World

અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની શરુઆત? ટ્રમ્પે ઈરાનને આપ્યા 'વાતચીત'ના સંકેત

By GS TEAM
2 Mar 20263 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને સ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ઈરાનના બચેલા નેતૃત્વ સાથે વાતચીત કરવા તૈયાર છે. જોકે, બીજી તરફ ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની શરુઆત? ટ્રમ્પે ઈરાનને આપ્યા 'વાતચીત'ના સંકેત

Middle East War 2026: મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને સ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ ઈરાનના બચેલા નેતૃત્વ સાથે વાતચીત કરવા તૈયાર છે. જોકે, બીજી તરફ ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.

ઈઝરાયલની રણનીતિ અને ખામેનેઈનું મોત

મીડિયા રિપોર્ટ્સ મુજબ, CIA છેલ્લા ઘણા મહિનાઓથી ખામેનેઈ પર નજર રાખી રહી હતી. જેવી ખામેનેઈની તેમના કમ્પાઉન્ડમાં સંરક્ષણ સહાયકો સાથે બેઠક મળી, તુરંત જ ઈઝરાયલે હુમલો કર્યો હતો. ઈઝરાયલની સેનાએ આ ઓપરેશનમાં ભારે ચાલાકી વાપરી હતી. જાસૂસોથી બચવા માટે અધિકારીઓને તેમની કાર નિયત જગ્યાએ પાર્ક ન કરવા જણાવાયું હતું અને ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. પરિણામે, હુમલાના પ્રથમ 30 સેકન્ડમાં જ ઈરાનના 30 ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયા હતા. ટ્રમ્પના દાવા મુજબ, બે દિવસના બોમ્બમારોમાં ઈરાનના કુલ 48 નેતાઓ અને 9 યુદ્ધ જહાજો નષ્ટ થયા છે.

નાગરિકોની જાનહાનિ અને યુદ્ધની વ્યાપક અસર

આ ભીષણ યુદ્ધમાં સામાન્ય નાગરિકોએ મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં એક ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ પર થયેલા બોમ્બમારોમાં 165 લોકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના એમ્બેસેડરે આક્ષેપ કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયલે જાણીજોઈને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાનના વળતા મિસાઇલ હુમલામાં 9 ઈઝરાયલી નાગરિકો અને 3 અમેરિકન સૈનિકોના પણ મોત થયા છે. યુદ્ધ હવે લેબેનૉન સુધી ફેલાયું છે, જ્યાં ઈઝરાયલે હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા શરુ કર્યા છે.

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો અને પરિવહનમાં અવરોધ

આ સંઘર્ષની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઈરાને અમેરિકન સૈન્ય મથકો ધરાવતા દેશો જેવા કે કુવૈત, અબુ ધાબી અને દુબઈના ઍરપોર્ટ પર પણ મિસાઇલો છોડી છે, જેના કારણે વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગો પર હુમલાના ભયથી 150 જેટલા ઓઇલ ટેન્કરો અટવાઈ ગયા છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. મેર્સ્ક જેવી મોટી શિપિંગ કંપનીઓએ આ વિસ્તારમાં તેમની અવરજવર બંધ કરી દીધી છે.

આ પણ વાંચો: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ નહીં નડે

ઈરાનનું ભાવિ અને ટ્રમ્પનો વિશ્વાસ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યારે કામચલાઉ રીતે નેતૃત્વ સંભાળ્યું છે અને નવા સર્વોચ્ચ નેતાની નિમણૂક માટેની પ્રક્રિયા તેજ કરી દીધી છે. ઈરાની સંસદના સ્પીકરે ચેતવણી આપી છે કે નેતન્યાહૂ અને ટ્રમ્પે 'રેડ લાઇન' ઓળંગી છે અને તેમણે આનું પરિણામ ભોગવવું પડશે. તેમ છતાં, ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે આ ઈરાની જનતા માટે 47 વર્ષ જૂના ઇસ્લામિક શાસનને ઉથલાવી દેવાની મોટી તક છે. અમેરિકામાં મોંઘવારી વધવાનો ભય હોવા છતાં, ટ્રમ્પ પોતાની રણનીતિ પર મક્કમ છે.