World

'3 બાળકોની મમ્મી, પોતાનો દિવસ વાસણ ધોવા...', જેડી વેન્સની પત્નીએ લગ્નમાં તણાવની અફવાઓ પર મૌન તોડ્યું

By GS TEAM
23 Nov 20251 min read
TukuTouch Logo
અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની પત્ની ઉષા વેન્સનો જવાબ હાલ ચર્ચામાં છે. તેમણે ઓનલાઇન ગોસિપનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના કેટલાક ફોટો વાઈરલ થયા હતા, જેમાં તેમના હાથમાં વીંટી ન હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'3 બાળકોની મમ્મી, પોતાનો દિવસ વાસણ ધોવા...', જેડી વેન્સની પત્નીએ લગ્નમાં તણાવની અફવાઓ પર મૌન તોડ્યું
Image Source: IANS

Usha Vence News: અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની પત્ની ઉષા વેન્સનો જવાબ હાલ ચર્ચામાં છે. તેમણે ઓનલાઇન ગોસિપનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના કેટલાક ફોટો વાઈરલ થયા હતા, જેમાં તેમના હાથમાં વીંટી ન હતી. તસવીરો ઇન્ટરનેટ પર અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાઈ છે. જેના પર અલગ અલગ થિયરી જોવા મળી. કેટલાક લોકોએ તેને મેરિડ લાઇફમાં તણાવ માન્યો.

ત્યારે હવે ઉષા વેન્સના પ્રવક્તાનું નિવેદન આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે, ત્રણ બાળકોની માતા ઉષા પોતાનો દિવસ ઘણાં વધા વાસણો ધોવા અને બધા બાળકોને સ્નાન કરાવવા અને ક્યારેક ક્યારેક પોતાની વીંટી ભૂલી જવામાં વીતાવે છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન વચ્ચે સીઝફાયરના પ્રયાસ: ટ્રમ્પના પ્લાન સામે યુરોપને વાંધો, ઝેલેન્સ્કીને અપાઈ ડેડલાઈન

ક્યારથી શરૂ થઈ લગ્નમાં તણાવની અફવાઓ?

જ્યારે તસવીરો અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાઈ, તો કપલને લઈને અલગ-અલગ ચર્ચા થવા લાગી. આ ફોટો 19 નવેમ્બરના નોર્થ કેરોલિનાના કેમ્પમાં લેઝેયૂનમાં તેમની વિઝિટ દરમિયાન ખેંચ્યો હતો. જ્યાં તેમની સાથે દેશની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ફણ સાથે હતી. જેમાં કેટલાક ક્લોઝ અપ શોટ ફોટો લેવાયા, જે વાઈરલ થઈ ગયા. જેમાં તેમના હાથમાં વીંટી નજરે નહોતી પડી, જ્યારબાદથી ઉષા અને જેડીના લગ્નજીવનમાં તણાવની થિયરી શરૂ થઈ, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ.

આ પણ વાંચો: અમેરિકામાં ટ્રમ્પ સામે મોટાપાયે દેખાવ, 'ઈમ્પીચ, કન્વિક્શન એન્ડ રિમૂવ...'ની નારેબાજી