World

ઈઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો નિર્ણય, સૈયદ માજિદ એબાન અલ-રેઝાને બનાવ્યા સંરક્ષણ મંત્રી

By GS TEAM
2 Mar 20267 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો નિર્ણય, સૈયદ માજિદ એબાન અલ-રેઝાને બનાવ્યા સંરક્ષણ મંત્રી

Image :  IRANI MEDIA PRESS TV


US-Israel Attacks Iran Latest Updates : મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે.


US-Israel Attacks Iran UPDATES :

ઈરાને વચગાળાના સંરક્ષણ મંત્રીની નિમણૂક કરી

ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર, સૈયદ માજિદ એબાન અલ-રેઝાને ઈરાનના વચગાળાના સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

હિઝબુલ્લાહ ચીફ માર્યો ગયો: IDFનો દાવો

IDFએ દાવો કર્યો છે કે, બેરૂતમાં એક ચોક્કસ હુમલામાં હિઝબુલ્લાહ ચીફ હુસૈન મકલેદ માર્યો ગયો છે. 

IDFના દાવા અનુસાર, લેબનોનથી ઇઝરાયલ પર છોડવામાં આવેલા રોકેટના જવાબમાં IDFએ બેરૂતમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ આતંકવાદીઓ, ડઝનબંધ હિઝબુલ્લાહ અને ઈરાની આતંકવાદી શાસન કમાન્ડ સેન્ટરો પર ચોક્કસ હુમલા કર્યા.

નેતન્યાહૂની ઓફિસ પર મિસાઈલ હુમલાનો દાવો 

ઈરાની સેના આઈઆરજીસીએ મોટો દાવો કરતાં કહ્યું છે કે ઈરાનની મિસાઈલોએ હવે સીધા ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂના કાર્યાલયને નિશાન બનાવ્યું છે. જોકે ઈઝરાયલે આ દાવો ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે ઈરાનની ખૈબર મિસાઈલ અહીં સુધી પહોંચી જ નથી શકી. જોકે ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં હાલમાં મિસાઈલ હુમલાના એલર્ટને લઈને સાયરન વાગી રહ્યા છે. 

અબુ ધાબીમાં 9 માર્ચ સુધી હિન્દુ મંદિર બંધ રહેશે

અબુ ધાબીમાં આવેલા મંદિરને 9 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને યુદ્ધની સ્થિતિને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ 9 માર્ચ સુધી મંદિરની મુલાકાત લઈ નહીં શકે. 

અમેરિકા-ઈઝરાયલે અમારા પરમાણુ મથક પર હુમલો કર્યો: ઈરાની રાજદૂત

યુદ્ધ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાનના રાજદૂતે IAEA પર જવાબ આપ્યો કે, 'રવિવારે અમેરિકા-ઈઝરાયલે અમારા પરમાણુ મથક પર હુમલો કર્યો છે. ઈસ્ફહાન શહેરમાં નતાન્જ ન્યૂક્લિયર ફેસિલિટી પર હુમલો થયો છે.' સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઈરાનમાં પરમાણુ રેડિયેશન ચેતવણી જાહેર કરાઈ છે. IAEA કહે છે કે ઘણા શહેરો ખાલી કરાવવા પડી શકે છે તેવો દાવો કરાયો છે.

ઈરાનના હુમલા વચ્ચે કુવૈતની ચોંકાવનારી કબૂલાત

ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાને મોટું નુકસાન થયાની માહિતી સામે આવી રહી છે. હવે કુવૈતે સ્વીકાર્યું છે કે અમેરિકાના એક કે બે નહીં પણ ઘણાં ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા છે. ઈરાન દ્વારા સતત આક્રમક રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે.  

સાઉદીમાં યમનના હુમલાનો દાવો 

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો અનુસાર સાઉદી અરબમાં પણ ઈરાન સમર્થક હૌથીઓએ યમનથી સીધો હુમલો કર્યો હતો. આ હુમલામાં સાઉદીની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી અરામકોને નિશાન બનાવવામાં આવી હતી.  

અમેરિકન એમ્બેસીમાં આગ લાગી

ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા કરતાં કુવૈતમાં અમેરિકાને મોટું નુકસાન થયું. કુવૈૈૈૈૈતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીને આગ લાગી ગઇ હતી. પહેલા ડ્રોન એટેક બાદ પણ અહીં જ મોટા ધડાકા થયા હતા. 

