Get The App

ઈરાનમાં કોઈપણ સમયે અમેરિકી સૈનિકો ઘૂસી જશે

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં કોઈપણ સમયે અમેરિકી સૈનિકો ઘૂસી જશે 1 - image

- ''અસામાન્ય શક્તિશાળી અમેરિકાને પાછા હઠવું પોષાય નહીં''

- ઈઝરાયેલમાં એક ગુપ્ત બેઠકમાં આયોજન ઘડાઈ રહ્યું છે

નવી દિલ્હી : અમેરિકાના ૩૫૦૦ સૈનિકો મધ્ય-પૂર્વમાં પહોંચી ગયા છે. પ્રમુખ ટ્રમ્પ કોઈપણ સમયે તેમને ઈરાનમાં ઘૂસી જવા 'ગ્રાઉન્ડ ઓપરેશન' શરૂ કરવાનો આદેશ આપશે તેમ મનાઈ રહ્યું છે. તેવામાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટ-કોમ)ના ચીફ ઓફ સ્ટાફ એડમિરલ બ્રેડ-ફબરે ઈઝરાયેલના ડીફેન્સ ફોર્સીઝ (આઈડીએફ)ના ચીફ ઓફ સ્ટાફ લેફટેનન્ટ જનરલ એપાલ ઝમીર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી.

ઈઝરાયેલી સેનાનો હવાલો આપતાં સી.એન.એન. જણાવે છે કે તે બેઠકમાં તે ક્ષેત્રમાં ચાલી રહેલાં સંઘર્ષ અને ઈરાનની શસ્ત્ર-ઉત્પાદન ક્ષમતા વિષે પ્રશ્નો ઉભા થાય તેમ તો છે જ. આ અભિયાનનો હેતુ દર્શાવતાં એક વરિષ્ઠ અમેરિકા સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે, હવે તો ઈરાન ઉપર ભૂમિગત હુમલો કરવાની તૈયારીઓ ચાલે છે. અમેરિકાનું એમ્ફીબિયન યુદ્ધ જહાજ સેન્ટ્રલ કમાન્ડનાં વિસ્તારમાં પહોંચી ગયું છે. તેની ઉપર ટોચના સૈનિકો છે. તેની સંખ્યા ૩૫૦૦ જેટલી છે. તેઓ ગમે ત્યારે ઉતરાણ કરી ઈરાનની તળભૂમિ ઉપર હુમલો કરવા સક્ષમ છે. ઉપરાંત માલવાહક વિમાન જહાજો ફાઇટર પ્લેન્સ અને સંકલિત ઉભય-ચારી હુમલો કરવાની તે સૈનિકોને પૂરેપૂરી તાલિમ પણ અપાય છે. તેઓને ઈરાનના શસ્ત્રભંડારો તથા યુરેનિયમ સંવર્ધન ફેસી સિટી ખતમ કરવા માટે તૈયાર રહેવા જણાવી દેવાયું છે. આ સૈનિકો લઈ આવેલું એમ્ફીલિયન યુદ્ધ જહાજ 'ટ્રિપોલી' ત્યાં પહોંચી ગયા છે. સંભવ છે કે તેઓ ખાર્ગ ટાપુ અને ઈરાનની તળભૂમિ પર પહોંચે તે પૂર્વે તેમના સંભવિત ઉતરાણ સ્થળોએ અમેરિકા કાર્પે બોમ્બીંગ એક એક ઇંચ ભૂમિ તબાહ કરવાની કોશિશ હોઈ શકે. કેટલાક નિરીક્ષક કહે છે. અમેરિકાને આ યુદ્ધમાં પાછા હઠવું પોસાય તેમ નથી. તેને યુદ્ધ જીતવું જ પડે તેમ છે નહીં તો તેના સાથી દેશોમાં વિશ્વાસ ન રહે.