Get The App

ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાનું મોટું નુકસાન, 2000 કરોડનું MQ-4C ટ્રાઇટન ક્રેશ, 25 ડ્રોન તૂટી પડ્યા

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાનું મોટું નુકસાન, 2000 કરોડનું MQ-4C ટ્રાઇટન ક્રેશ, 25 ડ્રોન તૂટી પડ્યા 1 - image
Image Source - northropgrumman.com

US Military Loss War Against Iran : ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાનું 2000 કરોડ રૂપિયાનું MQ-4C ટ્રાઈટન ડ્રોન ક્રેશ થતા અને 25 ડ્રોન તૂટી પડતા મોટું નુકસાન થયું છે. યુએસ નેવલ સિક્યુરિટી કમાન્ડ સત્તાવાર પુષ્ટી કરી છે કે, MQ-4C ટ્રાઈટન ડ્રોન ક્રેશ થયું હતું. આ અંગે યુએસ નેવલ સિક્યુરિટી કમાન્ડે સત્તાવાર પુષ્ટી કરી છે. તે વખતે ઈરાનની સેનાએ તેને તોડી પાડ્યું હોવાનો અને અમેરિકાએ ક્રેશ થયું હોવાનો અને કોઈને ઈજા ન થઈ હોવાનો દાવો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. 

મોંઘામાં મોઘું ડ્રોન ક્રેશ થયું છતાં ક્લાર-A કેટેગરીમાં રખાયું

9 એપ્રિલના રોજ MQ-4C ટ્રાઈટન ડ્રોન પર્સિયન ગલ્ફમાં પર ઉડી રહ્યું હતું. આ દરમિયાન તે અચાનક ફ્લાઈટ ટ્રેકિંગ સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયું હતું. યુએસ નેવલ સિક્યુરિટી કમાન્ડના રિપોર્ટમાં લખાયું છે કે, એક MQ-4C (ડ્રોન) ક્રેશ થયું. આમાં કોઈને ઈજા થઈ નથી. સુરક્ષાના કારણોસર લોકેશન જાહેર કરવામાં આવ્યું નથી. આ ઘટનાને ક્લાસ-A મિસહૈપ (ઉડ્ડયન દરમિયાન થયેલી દુર્ઘટનાઓ) માનવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, 25 લાખ ડૉલરથી વધુનુ નુકસાન થયું હોવા છતાં તેને આ કેટેગરીમાં રખાઈ છે.

ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાનું મોટું નુકસાન, 2000 કરોડનું MQ-4C ટ્રાઇટન ક્રેશ, 25 ડ્રોન તૂટી પડ્યા 2 - image

આ પણ વાંચો : હવે હોર્મુઝમાં શું થશે : અમેરિકાએ 10 હજાર કમાન્ડો ઉતાર્યા : યુદ્ધ માટે પૂરી તૈયારીનો દાવો કર્યો

MQ-4C ડ્રોનની ખાસિયત

  • નૉથ્રૉપ ગ્રુમ્મન કંપનીએ બનાવેલું MQ-4C ડ્રોન દેખાવમાં લગભગ ‘RQ-4 ગ્લોબલ હૉક’ જેવી જ છે, જોકે બંનેમાં ક્ષમતાઓ જુદી જુદી છે.
  • MQ-4Cમાં લાંબા સમય સુધી ખૂબ ઊંચાઈ પર ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે.
  • આ ડ્રોન 50,000 ફૂટ ઉપર ઉડી શકે છે અને સતત 24 કલાક સુધી આકાશમાં રહી શકે છે.
  • તેનામાં 7400 દરિયાઈ માઈલ જેટલું અંતર કાપવાની ક્ષમતા છે.
  • આ ડ્રોન મુખ્યત્વે દરિયામાં દેખરેખ રાખે છે, ગુપ્ત માહિતી એકત્ર કરે છે અને જો કોઈ ખતરો દેખાય તો તાત્કાલીક માહિતી મળી જાય છે.
  • તેમાં મલ્ટી-ઈન્ટેલિજન્સ સેન્સર છે, એટલે કે તે 360 ડિગ્રી સુધી ખૂબ જ મોટા વિસ્તાર પર તમામ પ્રકારની નજર રાખી શકે છે.
  • સૌથી મોટી ખાસીયત એ છે કે, તે રીયલ ટાઈમ ડેટા અન્ય સૈન્ય જહાજો અને વિમાનોને પહોંચાડી શકે છે, જેનાથી અમેરિકન સેના દરિયાઈ વિસ્તારોમાં સતત સરળતાથી નજર રાખીને માહિતી મેળવી શકે છે.
  • નૉથ્રૉપ ગ્રુમ્મને કહ્યું છે કે, MQ-4C ડ્રોન અન્ય ડ્રોન કરતા ચાર ઘણા વધુ વિસ્તારને કવર કરે છે અને તેનો ખર્ચ પણ ઓછો આવે છે.

આ પણ વાંચો : ટ્રમ્પે કરી મોટી જાહેરાત- 'હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું', જાણો ચીન વિશે શું કહ્યું

ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાનું મોટું નુકસાન, 2000 કરોડનું MQ-4C ટ્રાઇટન ક્રેશ, 25 ડ્રોન તૂટી પડ્યા 3 - image
Image Source - www.ga-asi.com

અમેરિકાએ 24 MQ-9 રીપર ડ્રોન પણ ખોયા

ચોંકાવનારી વાત એ છે કે, ચીનની સમાચાર એજન્સી શિન્હુઆએ સીબીએસ સમાચારને ટાંકીને કહ્યું છે કે, ‘અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ શરૂ થયું, ત્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહથી અત્યાર સુધીમાં અમેરિકાએ 24 MQ-9 રીપર ડ્રોન પણ ખોયા છે. તેની કુલ કિંમત 720 મિલિયન ડૉલર એટલે કે લગભગ 6727 કરોડ રૂપિયા છે. આ ડ્રોન માત્ર દેખરેખ જ નહીં, ચોક્કસ હુમલા કરવાની પણ ક્ષમતા ધરાવે છે.