ટ્રમ્પની તમામ ટ્રિપ કેન્સલ, વ્હાઈટ હાઉસમાં ઈમરજન્સી મીટિંગ, શું ફરી ઈરાન પર હુમલાની તૈયારી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
US-Iran Tensions Escalate: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ એકવાર ફરી ખૂબ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન ઈરાન પર નવા સૈન્ય હુમલા કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. જોકે, બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો હજુ પૂરી રીતે બંધ નથી થયો, પરંતુ વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનમાં અચાનક વધેલી હલચલના કારણે મોટા સૈન્ય એક્શનની આશંકાઓ પ્રબળ બની છે.
વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની હાઇ-લેવલ બેઠક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે પ્રમુખ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રાધ્યક્ષીય સુરક્ષા સલાહકારો અને ટોચના સૈન્ય અધિકારીઓ સાથે વ્હાઇટ હાઉસમાં એક અત્યંત મહત્ત્વની બેઠક યોજી હતી. આ હાઇ-લેવલ મીટિંગમાં ઉપપ્રમુખ જેડી વેન્સ, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, સીઆઇએ (CIA) ડાયરેક્ટર જોન રેટક્લિફ અને ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઇલ્સ સહિતના દિગ્ગજ અધિકારીઓ હાજર રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકન સેનાના કેટલાક જવાનોની મેમોરિયલ ડેની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે અને વિદેશોમાં તહેનાત અમેરિકી સૈન્ય મથકોને એલર્ટ રહેવા જણાવાયું છે.
ટ્રમ્પે દીકરાના લગ્ન સહિતના તમામ કાર્યક્રમો રદ કર્યા
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે પ્રમુખ ટ્રમ્પે પોતાના તમામ ખાનગી કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ ન્યૂ જર્સી જવાના હતા પરંતુ અચાનક પ્લાન બદલીને વૉશિંગ્ટન પરત ફર્યા છે. એટલું જ નહીં, તેમણે પોતાના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં જવાનો કાર્યક્રમ પણ કેન્સલ કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, 'સરકારી પરિસ્થિતિઓ અને અમેરિકા પ્રત્યેના મારા પ્રેમને કારણે મારું વ્હાઇટ હાઉસમાં રહેવું ખૂબ જરૂરી છે.' આ દરમિયાન ટ્રમ્પના નજીકના સલાહકારે સોશિયલ મીડિયા પર B-2 સ્ટીલ્થ બોમ્બર્સ વિમાનનો એક વીડિયો શેર કર્યો છે, જેનાથી હુમલાની આશંકા વધુ તેજ થઈ છે.
ઈરાનને લઈને ટ્રમ્પના વલણમાં કેમ આવ્યો અચાનક બદલાવ?
અહેવાલો મુજબ, ટ્રમ્પ હવે ઈરાન પર નવા હુમલા કરવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે. જોકે, મંગળવારે તેમણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથેની વાતચીતમાં વ્યૂહનીતિને વધુ એક તક આપવાની વાત કહી હતી, પરંતુ ગુરુવાર રાત સુધીમાં તેમનું વલણ અચાનક ઘણું કડક થઈ ગયું હતું. ટ્રમ્પે શુક્રવારે નિવેદન આપ્યું હતું કે, 'ઈરાન ડીલ કરવા માટે બેતાબ છે. અમે તેમને અગાઉ જોરદાર ફટકો આપ્યો હતો અને અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે ઈરાન કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર ન રાખી શકે.'
આ પણ વાંચો: ભારત સાથે સંબંધો સુધારવા અમેરિકા મેદાનમાં, ઉપપ્રમુખ માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા
યુદ્ધ ટાળવા પાકિસ્તાન અને કતારની મધ્યસ્થી
એકતરફ જ્યાં અમેરિકા યુદ્ધના મૂડમાં દેખાઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાન અને કતાર જેવા દેશો બેકચેનલ ડિપ્લોમેસી (પડદા પાછળની વાટાઘાટો) દ્વારા સક્રિય થયા છે. પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીર પણ તાબડતોબ તેહરાન પહોંચ્યા છે. આ મુલાકાતને બંને દેશો વચ્ચે જંગ ટાળવાના આખરી પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે. આ તમામ વૈશ્વિક હલચલ વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો હાલમાં ભારતના પ્રવાસે છે.









