World

એપસ્ટિન ફાઈલ્સ: અત્યાર સુધી 3 લાખ દસ્તાવેજ જાહેર, કોનું-કોનું નામ આવ્યું? જુઓ લિસ્ટ

By GS TEAM
20 Dec 20254 mins read
TukuTouch Logo
અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટિન કેસમાં ફરી એકવાર વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે મોડી રાત્રે એપસ્ટિન તપાસ સાથે જોડાયેલા અંદાજે ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા છે. આ દસ્તાવેજો કુલ સાત સેટમાં બહાર પાડવામાં આવ્યા છે, જેમાં હજારો તસવીરો અને તપાસ સંબંધિત મહત્ત્વના કાગળોનો સમાવેશ થાય છે. આ ફાઈલો સામે આવ્યા બાદ રાજકારણ, હોલીવુડ અને વૈશ્વિક હસ્તીઓના નામ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપસ્ટિન ફાઈલ્સ: અત્યાર સુધી 3 લાખ દસ્તાવેજ જાહેર, કોનું-કોનું નામ આવ્યું? જુઓ લિસ્ટ

Epstein Files : અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપસ્ટિન કેસમાં ફરી એકવાર વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે મોડી રાત્રે એપસ્ટિન તપાસ સાથે જોડાયેલા અંદાજે ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા છે. આ દસ્તાવેજો કુલ સાત સેટમાં બહાર પાડવામાં આવ્યા છે, જેમાં હજારો તસવીરો અને તપાસ સંબંધિત મહત્ત્વના કાગળોનો સમાવેશ થાય છે. આ ફાઈલો સામે આવ્યા બાદ રાજકારણ, હોલીવુડ અને વૈશ્વિક હસ્તીઓના નામ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયા છે.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા 3500થી વધુ ફાઈલો જાહેર કરાઈ

જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ પ્રથમ તબક્કામાં ચાર સેટ જાહેર કરવામાં આવ્યા હતા અને તેના થોડા કલાકો બાદ બાકીના ત્રણ સેટ સાર્વજનિક કરાયા હતા. કુલ મળીને આશરે 3500થી વધુ ફાઈલો બહાર આવી છે, જેનો ડેટા 2.5 GB કરતા પણ વધુ હોવાનું મનાય છે. આ દસ્તાવેજોમાં ઈમેલ, તપાસના નોટ્સ અને અન્ય ઘણા રેકોર્ડ્સ છે. જોકે જાહેર કરાયેલી કેટલીક તસવીરો કયા સ્થળની છે અને ક્યારે લેવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

તસવીરમાં સૂટ-બૂટ પહેરેલા બિલ ગેટ્સ એક મહિલા સાથે જોવા મળ્યા. મહિલાનો ચહેરો છુપાવી દેવામાં આવ્યો છે.

સૌથી વધુ બિલ ક્લિન્ટનનું નામ ચર્ચામાં

આ દસ્તાવેજોમાં સૌથી વધુ ચર્ચા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને લઈને થઈ રહી છે. સામે આવેલી તસવીરોમાં ક્લિન્ટન યુવતીઓ સાથે પૂલમાં નહાતા અને પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે. આ મામલે વિવાદનું વંટોળ ઉઠતા ક્લિન્ટને આ કેસમાં તેમને બલિનો બકરો બનાવ્યા હોવાનું નિવેદન આપ્યું છે.

ફોટો આલ્બમમાં ટ્રમ્પની ઘણી તસવીરો દેખાઈ રહી છે.

ક્લિન્ટનને ટાર્ગેટ કરાયા

ક્લિન્ટનના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ક્લિન્ટનને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને આખી બાબતને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. જોકે જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે આ દસ્તાવેજોથી એપસ્ટિનના ગુનાઓમાં મોટા નામોની સીધી સંડોવણી અંગે કોઈ નવી નક્કર માહિતી હજુ મળી નથી.

હોટ ટબમાં એક મહિલા સાથે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન. મહિલાનો ચહેરો છુપાવી દેવામાં આવ્યો છે.

પ્રખ્યાત ગાયક માઈકલ જેક્સન (ડાબે), પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન (વચ્ચે) અને અમેરિકન હોસ્ટ ઓપ્રા વિન્ફ્રે. એક મહિલાનો ચહેરો છુપાવી દેવામાં આવ્યો છે.

બિલ ક્લિન્ટન (ડાબે) અને જેફરી એપસ્ટિન (જમણે).

