World

'અમે શોધી કાઢ્યા...', ઈરાનમાં ફસાયેલા પાયલટનું ફિલ્મી સ્ટાઈલે રેસ્ક્યુ, ટ્રમ્પે કર્યું કન્ફર્મ

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ખુબ જ ખતરનાક ઓપરેશનને અંજામ આપતા વાયુ સૈનિકોને ઈરાનની જમીનથી સુરક્ષિત રેસ્ક્યુ કર્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ તેની પુષ્ટિ કરતા તેને અમેરિકાના ઈતિહાસનું સૌથી સાહસભર્યું રેસ્ક્યુ મિશન ગણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમે શોધી કાઢ્યા...', ઈરાનમાં ફસાયેલા પાયલટનું ફિલ્મી સ્ટાઈલે રેસ્ક્યુ, ટ્રમ્પે કર્યું કન્ફર્મ

Iran US War Update: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ખુબ જ ખતરનાક ઓપરેશનને અંજામ આપતા વાયુ સૈનિકોને ઈરાનની જમીનથી સુરક્ષિત રેસ્ક્યુ કર્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ તેની પુષ્ટિ કરતા તેને અમેરિકાના ઈતિહાસનું સૌથી સાહસભર્યું રેસ્ક્યુ મિશન ગણાવ્યું છે.

આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકન એરફોર્સનું F-15E સ્ટ્રાઈક ઈગલ શુક્રવારે ઈરાનના દક્ષિણ વિસ્તારમાં તોડી પડાયું. વિમાનમાં બે ક્રૂ મેમ્બર હતા. એક પાયલટ અને બીજો વેપન સિસ્ટમ્સ ઓફિસર. બંનેએ સમય રહેતા ઈજેક્ટ કરી લીધું અને જમીન પર ઉતર્યા બાદ એક-બીજાનો સંપર્ક પણ બનાવી રાખ્યો.

પાયલટને થોડી જ કલાકોમાં રેસ્ક્યુ કરી લેવાયો, પરંતુ બીજા ક્રૂ મેમ્બરને શોધવા માટે ખુબ જ મુશ્કેલી આવી. તે પહાડી વિસ્તારમાં છૂપાઈને ઈરાની સુરક્ષાદળોથી બચતો રહ્યો. અંદાજિત એક દિવસથી વધુ સમય સુધી તેઓ દુશ્મનના વિસ્તારમાં એકલા રહ્યા, જ્યાં દરેક ક્ષણ પકડાઈ જવાનો ખતરો હતો.

આ પણ વાંચો: ટ્રમ્પનો 'સ્ટોન એજ' પ્લાન એક્ટિવ? દુનિયાભરથી મંગાવેલી મિસાઈલોનો ઈરાન નજીક ખડકલો

રેસક્યુ ઓપરેશન પર ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મિશનની માહિતી આપતા લખ્યું કે, અમે તેને શોધી કાઢ્યા. આ અમારા ઈતિહાસનો સૌથી સાહસી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનોમાંથી એક છે. આ બહાદુર સૈનિક દુશ્મનના વિસ્તારમાં ઈરાનના ખતરનાક પહાડોમાં છુપાયેલા હતા અને દુશ્મન સતત તેને શોધી રહ્યા હતા. તેને કેટલીક ઈજાઓ પણ થઈ છે, પરંતુ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.


અમેરિકાએ પાયલટનું કેવી રીતે કર્યું રેસ્ક્યુ?

અમેરિકન અધિકારીઓના અનુસાર, આ મિશનને અંજામ આપવા માટે સ્પેશિયલ ફોર્સની એક સ્પેશિયલ કમાન્ડો યુનિટનો મોકલાયા. આ દરમિયાન હવાથી ભારે ફાયર કવર આપવામાં આવ્યું અને જરૂર પડવા પર ઈરાન દળોને રોકવા માટે એરસ્ટ્રાઈક પણ કરવામાં આવી. જણાવાઈ રહ્યું છે કે, ઓપરેશન દરમિયાન અમેરિકન દળોએ ભારે ફાયરિંગ કર્યું, જેથી રેસ્ક્યુ ટીમ સુરક્ષિત રીતે સૈનિકો સુધી પહોંચી શકે.

આ સમગ્ર ઓપરેશનમાં અમેરિકન ઇન્ટેલિજેન્સ એજન્સી (CIA)ની પણ મહત્ત્વની ભૂમિકા રહી. અધિકારીઓના અનુસાર, CIAએ પહેલા 'એક ભ્રમ ફેલાવનારી વ્યૂહનીતિ' અપનાવી, જેમાં એવા સમાચાર ફેલાવાયા કે સૈનિકોને પહેલા જ શોધી લેવાયા છે. તેની સાથે જ પોતાની ખાસ ટેકનિકલ ક્ષમતાઓ દ્વારા તેનું સચોટ લોકેશન જાણી શકાય અને સેનાને માહિતી આપવામાં આવી.

આ પણ વાંચો: ઈરાન સાથે જંગ વચ્ચે ટ્રમ્પની પોતાની સત્તા ડગમગી, વ્હાઈટ હાઉસમાં 'રિજીમ ચેન્જ'ની અટકળો