World

હિંદ મહાસાગરમાં અમેરિકાનું સૈન્ય ઓપરેશન! તેલ ટેન્કર પર ઉતર્યા સૈનિકો, લગાવ્યા ગંભીર આરોપ

By GS TEAM
16 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકન સેનાએ હિંદ મહાસાગરમાં વેનેઝુએલા સાથે સંકળાયેલા 'વેરોનિકા III'(Veronica III) નામના એક વિશાળ તેલ ટેન્કરને રોકીને તેની તપાસ હાથ ધરી છે. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ જહાજ પર અંદાજે 19 લાખ બેરલ કાચું તેલ અને ફ્યુઅલ ઓઈલ લદાયેલું હતું. અમેરિકાનો આરોપ છે કે આ પોત ઈરાન અને વેનેઝુએલા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે તેલની હેરફેર કરી રહ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંદ મહાસાગરમાં અમેરિકાનું સૈન્ય ઓપરેશન! તેલ ટેન્કર પર ઉતર્યા સૈનિકો, લગાવ્યા ગંભીર આરોપ
(IMAGE - IANS)

US Navy Intercepts Veronica III: અમેરિકન સેનાએ હિંદ મહાસાગરમાં વેનેઝુએલા સાથે સંકળાયેલા 'વેરોનિકા III'(Veronica III) નામના એક વિશાળ તેલ ટેન્કરને રોકીને તેની તપાસ હાથ ધરી છે. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ જહાજ પર અંદાજે 19 લાખ બેરલ કાચું તેલ અને ફ્યુઅલ ઓઈલ લદાયેલું હતું. અમેરિકાનો આરોપ છે કે આ પોત ઈરાન અને વેનેઝુએલા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે તેલની હેરફેર કરી રહ્યું હતું.

પનામાના તેલ ટેન્કર પર સેનાની તવાઈ

આ કાર્યવાહી અંગે પેન્ટાગોને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, અમેરિકન અધિકારીઓ કેરેબિયન સમુદ્રથી જ આ ટેન્કર પર નજર રાખી રહ્યા હતા અને છેક હિંદ મહાસાગરમાં તેને રોકવામાં આવ્યું હતું. પનામાનો ધ્વજ ધરાવતું આ ટેન્કર વર્ષ 2023થી રશિયા, ઈરાન અને વેનેઝુએલાના તેલ પરિવહન સાથે જોડાયેલું હોવાનું મનાય છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ મુજબ, પ્રતિબંધિત તેલ ટેન્કરો પર 'સંપૂર્ણ બ્લોકેડ'(રોક) લગાવવાના ભાગરૂપે આ સખત પગલું ભરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 'ખાલિસ્તાની નિજ્જર પણ નિશાને હતો પરંતુ...', અમેરિકન એજન્સી સામે નિખિલ ગુપ્તાની વધુ એક કબૂલાત

અમેરિકાના પ્રતિબંધોનો કડક અમલ

નોંધનીય છે કે, 3 જાન્યુઆરી, 2026ના રોજ વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી હતી, તે જ દિવસે આ જહાજ ત્યાંથી નીકળ્યું હતું. અમેરિકન સંરક્ષણ વિભાગે ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય જળસીમા કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સુરક્ષિત નથી. જમીન, હવા કે સમુદ્ર—અમેરિકા દરેક જગ્યાએ પોતાના પ્રતિબંધોનો કડક અમલ કરશે અને ગેરકાયદે તત્ત્વોને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરવા દેશે નહીં. છેલ્લા એક સપ્તાહમાં આ પ્રકારની આ બીજી મોટી કાર્યવાહી છે.