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન, શાંટે ડેવિસ સાથે છે. શાંટેએ પાછળથી જેફરી એપસ્ટિન વિરુદ્ધ જુબાની આપી હતી.

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન સાથે એક મહિલા બેઠી છે. મહિલાનો ચહેરો છુપાવવામાં આવ્યો છે.

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન એક સ્વિમિંગ પૂલમાં બે મહિલાઓ સાથે નહાતા જોવા મળી રહ્યા છે.

એક મહિલા સાથે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન



એપસ્ટિન ફાઈલ્સમાં આ જાણીતી હસ્તીઓની તસવીરો સામે આવી

  • અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
  • પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન
  • પોપ સ્ટાર માઈકલ જેક્સન
  • બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ તેમજ તેમની પત્ની સારા ફર્ગ્યુસન
  • પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રા વિન્ફ્રે
  • હોલીવુડ અભિનેતા કેવિન સ્પેસી અને ક્રિસ ટકર
  • અબજોપતિ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સન

શાહી પરિવારની સારા ફર્ગ્યુસનની તસવીર પણ જાહેર કરવામાં આવી છે.

બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુની ભૂતપૂર્વ પત્ની સારા ફર્ગ્યુસનની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે.

બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ 7 મહિલાઓ સાથે જોવા મળી રહ્યા છે. તેઓ ૫ મહિલાઓના ખોળામાં સૂતેલા છે. આમાં ઘિસ્લેન મેક્સવેલ પણ છે.


ટ્રમ્પના આદેશ બાદ જાહેર કરાઈ તસવીરો

જેફરી એપસ્ટિનના જેલમાં રહસ્યમય મોત બાદથી તેના નેટવર્ક અને પ્રભાવશાળી લોકો સાથેના સંબંધો વિશે સતત સવાલો ઉઠતા રહ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 નવેમ્બરે એક કાયદા પર હસ્તાક્ષર કરીને આદેશ આપ્યો હતો કે, એપસ્ટિન સંબંધિત તમામ દસ્તાવેજો 30 દિવસની અંદર જાહેર કરવામાં આવે. આ સમયમર્યાદા 19 ડિસેમ્બરે પૂર્ણ થતા જ ન્યાય વિભાગે આ કાર્યવાહી કરી છે.

પ્રાઈવેટ જેટમાં ગર્લફ્રેન્ડ ઘિસ્લેન મેક્સવેલ સાથે જેફરી એપસ્ટિન.

તસવીરોમાં જેફરી એપસ્ટિન સગીર છોકરીઓ સાથે જોવા મળી રહ્યો છે. ચાર છોકરીઓ જમીન પર હાથ જોડીને બેઠી છે.

એપસ્ટિનનો ખોળામાં સગીર સાથેની તસવીર

ક્રિસ ટકર એક અમેરિકન અભિનેતા અને કોમેડિયન

કેવિન સ્પેસી (સૌથી આગળ), પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન સાથે જોવા મળી રહ્યા છે.

આ તસવીરમાં પ્રખ્યાત ગાયક માઈકલ જેક્સન (જમણે), જેફરી એપસ્ટિન સાથે જોવા મળી રહ્યા છે.

અબજોપ્રમુખ રિચાર્ડ બ્રેન્સન (ડાબે) સાથે જેફરી એપસ્ટિન.

એપસ્ટિનની ગર્લફ્રેન્ડ પર પણ ગંભીર આક્ષેપ

જાહેર કરાયેલા દસ્તાવેજોમાં એપસ્ટિનની ગર્લફ્રેન્ડ ઘિસ્લેન મેક્સવેલ પર પણ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર મેક્સવેલે 1994થી 1997 દરમિયાન અનેક સગીર વયની છોકરીઓને યૌન શોષણ માટે તૈયાર કરી હતી અને તેમને એપસ્ટિનની જાળમાં ફસાવી હતી. તે પીડિતો સાથે મિત્રતા કરતી હતી અને તેમના પરિવાર વિશે પૂછપરછ કર્યા બાદ શોપિંગ કે ફિલ્મ જોવાના બહાને તેમનો ભરોસો જીતીને તેમને ફસાવતી હતી. હાલમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કેટલીક ફાઈલો રોકી રાખી છે કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત હોવાનું મનાય છે.

બેડરૂમમાં કેમેરો લાગેલો જોવા મળી રહ્યો છે.

જેફરી એપસ્ટિનના મસાજ રૂમમાં ઘણી વાંધાજનક વસ્તુઓના ફોટા સામે આવ્યા છે.

જેફરી એપસ્ટિનનો મસાજ રૂમ