી સેનાએ કહ્યું કે તેમની એર-ડીફેન્સ સીસ્ટીમ દુશ્મનના મિસાઇલ ડ્રોન હુમલાઓને રોકી રહી છે. કુવૈતી સેનાએ ઠ પોષ્ટ પર લખ્યું : સેનાના જનરલ સ્ટાફનું કહેવું છે કે જે ધડાકા સંભળાય છે તે એક ડીફેન્સ સીસ્ટીમ દુશ્મનના હુમલાને રોકવા કરવામાં આવતા સામા હુમલા છે.
જો કે કુવૈત તથા બહેરિનમાં દિવસ-રાત વારંવાર સાયરનો વાગ્યા કરે છે.