Image: IANS |
Witkoff Leaked Call: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના વખાણ સાંભળવા પસંદ છે અને તેમની આ વાતનો લાભ લઈને તેમની પાસેથી આડા કામ પણ કરાવી શકાય છે. આ વાતનો ખુલાસો એક આંતરરાષ્ટ્રીય ટેલિફોન કૉલની વાતચીત લીક થયા બાદ થયો છે. ટેલિફોન પર આ વાતચીત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના વિદેશ નીતિ સલાહકાર યૂરી ઉષાકોવ વચ્ચે થઈ હતી.
આ પણ વાંચોઃ ગામડાં ખાલી થઈ રહ્યા છે, દુનિયાની 80% વસતીની શહેરો તરફ દોટ, UN રિપોર્ટમાં ઘટસ્ફોટ
26 નવેમ્બર, 2025ના દિવસે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી બ્લુમબર્ગે 14 ઑક્ટોબર, 2025ના ફોન કૉલની ટ્રાન્સક્રિપ્ટ પ્રકાશિત કરી છે. આ કૉલ વોટ્સએપ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેનું ઑડિયો રેકોર્ડિંગ સામે આવ્યું હતું. આ ખુલાસા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ વાર્તાઓ વચ્ચે આવી રહ્યા છે, જ્યાં વિટકૉફ ગાઝા યુદ્ધવિરામ કરારબાદ યુક્રેન પર ફોકસ કરી રહ્યા હતા.
ટ્રમ્પ પાસેથી કામ કઢાવવા વખાણ કરવા...
આ વાતચીતમાં વિટકૉફ યૂરી ઉષાકોવને જણાવી રહ્યા છે કે, ટ્રમ્પ પાસેથી કામ કઢાવવા માટે તેમના વખાણ ખૂબ કામ આવે છે.
- આ લીક ટ્રાન્સક્રિપ્ટ અનુસાર, યૂરી ઉષાકોવે વિટકૉફને કહ્યું કે, શું બંને નેતાઓ (ટ્રમ્પ-પુતિન) વચ્ચે ટેલિફોન કૉલ ગોઠવી શકાય છે?
- ત્યારબાદ વિટકૉફે યૂરી ઉષાકોવને કહ્યું કે, 'તમે પ્રમુખ પુતિનને કહો કે, જ્યારે ટ્રમ્પ સાથે વાત કરે તો તેમના ખુલીને વખાણ કરે અને તેમને ગાઝાના શાંતિ નાયક અને વિશ્વશાંતિના નેતૃત્વકર્તા કરાર કરી દે. તેની તુરંત પછી પુતિન યુક્રેન યુદ્ધના સમાધાન માટે રશિયાની ફોર્મ્યુલા રજૂ કરે. પુતિન ટ્રમ્પને ગાઝા યુદ્ધવિરામ પર શુભકામના પાઠવે અને કહે કે, રશિયાએ તેનું સમર્થન કર્યું છે. આ સિવાય ટ્રમ્પને શાંતિનો સાચો વ્યક્તિ (Real peace man) કહે. તમે તેમની આ ઉપલબ્ધિના વખાણ કરો અને કહો કે, તમે તેનું સમર્થન કર્યું અને તમે ખુશ છો કે, આ થયું. મેં પ્રમુખ(ટ્રમ્પ)ને કહ્યું છે કે, રશિયન ફેડરેશન હંમેશાથી એક પીસ ડીલ ઇચ્છે છે. મારું એ જ માનવું છે કે, આપણે બે દેશ જેને કરાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે, તેની મદદ કરવી જોઈએ. હું તો એવું પણ વિચારું છું કે, ગાઝાની જેમ જ 20 પોઇન્ટનું પીસ પ્રપોઝલ પણ મૂકવું.' અહીં વાતચીત સમાપ્ત થઈ જાય છે.
આ પણ વાંચોઃ Explainer: હોંગકોંગમાં ભીષણ અગ્નિકાંડનું કારણ, મૃતકાંક 44ને પાર અને 300થી વધુ લોકો ગુમ
જણાવી દઈએ કે, લીક વાતચીતનો આ ભાગ 14 ઑક્ટોબરનો છે અને 16 ઑક્ટોબરે પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. ઉષાકોવ અને વિટકૉફની આ વાતચીત ગાઝા શાંતિ કરારની ઠીક બાદ થઈ હતી.
વાઇરલ ટ્રાન્સક્રિપ્ટ પર ટ્રમ્પની પ્રતિક્રિયા
જ્યારે આ વાતચીત સામે આવી તો ટ્રમ્પને આ વિશે કોઈ અસહજતાનો અનુભવ ન થયો. ટ્રમ્પે કહ્યું કે, આ તો વાતચીતની સ્ટાન્ડર્ડ રીત છે.
રશિયાની પ્રતિક્રિયા
રશિયાએ બુધવારે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનના ટોચના સલાહકારો વચ્ચે થયેલી વાતચીતનું કૉલ રેકોર્ડિંગ લીક થવું એ યુક્રેનની શાંતિ વાર્તાને કમજોર કરવાનો ખોટો પ્રયાસ છે અને આ હાઇબ્રિડ વોરફેર જેવું છે.


