World

ટ્રમ્પ દુનિયાને આપશે મોટો ઝટકો! અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, ખુદ આપ્યો સંકેત

By GS TEAM
30 Nov 20253 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં ટ્રમ્પ અમેરિકામાં વિદેશી પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવા ઈચ્છે છે. તેઓ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે. તેમનું માનવું છે કે, જો દેશમાં આવા લોકો રહેશે તો માહોલ ખરાબ થશે. એટલું જ નહીં આવા લોકોના કારણે અમેરિકન લોકોને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ ટ્રમ્પ માની રહ્યા છે, તેથી જ તેમણે ‘રાષ્ટ્રપ્રમુખને મળેલી સત્તાની કલમ’ને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરીને વિશ્વભરને ચેતવણી આપી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ દુનિયાને આપશે મોટો ઝટકો! અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, ખુદ આપ્યો સંકેત

Donald Trump Against Immigration : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં ટ્રમ્પ અમેરિકામાં વિદેશી પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવા ઈચ્છે છે. તેઓ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે. તેમનું માનવું છે કે, જો દેશમાં આવા લોકો રહેશે તો માહોલ ખરાબ થશે. એટલું જ નહીં આવા લોકોના કારણે અમેરિકન લોકોને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ ટ્રમ્પ માની રહ્યા છે, તેથી જ તેમણે ‘રાષ્ટ્રપ્રમુખને મળેલી સત્તાની કલમ’ને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરીને વિશ્વભરને ચેતવણી આપી દીધી છે.

ટ્રમ્પના ટ્વિથી વિશ્વભરમાં ખળભળાટ

ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખની સત્તાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, ‘ઈમિગ્રેશન અને નેશનાલિટી એક્ટ, કલમ 212(F) : જ્યારે પણ રાષ્ટ્રપતિને એમ લાગે કે, કોઈપણ વિદેશીઓને અથવા વિદેશીઓના વર્ગને અમેરિકામાં પ્રવેશ અટકાવવો છે અથવા તેઓ અમેરિકાના હિતો માટે નુકસાનકારક છે, ત્યારે રાષ્ટ્રપ્રમુખ જાહેરાત કરીને તમામ વિદેશીઓ અથવા વિદેશીઓના કોઈપણ વર્ગના ઈમિગ્રન્ટ્સ અથવા નોન-ઈમિગ્રન્ટ્સ તરીકેના પ્રવેશને સ્થગિત કરી શકે છે અથવા વિદેશીઓના પ્રવેશ પર તેવા કોઈપણ નિયંત્રણો લાદી શકે છે, જેને તેઓ યોગ્ય માને છે.’

વિદેશી પ્રવાસીઓને અટકાવવા માટે રાષ્ટ્રપ્રમુખ પાસે મર્યાદિત સત્તા

ઈમિગ્રેશન અને નેશનાલિટી એક્ટ, કલમ 212(F)ની વાત કરીએ તો, આ કલમ હેઠળ રાષ્ટ્રપ્રમુખને મર્યાદિત અધિકાર છે કે, તેઓ વિદેશી પ્રવાસીઓને અમેરિકામાં આવતા અટકાવી શકે. જ્યાં સુધી રાષ્ટ્રપ્રમુખને પોતાની મુજબ વિદેશી પ્રવાસીઓને અટકાવવો જરૂરી છે, ત્યાં સુધી અટકાવી શકે છે. ટ્રમ્પે એવું પણ લખ્યું છે કે, ‘અમેરિકાના ઈતિહાસનાં કોઈપણ વર્ષની તુલનાએ વર્તમાન સમયમાં અમેરિકામાં વિદેશીઓ સૌથી વધુ છે. હાલમાં લગભગ છ અમેરિકન નાગરિકોની તુલનાએ એક વિદેશી પ્રવાસી છે, તેથી તેને અટકાવવામાટે કડક પગલા ભરવામાં આવશે.’

આ પણ વાંચો : અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર: કેલિફોર્નિયામાં બર્થડે પાર્ટીમાં હુમલો, 4ના મોત, 10 ઈજાગ્રસ્ત

ટ્રમ્પના રડાર પર 19 દેશ

ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરના રોજ વોશિંગ્ટનમાં આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ ટ્રમ્પે વિદેશી પ્રવાસીઓને લઈને મોટી જાહેરાત કરી 28 નવેમ્બરે કહ્યું હતું કે, તેઓ ત્રીજી દુનિયા અથવા ગરીબ દેશોના પ્રવાસ પર કાયમી પ્રતિબંધ મુકશે. આ સાથે તેમણે 19 દેશોના ગ્રીન કાર્ડ તપાસ આદેશ આપ્યા છે. અફઘાનિસ્તાનના એક યુવકે અમેરિકન નેશનલ ગાર્ડ્સને ટાર્ગેટ કરીને ફાયરિંગ કર્યું હતું, જેમાં એક મહિલા સુરક્ષા કર્મચારીનું મોત થયું હતું.

આતંકી હુમલા બાદ ટ્રમ્પે આ દેશો પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદી હુમલા પછી અફઘાનિસ્તાન, વેનેઝુએલા, હૈતી, સોમાલિયા, આફ્રિકન અને એશિયન દેશોના લોકોની અમેરિકામાં એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકામાં શરણ લેવા માટે કરવામાં આવેલી લગભગ 223 અરજીઓની મંજૂરી પણ અટકાવી દીધી છે. અફઘાન પાસપોર્ટ ધારકોને નવા વિઝા આપવાનો ઈન્કાર કરી દેવાયો છે. તેમણે તે 19 દેશોના 33 લાખ ગ્રીન કાર્ડ ધારકોની તપાસ કરવા અને શંકાસ્પદોને ડિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, બાઈડેનના કાર્યકાળ દરમિયાન અમેરિકા આવેલા અફઘાનિસ્તાનના 2.33 લાખ શરણાર્થીઓની ફરીથી તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં 153 લોકોનો ભોગ લીધો, 191 હજુ ગુમ; ભારતીય હેલિકોપ્ટરે 8ને રેસ્ક્યૂ કર્યા