World

VIDEO : પાણીમાં ડૂબ્યું પાકિસ્તાન, રસ્તાઓ નદી બન્યા અને સેનાના હેડક્વાર્ટર સુધી પૂરનું જોખમ

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં મૂશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. રાવલપિંડીમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા ઘરો અને બેઝમેન્ટ જળમગ્ન થયા છે. 'નાલા-એ-લાઈ'માં જળસપાટી 29.5 ફૂટ પહોંચી. રસ્તાઓ પર વાહનો કાગળની હોડીની જેમ તરતા દેખાયા. રેન ઇમરજન્સી જાહેર કરી, શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાઈ છે. WASA દ્વારા રાહત કામગીરી ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : પાણીમાં ડૂબ્યું પાકિસ્તાન, રસ્તાઓ નદી બન્યા અને સેનાના હેડક્વાર્ટર સુધી પૂરનું જોખમ

Pakistan Heavy Rain Flood Crisis: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને તેના પાડોશી શહેર રાવલપિંડીના અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાવલપિંડીમાં 5 થી 6 ફૂટ સુધી પૂરના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને બેઝમેન્ટ જળમગ્ન થઈ ગયા છે.

નાલા-એ-લાઈમાં જળસપાટી ઘાતક સ્તરે

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે રાવલપિંડીની ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. 'નાલા-એ-લાઈ' (Nullah Lai) માં કટારિયા બ્રિજ પાસે પૂરના પાણીની સપાટી 29.5 ફૂટ સુધી પહોંચી ગઈ છે. તીવ્ર પ્રવાહને કારણે રસ્તાઓ પર વાહનો કાગળની હોડીઓની જેમ તરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક વાહનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા.

ઇમરજન્સી જાહેર, શિક્ષણ સંસ્થાઓ બંધ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાવલપિંડીમાં રેન ઇમરજન્સી (Rain Emergency) જાહેર કરવામાં આવી છે, અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

પ્રભાવિત વિસ્તારો: સફદરાબાદ, સાદિકાબાદ, ધોકે ખાબા, પીરવધાઈ, ફૌજી કોલોની, આર્ય મૌહલ્લા તેમજ મુરી રોડ અને ઓલ્ડ એરપોર્ટ રોડ જેવા અતિ ગીચ વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે.

રાહત કામગીરી: વોટર એન્ડ સેનિટેશન એજન્સી (WASA) દ્વારા પ્રભાવિત વિસ્તારોમાંથી પૂરના પાણી નિકાલ કરવા માટે ભારે મશીનરી અને હાઈ-કેપેસિટી પંપ તૈનાત કરવામાં આવ્યા છે.

એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન SCO બેઠકમાં સિંધુ જળ સંધિનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા, તો બીજી તરફ રાવલપિંડી જેવા મુખ્ય શહેરોમાં ચોમાસાના પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે સામાન્ય જનતા ભારે હાલાકી ભોગવી રહી છે.