White House Firing Case: અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક બુધવારે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં શંકાસ્પદની ઓળખ અફઘાનિસ્તાની નાગરિક તરીકે થઈ છે. આ ઘટનામાં નેશનલ ગાર્ડના બે મેમ્બરને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ આરોપો પર ટ્રમ્પ સરકારને જવાબ આપ્યો છે.
તેને પાકિસ્તાને ટ્રેનિંગ આપી હતી: તાલિબાન
તાલિબાન સરકારે વ્હાઇટ હાઉસ નજીક થયેલા હુમલામાં કોઈપણ પ્રકારથી અફઘાનિસ્તાનની ભૂમિકા નથી. અફઘાનિસ્તાનના તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે, 'જે શંકાસ્પદને પકડ્યા છે, તેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ટ્રેનિંગ આપી હતી.'
અફઘાનિસ્તાન સરકારે કહ્યું કે, 'અમે આ વાતની પુષ્ટિ કરીએ છીએ કે અમેરિકન હુમલાખોરની અફઘાનિસ્તાન સાથે કોઈ લિંક નથી. પુરાવાઓથી ખબર પડે છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ હુમલાખોરોને ટ્રેનિંગ આપી હતી. હુમલાખોર પાકિસ્તાનના ઇસ્લામાબાદ થઈને અમેરિકા પહોંચ્યા હતા. આ ઘટના સાથે કોઈપણ રીતે અફઘાનિસ્તાનને જોડવું સંપૂર્ણ રીતે ખોટું છે.'
જણાવી દઈએ કે, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના અનુસાર, વ્હાઇટ હાઉસથી થોડે દુર તૈનાત નેશનલ ગાર્ડ પર હુમલાખોરે ઘાત લગાવીને હુમલો કર્યો હતો. હુમલાખોરની ઓળખ રહમાનુલ્લાહ લકનવાલ તરીકે થઈ છે.
ટ્રમ્પે ગણાવ્યો આતંકવાદી હુમલો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે સુરક્ષા માટે વધુ 500 સૈનિકોને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, '2021માં અફઘાનિસ્તાનથી અમેરિકામાં જે લોકોએ એન્ટ્રી કરી હતી, તેમની ફરી તપાસ કરવામાં આવે.'
હુમલાખોરની થઈ ઓળખ
રિપોર્ટ્સ અનુસાર, વ્હાઇટ હાઉસના શંકાસ્પદ હુમલાખોરની ઓળખ રહમાનુલ્લાહ લકનવાલ તરીકે થઈ છે, જેની ઉંમર 29 વર્ષ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે અફઘાનિસ્તાનનો નાગરિક છે. તે વર્ષ 2021માં અમેરિકામાં પ્રવેશ્યો હતો. શરૂઆતી તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે, તેણે એકલાએ જ આ હુમલાને અંજામ આપ્યો. જોકે, તેની ઓળખ સંબંધી કેટલાક પાસાઓની હજુ પુષ્ટિ કરાઈ રહી છે.
![]() |



