Get The App

'અમે અમેરિકાનું વધુ એક F-16 ફાઈટર જેટ તોડી પાડ્યું...', યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
'અમે અમેરિકાનું વધુ એક F-16 ફાઈટર જેટ તોડી પાડ્યું...', યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો 1 - image

US-Iran War: અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ કહ્યું છે કે તેમણે અમેરિકાના વધુ એક અત્યાધુનિક F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઈરાને F-35 અને F-15 જેવા શક્તિશાળી ફાઈટર જેટ્સને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો, જો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાનના આ દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે F-15 ધ્વસ્ત કર્યું હોવાનો દાવો

IRGCએ આજે રવિવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાનના દક્ષિણ કિનારે તેમના એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાના એક F-15 લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. ઈરાની ન્યૂઝ એજન્સી ફાર્સના અહેવાલ મુજબ, અમેરિકન F-15 વિમાનને ઈરાનના એર ડિફેન્સ ફોર્સની 'સરફેસ ટુ એર' (સપાટીથી હવામાં) માર કરનારી મિસાઈલ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું હતું.

F-35નું રહસ્ય, ઈરાનનો દાવો કે ઇમરજન્સી લેન્ડિંગ?

આ અગાઉ ઈરાને અમેરિકાના સૌથી ઘાતક ગણાતા F-35 સ્ટીલ્થ ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ઈરાની સરકારી મીડિયાએ આને મોટી જીત ગણાવી હતી. જો કે આ બાબતે અમેરિકાનું સ્ટેન્ડ અલગ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે ગુરુવારે (19 માર્ચ, 2026) જણાવ્યું હતું કે, એક F-35 ફાઈટર જેટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું અને પાયલટ સુરક્ષિત છે. અમેરિકાએ હજુ સુધી લેન્ડિંગનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ઈરાન નહીં આ અરબ દેશમાં સત્તા પરિવર્તનના ભણકારા! 60% વસતી ધરાવતા શિયા મુસ્લિમો નારાજ

યુદ્ધમાં અમેરિકાને પણ મોટું નુકસાન

28 ફેબ્રુઆરી, 2026થી મધ્ય પૂર્વમાં ઈરાન સાથે ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ અને અન્ય વિમાનોને નુકસાન થયું છે. ઈરાનનો દાવો છે કે ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલાઓના જવાબમાં તેમણે અમેરિકાની થાડ (THAAD) રડાર સિસ્ટમ સહિત F-15, F-16 અને F-35 જેવા અત્યાધુનિક વિમાનોને તોડી પાડ્યા છે. આંકડાની વાત કરીએ તો આ યુદ્ધમાં અમેરિકાના બે ડઝનથી વધુ વિમાનો તોડી પાડવામાં આવ્યા છે અથવા ક્ષતિગ્રસ્ત થયા છે. તેમાંથી ઓછામાં ઓછા 17 વિમાનોને ઈરાને સીધા હુમલામાં તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.