Get The App

BIG NEWS: 'અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે', યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, ટેરિફ અંગે જુઓ શું કહ્યું

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
BIG NEWS: 'અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે', યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, ટેરિફ અંગે જુઓ શું કહ્યું 1 - image

Donald Trump Big Statement: અમેરિકાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનમાં શાસન પરિવર્તનની પ્રક્રિયા અત્યંત 'ફળદાયી' રહી છે અને હવે અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં.

અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે: ટ્રમ્પ

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, 'યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને નજીકથી કામ કરશે, જેમના વિશે અમે નક્કી કર્યું છે કે ત્યાં ખૂબ જ ફળદાયી શાસન પરિવર્તન થયું છે! યુરેનિયમનું કોઈ સંવર્ધન કરવામાં આવશે નહીં, અને યુનાઈટેડ સ્ટેટ્સ, ઈરાન સાથે મળીને, જમીનમાં ઊંડે દટાયેલી તમામ પરમાણુ "ડસ્ટ" (B-2 બોમ્બર્સ દ્વારા) ખોદીને બહાર કાઢશે અને હટાવશે. તે અત્યારે, અને પહેલા પણ, અત્યંત સચોટ સેટેલાઇટ દેખરેખ હેઠળ છે. હુમલાની તારીખથી કંઈપણ અડવામાં આવ્યું નથી. અમે ઈરાન સાથે ટેરિફ (જકાત) અને પ્રતિબંધોમાં રાહત અંગે વાતચીત કરી રહ્યા છીએ અને કરીશું. 15 મુદ્દાઓમાંથી ઘણા મુદ્દાઓ પર પહેલેથી જ સહમતિ સધાઈ ગઈ છે. આ બાબતે તમારા ધ્યાન બદલ આભાર.'


ઈરાનને શસ્ત્રો પુરા પાડનાર દેશ પર 50 ટકા ટેરિફ: ટ્રમ્પ

આ અગાઉ તેમણે લખ્યું હતું કે, જે દેશ ઈરાનને લશ્કરી શસ્ત્રો સપ્લાય કરશે, તેના પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં વેચાતા કોઈપણ અને તમામ સામાન પર તાત્કાલિક અસરથી 50% ટેરિફ લાદવામાં આવશે. તેમાં કોઈ બાકાત કે મુક્તિ આપવામાં આવશે નહીં!.


ટ્રમ્પ જે કહે છે તે કરે જ છે: લિન્ડસે ગ્રેહામ

આ સિવાય ટ્રમ્પે લિન્ડસે ગ્રેહામની પોસ્ટને રિશેર કરી છે. જેમાં લિન્ડસે ગ્રેહામે લખ્યું છે કે, મેં હમણાં જ પ્રમુખ સાથે ખૂબ જ સરસ વાતચીત કરી. ઈરાની શાસનને હોર્મુઝ ખોલવા અને શાંતિ સમજૂતી કરવા માટે તેમણે જે અલ્ટીમેટમ આપ્યું છે, તેને હું સંપૂર્ણ સમર્થન આપું છું. જો ઈરાન નબળી પસંદગી કરશે તો તેમના પર મોટા પાયે લશ્કરી કાર્યવાહીની તૈયારી છે.

'ઓપરેશન એપિક ફ્યુરી' દ્વારા આ શાસન ગંભીર રીતે કચડાઈ ગયું છે. આ પ્રદેશ અને સમગ્ર વિશ્વ વિરુદ્ધ તેમનું આતંકનું શાસન સમાપ્ત થવું જોઈએ, આશા છે કે શાંતિ સમજૂતી દ્વારા તે શક્ય બને.

આજે સવારે પ્રમુખ ટ્રમ્પ સાથે વાત કર્યા પછી મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે જો ઈરાન હોર્મુઝમાં અવરોધ કરવાનું ચાલુ રાખશે અને અમારા લશ્કરી ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે રાજદ્વારી ઉકેલનો ઇનકાર કરશે, તો તેઓ શાસન સામે જબરદસ્ત સૈન્ય શક્તિનો ઉપયોગ કરશે. જો ઈરાન અને અન્યોને અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે પ્રમુખ ટ્રમ્પ જે કહે છે તે કરે જ છે, તો મને ખબર નથી કે તેમને ક્યારે સમજાશે. સમજદારીથી પસંદગી કરો.