Get The App

અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 1 - image


US Government declassifies UFO UAP files : વર્ષોથી જે રહસ્ય પર પડદો હતો, તે આખરે દુનિયાની સામે આવી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર ( સંરક્ષણ મંત્રાલય ) દ્વારા UFO અને UAP સાથે જોડાયેલી અગાઉની ગુપ ફાઇલો જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાની સરકારનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે જનતા પોતે આ સત્યને નિહાળે.

હવે કોઈપણ વ્યક્તિ war.gov/ufo પર જઈને આ વીડિયો, ફોટોગ્રાફ્સ અને મૂળ દસ્તાવેજો કોઈપણ સુરક્ષા પરવાનગી વગર જોઈ શકે છે.


સપ્ટેમ્બર 2023ની ઘટના: 

FBI લેબના ગ્રાફિક્સ સાથેનો એક ફોટો જાહેર થયો છે, જેમાં કાંસાના રંગની અંડાકાર ધાતુની વસ્તુ આકાશમાં એકાએક દેખાઈને ગાયબ થતી જોવા મળી હતી.

અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 2 - image

એપોલો 17 મિશન: 

નાસાના ચંદ્ર મિશનની જૂની તસવીરોમાં પણ ચંદ્રની સપાટી ઉપર ત્રણ અકલ્પનીય પ્રકાશના ગોળા હાઈલાઈટ કરવામાં આવ્યા છે.

અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 3 - image

2025નો પુરાવો: 

સપ્ટેમ્બર 2025માં પશ્ચિમ અમેરિકામાં એક હેલિકોપ્ટર દ્વારા લેવામાં આવેલી ઇન્ફ્રારેડ તસવીરમાં પણ એક અજાણી વસ્તુ ઉડતી નજરે પડે છે.

આફ્રિકન એરસ્પેસ: 

અમેરિકી સૈન્ય ઓપરેટર દ્વારા આફ્રિકાના આકાશમાં પણ આવી જ શંકાસ્પદ ગતિવિધિ નોંધવામાં આવી છે.

અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 4 - image

આ તો માત્ર શરૂઆત છે: તુલસી ગબાર્ડ 

યુદ્ધ સચિવ પીટ હેગસેથ અને નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબ્બાર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર શરૂઆત છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને જણાવ્યું કે, અમારું કામ ડેટાને અનુસરવાનું અને જે અકલ્પનીય છે તેને પ્રામાણિકતાથી શેર કરવાનું છે.

આ સિવાયની ઘણી તસવીરો:

અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 5 - imageઅમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 6 - imageઅમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 7 - imageઅમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 8 - imageઅમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા 9 - image