Get The App

અમેરિકાએ કેમ રોકવું પડ્યું મિડલ ઈસ્ટ યુદ્ધ? જાણો ટ્રમ્પના યુટર્ન પાછળના કારણ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાએ કેમ રોકવું પડ્યું મિડલ ઈસ્ટ યુદ્ધ? જાણો ટ્રમ્પના યુટર્ન પાછળના કારણ 1 - image
AI તસવીર 

US Iran War: ઈરાન સાથેના યુદ્ધ પર અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 8 કલાકની અંદર જ મોટો યુ-ટર્ન લીધો છે. અગાઉ શક્તિ દ્વારા શાંતિ લાવવાની જાહેરાત કરનારા ટ્રમ્પે હવે શાંતિ માટે શક્તિનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના દાવા પ્રમાણે ઈરાન સાથે યુદ્ધવિરામ પર વાતચીત ચાલી રહી છે, જે અઠવાડિયા સુધી ચાલશે. આ જ કારણ છે કે ઈરાનના કોઈપણ ઉર્જા ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે નહીં. ઈરાને તેને ટ્રમ્પની હાર ગણાવી છે અને ત્યાંના સરકારી મીડિયા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ જંગમાંથી પીછેહઠ કરી રહ્યા છે.

અમેરિકા યુદ્ધમાં પાછળ ધકેલાઇ રહ્યું હતું

24 દિવસના આ યુદ્ધમાં ઈરાને ડ્રોન, મિસાઈલ અને હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરીને અમેરિકાને ઘૂંટણિયે લાવી દીધું છે. આ જ કારણ છે કે સોમવાર સવાર સુધી યુદ્ધ વધારવાની વાત કરનારા ટ્રમ્પ 8 કલાક પછી યુદ્ધ વિરામની વાત કરવા લાગ્યા. સવાલ એ ઊઠી રહ્યો છે કે આ બધું આખરે થયું કેવી રીતે?

યુદ્ધમાં આગળ વધતા કેમ અટકી ગયું અમેરિકા?

જ્યારે યુદ્ધની શરૂઆત (28 ફેબ્રુઆરી 2026) થઈ હતી, ત્યારે ઈઝરાયલી મોસાદે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે શરૂઆતી હવાઈ હુમલા બાદ ઈરાનની જનતા રસ્તા પર ઉતરી આવશે અને જો જનતા રસ્તા પર ઉતરે તો ઇસ્લામિક રિપબ્લિકની સરકાર સત્તા પરથી દૂર થઈ જશે.

મોસાદનું યુદ્ધ ગણિત સંપૂર્ણપણે નિષ્ફળ

આ જ સ્ક્રિપ્ટ પર આગળ વધતા ઈઝરાયલ અને અમેરિકાએ યુદ્ધના પહેલા જ દિવસે સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યા કરી દીધી. અમેરિકાએ અલી લારીજાનીની પણ હત્યા કરી, તેમ છતાં ઈરાનની જનતા રસ્તા પર ન ઉતરી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, મોસાદનું યુદ્ધ ગણિત સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું. હાલના સંજોગોમાં ટ્રમ્પ પાસે એક જ વિકલ્પ હતો કે યુદ્ધમાં આગળ વધવું, જેના માટે અમેરિકાએ ઈરાનની ધરતી પર સૈનિકો મોકલવા પડત. જો સૈનિકો માર્યા જાય તો દુનિયાભરમાં ટ્રમ્પ અને અમેરિકાની બદનામી થાય તેમ હતી.

અમેરિકા પર અખાતી દેશોનું દબાણ

અમેરિકા પર ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા જેવા અખાતી દેશોનું ભારે દબાણ હતું. આ દેશોનું કહેવું હતું કે યુદ્ધનો ફાયદો ઈઝરાયલને થઈ રહ્યો છે, પરંતુ નુકસાન અમારે ભોગવવું પડી રહ્યું છે. અખાતી દેશોએ એવા પણ સંકેત આપ્યા હતા કે તેઓ અમેરિકા સાથેના સંબંધોની સમીક્ષા કરી શકે છે. ખાડી વિસ્તારમાં અમેરિકા અને ટ્રમ્પનું ભારે રોકાણ છે. 'ધ ટેલિગ્રાફ' મુજબ જો અમેરિકા ઈરાનના ઉર્જા મથકો પર હુમલો કરે, તો તેહરાને અખાતી દેશોને પાંગળા બનાવવાની યોજના તૈયાર કરી હતી. જે હેઠળ ઈરાન બહેરીન, જોર્ડન, સાઉદી, કતાર અને કુવૈતના તેલ-ગેસના ઠેકાણાઓ પર હુમલો કરવા તૈયાર હતું.

હોર્મુઝ પર અમેરિકન જહાજોને ખતરો

વોશિંગ્ટન પોસ્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષા સલાહકાર ડેન કેન સાથે હોર્મુઝ સ્ટ્રેટ બાબતે બેઠક કરી હતી. જ્યારે ટ્રમ્પે પૂછ્યું કે ત્યાં યુદ્ધ જહાજો કેમ મોકલવામાં નથી આવતા, ત્યારે કેને જણાવ્યું કે હોર્મુઝનો ઉકેલ યુદ્ધ જહાજથી નહીં આવે. હોર્મુઝ અત્યંત સાંકડો રસ્તો છે, જો ત્યાં જહાજ મોકલવામાં આવે તો તે લાંબા સમય સુધી ત્યાં ફસાઈ શકે છે, જેનાથી વિશ્વભરમાં હાહાકાર મચી જાય. ઈરાનની એક નાની હોડી પણ અમેરિકન જહાજને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો વધુ એક મોટો દાવો, 'અમે ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી, 5 દિવસમાં થઈ શકે છે ડીલ'

નાટો અને વિશ્વના અનેક દેશોએ હાથ ઊંચા કર્યા

ટ્રમ્પને આશા હતી કે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં નાટો અથવા અન્ય દેશોનો સાથ મળશે. પરંતુ જ્યારે મદદનો સમય આવ્યો ત્યારે તમામ દેશોએ હાથ પાછા ખેંચી લીધા. હોર્મુઝની લડાઈમાં કોઈએ અમેરિકાનું સમર્થન ન કર્યું. શરૂઆતમાં ટ્રમ્પ નાટો અને યુરોપ પર રોષે ભરાયા હતા, પરંતુ આખરે તેમણે પોતાનો નિર્ણય બદલવો જ પડ્યો.