અમેરિકામાં બાળકનો પાસપોર્ટ બનાવવા માતા-પિતાએ નાગરિકતાનો પુરાવો આપવો પડશે! ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Child Passport New Rules: અમેરિકામાં બાળકોના પાસપોર્ટને લઈને નવા નિયમો લાવવાની તૈયારી ચાલી રહી છે. જેમાં માતા-પિતાએ પોતાના બાળકોનો પાસપોર્ટ બનાવતી વખતે નાગરિકતા કે અમેરિકામાં રહેતા હોવાના પુરાવા આપવા પડી શકે છે. આ મામલે અમેરિકન વિદેશન મંત્રાલયે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરવાના પ્રયાસનો એક ભાગ છે.
અમેરિકામાં બાળકનો પાસપોર્ટ બનાવવા માતા-પિતાએ નાગરિકતાનો પુરાવો આપવો પડશે!
હાલના નિયમો અનુસાર, અમેરિકામાં જન્મેલા બાળકના પાસપોર્ટ બનાવતી વખતે માતા-પિતાએ પોતાના બાળક સાથેના તેમના સંબંધનો પુરાવો અને તેમની પોતાની ઓળખનો પુરાવો આપવો આવશ્યક છે. જો માતા-પિતા પોતે યુ.એસ. નાગરિક હોય તો તેમણે તેના માટે અલગ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નથી. જો નવો પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો આ સિસ્ટમ બદલાઈ શકે છે.
પાસપોર્ટ માટે માતા-પિતાની નાગરિકતાનો પુરાવો જરૂરી
નવા પ્રસ્તાવ હેઠળ, માતા-પિતા અથવા કાનૂની વાલીઓએ બાળકના પાસપોર્ટ માટે અરજી કરતી વખતે તેમની નાગરિકતા અથવા યુએસ રહેઠાણની સ્થિતિનો પુરાવો આપવો પડશે. યુએસ નાગરિક માતા-પિતા પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરી શકે છે, જ્યારે અન્ય લોકોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની કાનૂની સ્થિતિનો પુરાવો આપવો પડી શકે છે.
આ પુરાવાના આધારે સરકાર તપાસ કરશે કે બાળકો અમેરિકન નાગરિકતા માટે યોગ્ય છે કે નહીં. આ નિયમ ટ્રમ્પના 6 ઑગસ્ટના આદેશને લાગુ કરવાની તૈયાર માટે લેવામાં આવી રહ્યો છે.
હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા બાળકો માટે નાગરિકતા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકન સરકાર ખાસ કરીને યુએસમાં જન્મ આપવા માટે મહિલાઓની મુસાફરી કરવાની પ્રથાને રોકવાનો હેતુ ધરાવે છે. આ ઘટનાને સામાન્ય રીતે બર્થ ટુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે.
ટ્રમ્પના શરૂઆતના આદેશની શરત!
ટ્રમ્પના શરૂઆતના આદેશમાં એવી શરત હતી કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા બાળકને આપમેળે નાગરિકતા ત્યારે જ મળશે જો તેમના માતા-પિતામાંથી ઓછામાં ઓછું એક યુએસ નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધારક હોય. જો કે, યુએસ સુપ્રીમ કોર્ટે આ આદેશને ગેરબંધારણીય ગણાવ્યો અને કહ્યું કે તે બંધારણના 14મા સુધારાની નાગરિકતા જોગવાઈઓ સાથે વિરોધાભાસી છે.
નવા આદેશને પણ કોર્ટનો પડકાર
ટ્રમ્પ વહીવટીતંત્રના નવા પગલાને કોર્ટમાં પણ પડકારવામાં આવી રહ્યો છે. નવા નિયમથી જેમની નાગરિકતા પ્રભાવિત થઈ શકે છે તેવા બાળકો વતી અરજી દાખલ કરવામાં આવી છે. વકીલોએ કોર્ટને નવા આદેશના અમલીકરણને રોકવાની માગ કરી છે.
આ પણ વાંચો: 'હોર્મુઝ પર અમારો કબજો…' ટ્રમ્પના એક નિવેદનથી ક્રૂડ ઓઈલની કિંમતો ઉછળી 96 ડૉલરને પાર
આ મામલાની સુનાવણી મેરીલૅન્ડની એક ફેડરલ કોર્ટમાં પણ થઈ છે. જજ ડેબોરા બોર્ડમેને આદેશ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કેસને આગળ વધવાની મંજૂરી આપી છે જેથી નક્કી કરી શકાય કે નવા આદેશને અવરોધિત કરી શકાય કે નહીં.
આ દરમિયાન યુએસ સરકારનું કહેવું છે કે, નવા નિયમના અમલીકરણની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. ન્યાય વિભાગે કોર્ટમાં એવી પણ દલીલ કરી છે કે, આ બાબતને પડકારવી ઉતાવળ ગણાશે. સરકારી વિભાગો દ્વારા નિયમના અમલીકરણ અંગેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો પ્રસ્તાવ લાગુ થાય છે તો અમેરિકામાં બાળકોના પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા પહેલાથી વધુ કડક થઈ શકે છે. ખાસ કરીને અમેરિકામાં જેમના બાળકોનો જન્મ થયો હોય એવા પરિવારોએ પોતાની નાગરિકતા કે અમેરિકામાં રહેવાની સ્થિતિથી જોડાયેલા પુરાવા આપવા પડશે.




