World

યુદ્ધ વધુ વકરશે? ટ્રમ્પ સરકારે કોંગ્રેસને અવગણીને મધ્ય પૂર્વના સાથી દેશો સાથે કરી 8.6 બિલિયન ડોલરની લશ્કરી ડીલ

By GS Team
2 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વના પોતાના સાથી દેશો માટે તિજોરી ખોલી દીધી છે. ટ્રમ્પ પ્રશાસને કોંગ્રેસની સમીક્ષાને બાજુ પર રાખીને ઇઝરાયેલ, કતાર, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ને કુલ 8.6 અબજ ડોલર (અંદાજે ₹72,000 કરોડથી વધુ) ના સૈન્ય સાધનોના વેચાણને લીલી ઝંડી આપી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધ વધુ વકરશે? ટ્રમ્પ સરકારે કોંગ્રેસને અવગણીને મધ્ય પૂર્વના સાથી દેશો સાથે કરી 8.6 બિલિયન ડોલરની લશ્કરી ડીલ
 AI IMAGE

US Military Sales Middle East Allies: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વના પોતાના સાથી દેશો માટે તિજોરી ખોલી દીધી છે. ટ્રમ્પ પ્રશાસને કોંગ્રેસની સમીક્ષાને બાજુ પર રાખીને ઇઝરાયેલ, કતાર, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ને કુલ 8.6 અબજ ડોલર (અંદાજે ₹72,000 કરોડથી વધુ) ના સૈન્ય સાધનોના વેચાણને લીલી ઝંડી આપી દીધી છે.

ઇમરજન્સી કહીને કાયદાકીય પ્રક્રિયા ટાળી

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં એવી ઇમરજન્સી ઊભી થઈ છે કે, આ દેશોને તાત્કાલિક શસ્ત્રો પૂરા પાડવા જરૂરી છે. આ કારણસર તેમણે વેચાણ માટે જરૂરી એવી કોંગ્રેસની સમીક્ષા પ્રક્રિયાને રદ (Waived) કરી દીધી છે. નોંધનીય છે કે, ઈરાન સાથેના યુદ્ધને નવ અઠવાડિયા પૂર્ણ થયા છે અને હાલમાં નાજુક યુદ્ધવિરામ અમલમાં છે.

આ પણ વાંચો: LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં

કોને શું મળશે?

કતાર: સૌથી મોટો હિસ્સો કતારને ફાળવવામાં આવ્યો છે. તેને $4.01 અબજની પેટ્રિઅટ એર ડિફેન્સ સર્વિસ અને $992.4 મિલિયનના પ્રિસિઝન કિલ વેપન સિસ્ટમ્સ (APKWS) મળશે.

કુવૈત: કુવૈતને $2.5 અબજની કિંમતની ઇન્ટિગ્રેટેડ બેટલ કમાન્ડ સિસ્ટમ વેચવામાં આવશે.

ઇઝરાયેલ: ઇઝરાયેલને $992.4 મિલિયનના અદ્યતન વેપન સિસ્ટમ્સ (APKWS) આપવામાં આવશે.

UAE: સંયુક્ત આરબ અમીરાતને $147.6 મિલિયનના સંરક્ષણ સાધનો મળશે.


મુખ્ય કોન્ટ્રાક્ટરો

આ વિશાળ ડિફેન્સ ડીલમાં અમેરિકાની ટોચની સંરક્ષણ કંપનીઓ જેવી કે BAE સિસ્ટમ્સ, RTX, લોકહીડ માર્ટિન અને નોર્થરોપ ગ્રુમન મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે કામ કરશે.

માનવાધિકાર અને આંતરરાષ્ટ્રીય દબાણ

અમેરિકાના આ નિર્ણયની માનવાધિકાર સંગઠનો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. કુવૈત, કતાર અને UAE માં લઘુમતીઓ અને શ્રમિકોના અધિકારોના ઉલ્લંઘનના અહેવાલો વચ્ચે આ સૈન્ય મદદ વિવાદમાં છે. બીજી તરફ, ઇઝરાયેલને આપવામાં આવી રહેલી મદદ પણ ગાઝામાં ચાલી રહેલા સંકટ અને ભૂખમરાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. આ શસ્ત્ર સોદો તે વિસ્તારમાં શાંતિ સ્થાપશે કે તણાવ વધારશે, તે હવે જોવાનું રહ્યું.