World

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિવાદિત દાવો, 'તો હવે હોર્મુઝનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' કરી દેવું જોઈએ'

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુનીનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' રાખવાનું સૂચન કર્યું છે. સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું કે, આ જળમાર્ગ હવે અમેરિકાના સંપૂર્ણ નિયંત્રણમાં છે, તેથી તેનું નામ બદલવું જોઈએ. વિશ્વના તેલ અને ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ આ સ્ટ્રેટ પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડે છે. ટ્રમ્પના આ નિવેદનથી ફરી વિવાદ સર્જાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિવાદિત દાવો, 'તો હવે હોર્મુઝનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' કરી દેવું જોઈએ'

Trump Suggests Renaming Strait Of Hormuz To Trump Strait: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની (Strait of Hormuz) ને લઈને એક નવું વિવાદિત નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ટ્રમ્પે સવાલ ઉઠાવ્યો છે કે, હવે જ્યારે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ અમેરિકાના નિયંત્રણ હેઠળ આવી ગયો છે, તો શું હોર્મુઝ સામુદ્રધુનીનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' (TRUMP STRAIT) કરી દેવું જોઈએ?

ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, 'હવે જ્યારે આ વિસ્તાર અમેરિકાના સંપૂર્ણ નિયંત્રણમાં છે, તો શું આપણે હોર્મુઝ સામુદ્રધુનીનું નામ બદલીને 'TRUMP STRAIT' ન કરી દેવું જોઈએ?, ખુદ અમેરિકાની જેમ આ પણ પહેલા કરતાં વધુ 'હોટ' (હોટસ્પોટ/આકર્ષક) બનશે! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.' તેમણે આ પોસ્ટના અંતમાં પોતાની ઓળખ 'President DONALD J. TRUMP' તરીકે આપી હતી.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું વૈશ્વિક મહત્વ

હોર્મુઝ સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ અને ઊર્જા વેપાર માર્ગોમાંની એક છે.

ભૌગોલિક સ્થાન: આ જળમાર્ગ ફારસની ખાડી (Persian Gulf) ને ઓમાનની ખાડી અને અરબ સાગર સાથે જોડે છે.

વૈશ્વિક અસર: વિશ્વના તેલ અને ગેસ પુરવઠાનો એક મોટો હિસ્સો આ જ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. આથી, આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના સૈન્ય કે રાજકીય તણાવની સીધી અને ગંભીર અસર વૈશ્વિક ઊર્જા બજાર અને તેલના ભાવ પર પડી શકે છે.

ટ્રમ્પનું આ વિવાદિત નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે હોર્મુઝ ક્ષેત્રમાં અમેરિકી લશ્કરી ગતિવિધિઓ અને તણાવ સતત વધી રહ્યો છે.