લેબેનોનમાં ઈઝરાયલના હુમલામાં 31ના મોત, 150 જેટલાં ઈજાગ્રસ્ત 

લેબનાનની નેશનલ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઈઝરાયલના હવાઈ હુમલાઓમાં બેરૂતના દક્ષિણી પરા વિસ્તારો અને દક્ષિણ લેબનોનને નિશાન બનાવ્યા છે, જેના કારણે ભારે જાનહાનિ થઈ છે. આ હુમલાઓમાં બેરૂતના દક્ષિણી પરા વિસ્તારોમાં થયેલા હુમલામાં 20 લોકોના મોત થયા છે અને 91 લોકો ઘાયલ થયા છે. જ્યારે દેશના દક્ષિણી ભાગમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 58 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાહ દ્વારા ઉત્તર ઈઝરાયલ પર રોકેટ હુમલાનો દાવો કરવામાં આવ્યા બાદ ઈઝરાયલે લેબનાન પર આ હુમલા શરૂ કર્યા છે.

કુવૈતમાં અમેરિકન એમ્બેસી પર ડ્રોન હુમલો, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં 

ઈરાન હવે હાથ ધોઈને અમેરિકા પાછળ પડી ગયું હોય તેવું લાગે છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે મધ્યપૂર્વના વિવિધ દેશોમાં તેણે અમેરિકાના ઠેકાણાઓને બેફામ રીતે નિશાન બનાવવાની શરૂઆત કરી છે. આજે યુદ્ધના ત્રીજા દિવસે બહેરીન અને કુવૈતમાં અમેરિકાના ઠેકાણાઓ તથા એમ્બેસી પર સતત હુમલા વધારી દેવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં જ અમેરિકાની એમ્બેસી પર ડ્રોનથી હુમલો કરાયાના દૃશ્યો સામે આવ્યા છે. 

બહેરીનમાં યુએસના બેઝ પર ભયાનક મિસાઈલ હુમલો 


પ્લેન તૂટી પડતાં અમેરિકાને 100 મિલિયન ડૉલરનું નુકસાન 


કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ, તોડી પાડ્યું હોવાની આશંકા 

યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે જેની પાછળ ઇરાનનો હાથ હોઈ શકે છે. 


યુદ્ધ વચ્ચે અમેરિકાના સૈન્ય અધિકારીઓ કેમ ટેન્શનમાં? 

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ગંભીરતાને લઈને વોશિંગ્ટન પોસ્ટ (The Washington Post) ના અહેવાલમાં કેટલાક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. પેન્ટાગોન અને ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યોમાં એવી આશંકા વધી રહી છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ "નિયંત્રણ બહાર" (Spiral out of control) જઈ શકે છે. અમેરિકી સૈન્ય નેતાઓ ચિંતિત છે કે જો આ લડાઈ આગામી કેટલાક અઠવાડિયા સુધી સતત ચાલતી રહેશે, તો તેનાથી અમેરિકાના હવાઈ સંરક્ષણ (Air Defense) ના સાધનો અને ઈન્વેન્ટરી પર મોટું દબાણ આવી શકે છે. લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષને કારણે સંસાધનોની અછત સર્જાય તેવી શક્યતાને પગલે સૈન્ય વ્યૂહરચનાકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ઈઝરાયલના શહેર ખાલી કરોના આદેશ બાદ બેરુતમાં નાસભાગ મચી

ઈરાન સમર્થક હિઝબુલ્લાહ સંગઠન પણ હવે આ યુદ્ધમાં ખુલીને સામે આવી જતાં ઈઝરાયલ પર બેફામ હુમલા કરી રહ્યું છે. તેના બાદથી ઈઝરાયલે પણ હિઝબુલ્લાહને ટારગેટ કરતાં વળતો પ્રહાર કર્યો છે. આ દરમિયાન ઈઝરાયલ તરફથી લેબેનોનમાં બેરુત શહેરને ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો જેથી નાગરિકોની જાનહાનિ ટાળી શકાય. ઈઝરાયલના આદેશને પગલે બેરુતમાં નાસભાગ જેવી અફરાતફરી સર્જાઈ હતી અને ભયાનક ટ્રાફિક જામીના દૃશ્યો સર્જાયા હતા. 

સાઈપ્રસમાં બ્રિટનના બેઝ પર હુમલો

સાઈપ્રસે પુષ્ટી કરી છે કે અમારે ત્યાં એક બ્રિટિશ સૈન્ય ઠેકાણે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જોકે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી. આ ઘટના પ્રાદેશિક સુરક્ષા અને રાજકીય સ્થિરતાના સંદર્ભમાં ચિંતાનો વિષય બની ગયા છે. 

