Asim Munir Under Scrutiny in US : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેમને પોતાના ‘ફેવરિટ ફિલ્ડ માર્શલ’ ગણાવે છે, તે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીર હવે અમેરિકાની સુરક્ષા એજન્ડામાં શંકાના ઘેરામાં આવ્યા છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, જનરલ મુનીરના ઈરાનની કટ્ટરપંથી સેના IRGC સાથેના જૂના સંબંધો અમેરિકા માટે ચિંતાનો વિષય બન્યા છે.
કેમ વિવાદમાં છે જનરલ મુનીર?
બેકચેનલ મધ્યસ્થી
જનરલ મુનીર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે. પરંતુ ટીકાકારોનું કહેવું છે કે ઈરાનના કમાન્ડરો સાથેના તેમના અંગત સંબંધો આ મધ્યસ્થીને જોખમી બનાવી શકે છે.
સોલેમાની સાથેના સંબંધો
નિવૃત્ત જનરલ અહેમદ સઈદના જણાવ્યા મુજબ, મુનીરના સંબંધો પૂર્વ કમાન્ડર કાસીમ સોલેમાની અને વર્તમાન IRGC કમાન્ડર હોસૈન સલામી સાથે રહ્યા છે.
અવિશ્વસનીય સાથી
અમેરિકાના સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ભૂતકાળમાં અફઘાનિસ્તાન મુદ્દે પાકિસ્તાને જે રીતે બેવડી રમત રમી હતી, તે જોતા જનરલ મુનીર પર આંધળો વિશ્વાસ કરવો અમેરિકાના હિતમાં નથી.
ભારત પર અસર
જો ઈરાન અને પાકિસ્તાન વચ્ચે આર્મી લેવલ પર જોડાણ વધે, તો તે મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાની સુરક્ષા માટે એક નવો પડકાર બની શકે છે. ખાસ કરીને હોર્મુઝમાં ભારતીય જહાજો પર થયેલા તાજેતરના હુમલાઓ વચ્ચે આ અહેવાલ ઘણો મહત્વનો છે.


