Get The App

Photo: આંખો પર કાળી પટ્ટી... અમેરિકાએ બંધક બનાવેલા માદુરોની પહેલી તસવીર કરી જાહેર

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
Photo: આંખો પર કાળી પટ્ટી... અમેરિકાએ બંધક બનાવેલા માદુરોની પહેલી તસવીર કરી જાહેર 1 - image


Venezuela latest: વેનેઝુએલા પર એર સ્ટ્રાઈક બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે હવે વેનેઝુએલા પર અમેરિકાનો કબજો છે, આગામી ચૂંટણી ન થાય ત્યાં સુધી USનું શાસન રહેશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે Truth સોશિયલ મીડિયા પર પોસ્ટ એક ચોંકાવનારી તસવીર શેર કરી છે, જે વેનેઝુએલા રાષ્ટ્ર પ્રમુખ નિકોલસ માદુરોની છે.

Photo: આંખો પર કાળી પટ્ટી... અમેરિકાએ બંધક બનાવેલા માદુરોની પહેલી તસવીર કરી જાહેર 2 - image

'હાથમાં હાથકડી, આંખો પર પટ્ટી'

નિકોલસ માદુરોના ધરપકડની પ્રથમ તસવીર શેર કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે Nicolas Maduro on board the USS Iwo Jima. (અમેરિકાનું યુદ્ધપોત (USS Iwo Jima) પર નિકોલસ માદુરો) તસવીરમાં માદુરોના હાથમાં હાથકડી, આંખો પર પટ્ટી અને હાથમાં પાણીની બોટલ છે. મહત્વનું છે કે માદુરો તેમના બેડરૂમમાં સૂતા હતા ત્યારે અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો બાદમાં માદુરોને રૂમમાંથી બહાર ખેંચી તેમની ધરપકડ કરી હતી. 

માદુરોને ન્યૂયોર્ક લાવવામાં આવશે!

આ સાથે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વેનેઝુએલાના રાષ્ટ્ર પ્રમુખ નિકોલસ માદુરો તેમની પત્ની સિલિયા ફ્લોરેસને અમેરિકી યુદ્ધ પોત USS Iwo Jima પર રાખવામાં આવ્યા છે. તેમણે ન્યૂયોર્ક લાવવામાં આવી રહ્યા છે. આ સાથે ટ્રમ્પે વેનેઝુએલા પર US આર્મી દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકનો વીડિયો પણ જાહેર કર્યો હતો.


તાનાશાહ માદુરોને દૂર કરવાનું ઓપરેશન હતું: ટ્રમ્પ

ટ્રમ્પે માદુરોને તાનાશાહ ગણાવતા કહ્યું કે, 'અમેરિકા વેનેઝુએલામાં શાંતિ ઇચ્છે છે. આ સૈન્ય કાર્યવાહીમાં કોઈનું મોત નથી થયું અને ન તો એક પણ અમેરિકન સૈનિક માર્યો ગયો. ઓપરેશનનો ઉદ્દેશ્ય હિંસા નહીં, પરંતુ વેનેઝુએલામાં સ્થિરતા અને શાંતિ સ્થાપવાનો છે. વેનેઝુએલા પર હવે અમારો કબજો છે. ત્યાંની સત્તા હવે અમે ચલાવીશું. આ ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી શાંતિ સ્થાપિત ન થઈ જાય'

માદુરોની ધરપકડને લાઈવ જોવી TV શોની જેમ: ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, 'વેનેઝુએલાના માદુરોને ન્યૂયોર્ક લવાશે. વેનેઝુએલા પર કરાયેલી કાર્યવાહી સંકેત છે કે અમે કોઈના દબાણમાં નહીં આવીએ. અમે આ ઓપરેશન માટે ચાર દિવસની રાહ જોઈ. માદુરોને પકડવાનું સીધુ પ્રસારણ જોવું, જે કોઈ ટીવી શો જેવું હતું.' ફોક્સ ન્યૂઝની સાથે લાઈવ ફોન કોલમાં ટ્રમ્પે કહ્યું કે, 'તેમણે ફ્લોરિડામાં પોતાના માર-એ-લાગો રિસોર્ટથી મિલિટ્રી ઓપરેશનને રિયલ ટાઈમમાં જોયું. મેં ફ્લોરિડામાં જ્યાં અમે હતા અને વેનેઝુએલામાં ફીલ્ડમાં થઈ રહેલા કોમ્યુનિકેશનને સાંભળ્યું. આ જોવું અદભુત હતું કે તેઓ કેટલા સારા હતા, કેટલા પ્રોફેશનલ હતા, અમારી પાસે જે સાધનો છે, તે કેટલા શાનદાર છે, મારો મતલબ છે- સાધનો(ઇક્વિપમેન્ટ)નું લેવલ અને એ જોવું કે આ કેટલું સારી રીતે કામ કર્યું, આટલી પરફેક્શન સાથે.'

આ પણ વાંચો: 'વેનેઝુએલા હવે અમારા કબજામાં, હુમલાની બીજી લહેર માટે તૈયાર રહો', ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન

માદુરો 2013માં રાષ્ટ્રપ્રમુખ બન્યા

નિકોલસ માદુરો મોરોસનો જન્મ 1962માં થયો હતો. તેઓ વેનેઝુએલાના રાજકારણી અને યુનાઇટેડ સોશિયાલિસ્ટ પાર્ટીના નેતા છે. તેઓ 2013માં વેનેઝુએલાના 53મા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. માદુરો હ્યુગો શાવેઝના નજીકના સહયોગી તરીકે ડાબેરી ચળવળમાંથી ઉભરી આવ્યા હતા. તેમણે 2006 થી 2013 સુધી વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. 2012માં તેઓ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2013માં શાવેઝના મોત બાદ તેઓ વચગાળાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2013માં ચૂંટણી જીતીને રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. જોકે, તેમના શાસનમાં પ્રતિબંધો, આર્થિક પતન, લોક આંદોલન અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ પડવાનો સમાવેશ થાય છે.