ફ્રાન્સે યુદ્ધજહાજ રવાના કર્યું 

બીજી બાજુ ફ્રાન્સે આ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલને ટેકો કરતાં યુદ્ધજહાજ રવાના કરી દીધું છે જે મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિને વધુ ભડકાવનારું પગલું સાબિત થઇ શકે છે. 


VIDEO : અમેરિકાએ ઈરાની એરબેઝ પર કરી સ્ટ્રાઈક

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાન વિરુદ્ધ એર સ્ટ્રાઈકનો વીડિયો શેર કર્યો હતો. જેમાં ઈરાની એરબેઝ, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન સાઇટ અને અન્ય સૈન્ય ઈમારતો પર હુમલો બતાવાયો છે. 


લેબેનોનના બેરુતમાં ઈઝરાયલના પ્રચંડ હુમલા 

ઉલ્લેખનીય છે કે ખામેનેઈના મોત બાદ લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠને પણ ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવતા રોકેટ અને મિસાઈલ હુમલા કરવાનું શરુ કરી દીધું છે જેના લીધે ઈઝરાયલની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે હવે ઈઝરાયલે તેમના હુમલાનો જવાબ આપતા લેબેનોનની રાજધાની બેરુતમાં પ્રચંડ હુમલો કર્યો હતો જેના દૃશ્યો સામે આવ્યા છે. 


કુવૈત અને બહેરીનમાં ઈરાનના હુમલા, અમેઝોનનું ડેટા સેન્ટર ઠપ

ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર અનેક ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો દાગી છે. IRGCનો દાવો છે કે તેમણે કુવૈતનું 'અલી અલ-સલેમ' એરબેઝ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું છે. બીજી તરફ, UAEમાં હુમલાના કારણે એમેઝોનની ક્લાઉડ યુનિટ AWS ના ડેટા સેન્ટરમાં આગ લાગી છે, જેનાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ છે. બહેરીનમાં પણ અમેરિકી નૌકાદળના અડ્ડા પર હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર – '4 અઠવાડિયામાં જંગ ખતમ કરીશું':

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ ઈરાનના 9 મોટા નૌસૈનિક જહાજો ડુબાડી દીધા છે અને તેમનું નેવી હેડક્વાર્ટર ધ્વસ્ત કરી દીધું છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યુમાં સંકેત આપ્યો કે આ ઓપરેશન આગામી 4 અઠવાડિયા કે તેથી ઓછા સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે. અત્યાર સુધી અમેરિકાએ ઈરાનના 1000 થી વધુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે.

ઈઝરાયલનો તેહરાન પર ભીષણ પ્રહાર 

ઈઝરાયલી સેનાએ રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ તેહરાન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં એક હોસ્પિટલ અને ઈરાનના સરકારી ટીવી મુખ્યાલયને નુકસાન થયું છે, જેના કારણે ટીવી પ્રસારણ બંધ થઈ ગયું છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "અમે આતંકી શાસનને જડમૂળથી ઉખેડી નાખવાનું વચન આપ્યું હતું અને તે અમે કરીને જ રહીશું."

560 અમેરિકન સૈનિકોના મોતનો ઈરાનનો દાવો

ઈરાનના IRGC એ દાવો કર્યો છે કે તેમના મિસાઈલ અને ડ્રોન હુમલામાં અત્યાર સુધીમાં 560 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. તેમણે અમેરિકન યુદ્ધ જહાજ 'USS અબ્રાહમ લિંકન' પર ચાર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હોવાનું પણ જણાવ્યું છે, જોકે અમેરિકાએ આ દાવાને નકારી કાઢ્યો છે.

વૈશ્વિક નિંદા અને ભારતીય ફ્લાઈટ્સ પર અસર

અમેરિકા, સાઉદી અરેબિયા, UAE, કતાર અને કુવૈત સહિત 7 દેશોએ ઈરાનના મિસાઈલ હુમલાની સખત નિંદા કરી છે. દરમિયાન, એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વના દેશો (UAE, સાઉદી, ઈઝરાયલ, કતાર) માટેની તમામ ફ્લાઈટ્સનું સસ્પેન્શન 2 માર્ચની રાત્રિ સુધી વધારી દીધું છે.