World
રશિયા પર યુક્રેનનો 660 ડ્રોન સાથે સૌથી મોટો હુમલો : પાંચનાં મોત
By GS Team
27 Jun 20262 mins read
યુક્રેને રશિયાના તાબાના ક્રિમિયા સહિત મોસ્કો પર 660 ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ઝેલેન્સ્કીના આદેશથી થયેલા આ હુમલામાં નોવોમોસ્કોવ્સના કેમિકલ અને હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ તબાહ થયા. રશિયામાં 5 લોકોના મોત થયા, જ્યારે રશિયાના વળતા હુમલામાં યુક્રેનના 2 લોકો માર્યા ગયા.
Summarized by AI; it may make mistakes. Check important info
યુક્રેને રશિયાના તાબાના ક્રિમિયા સહિત મોસ્કો પર 660 ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ઝેલેન્સ્કીના આદેશથી થયેલા આ હુમલામાં નોવોમોસ્કોવ્સના કેમિકલ અને હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ તબાહ થયા. રશિયામાં 5 લોકોના મોત થયા, જ્યારે રશિયાના વળતા હુમલામાં યુક્રેનના 2 લોકો માર્યા ગયા.
Summarized by AI; it may make mistakes. Check important info

- યુક્રેને રશિયાના તાબાના ક્રીમિયાને નિશાન બનાવીને એટેક કર્યો
- રશિયાના સંખ્યાબંધ પ્રાંતો સુધી યુક્રેને ડ્રોન હુમલો કર્યો
- નોવોમોસ્કોવ્સમાં આવેલા કેમિકલ અને હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ તબાહ
કીવ : યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ૪૦ દિવસના ઓપરેશનનો આદેશ આપ્યો છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર શાંતિકરારનું દબાણ કરી શકાય તે માટે આ આક્રમક વ્યૂહ અપનાવાયો છે. તેના ભાગરૂપે છેલ્લાં ઘણાં દિવસથી યુક્રેન રશિયામાં લાંબાં અંતરના આક્રમક ડ્રોન હુમલા કરે છે. યુક્રેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક કરીને રશિયાના કેમિકલ પ્લાન્ટ અને હાઈડ્રોઈલેક્ટ્રિકલ પ્લાન્ટને તબાહ કરી દીધા છે. યુક્રેનના આ હુમલામાં રશિયાના પાંચ લોકોનાં મોત થયા છે.
યુક્રેને રશિયાના ડઝનબંધ પ્રાંતોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા હતા. અગાઉ મે માસમાં ૫૫૬ ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ આ લેટેસ્ટ હુમલો તો એનાથી પણ મોટો હતો. યુક્રેને ૬૬૦ ડ્રોન સાથે રશિયાના તાબામાં રહેલા ક્રીમિયા ઉપરાંત પાટનગર મોસ્કો સહિત અનેક સ્થળોએ ડ્રોન એટેક કર્યો હતો. નોવોમોસ્કોવ્સ શહેરમાં આવેલા હાઈડ્રોઈલેક્ટ્રિક અને કેમિકલ પ્લાન્ટ આ ડ્રોન એટેકમાં તબાહ થઈ ગયા છે. ઝેલેન્સ્કીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને ઘાતક હુમલાનો દાવો કર્યો હતો. વીડિયોમાં ઓઈલ ડેમો, કેમિકલ પ્લાન્ટ સહિતના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગ દેખાતી હતી.
યુક્રેને દરિયાકાંઠાના વિસ્તારોને ટાર્ગેટ કરીને હુમલા કર્યા હતા. અમુક હુમલાની રેન્જ યુક્રેનથી ૧૫૦૦ કિલોમીટર દૂર સુધી હતી. તેનો અર્થ એ કે યુક્રેને મારક ક્ષમતા મજબૂત બનાવી લીધી છે.
અગાઉ મોસ્કોની રિફાઈનરીમાં હુમલો થયો હતો અને ગેસ સ્ટેશનને નિશાન બનાવીને બે દિવસ પહેલાં હુમલો કર્યો હતો.
યુક્રેને રશિયાની પાવરગ્રીડને ટાર્ગેટ કરીને નિશાન બનાવવાનો આક્રમક વ્યૂહ અજમાવ્યો છે. યુક્રેન આ હુમલા કરીને રશિયાના એનર્જી સેક્ટરને નિશાન બનાવે છે કે જેથી રશિયાની ઓઈલ અને ગેસ સપ્લાયને પ્રભાવિત કરી શકાય.
મોસ્કોમાં પણ યુક્રેનના ડ્રોન પહોંચ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે પાટનગરમાં પહોંચેલા યુક્રેનના ૪૭ ડ્રોન્સને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ યુક્રેને પણ વળતો જવાબ આપ્યો હતો. રશિયાએ લગભગ ૨૦૦ ડ્રોનથી કીવ સહિત અનેક શહેરોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા એમાંથી ૧૭૫ ડ્રોન તોડી પાડયાનો દાવો યુક્રેનની વાયુસેનાએ કર્યો હતો. રશિયાના વળતા હુમલામાં યુક્રેનના બે લોકોનાં મોત થયા છે.
બેલારૂસમાં રશિયન સૈન્ય તૈનાત થઈ રહ્યું છે એવા અહેવાલો વચ્ચે યુક્રેને કહ્યું હતું કે તેની સરહદ પાસે અત્યારે બેલારૂસમાં રશિયન સૈન્ય તૈનાત નથી. અગાઉ બેલારૂસની સરહદેથી અમુક કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાની યુક્રેને તાકીદ કરીને હુમલાની ધમકી આપી હતી. એ નિવેદનની રશિયાએ ટીકા કરી હતી.









