લોકોને મારવા માટે યુક્રેને સ્ટાર લિંકનો ઉપયોગ કર્યો હતો : એલન મસ્કે પોતે કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુક્રેન રશિયન મિસાઇલ્સ અને ડ્રોન હુમલાથી બચવા સ્ટાર લિંક કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરતું હતું : તેને લશ્કરી ભાષામાં સ્ટારશીલ્ડ કહેવાય છે
નવી દિલ્હી : એલન મસ્કે યુક્રેન ઉપર સ્ટાર લિંકની સેવા માટેની શરતોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો છે તેઓ કહે છે : યુક્રેને લોકોને મારવા માટેના ડ્રોન હુમલામાં તેનો ઉપયોગ કર્યો હતો.
મસ્કે આ આક્ષેપ એવા સમયે કર્યો છે કે જ્યારે સ્પેસ એક્સ દ્વારા રચિત આ નેટવર્ક અંગે, વૉશિંગ્ટન અને કીવ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ નેટવર્ક યુક્રેની સેનાની કાર્યવાહી માટે ઘણું જ મહત્ત્વનું છે.
મસ્કે એક્સ પોસ્ટ પર લખ્યું : યુક્રેની સેનાએ સ્ટાર-લિંકની સેવાની શર્તોનું ઉલ્લંઘન કર્યું છે અને તેનો ઉપયોગ લોકોને મારવા માટે આક્રમક ડ્રોન હુમલામાં કર્યો છે. જો કે તે ક્ષતિને ગત સપ્તાહે સુધારી લેવામાં આવી છે.
આ ઉપરાંત એક અન્ય પોસ્ટ પર તેઓેએ લખ્યું : સ્ટાર લિંકની શર્તો હંમેશાં તેને એક સિવિલિયન સિસ્ટમ તરીકે ઘડવામાં આવી છે, નહીં કે લોકોને મારવાનાં સાધન તરીકે. આ શર્તોનું ઉલ્લંઘન કરવા માટે તે સેવા બંધ કરવામાં આવી છે.
આ અબજોપતિએ કહ્યું કે સ્ટાર લિંક યુક્રેનની સુરક્ષા માટે બહુ મહત્ત્વની છે. કારણ કે તે એકમાત્ર એવી સીસ્ટીમ છે કે જે જામ નથી કરી શકાતી કે નષ્ટ નથી કરી શકાતી. સ્ટાર લિંક બંધ કરવામાં આવે તો યુક્રેનની ફ્રન્ટ લાઈન પડી ભાંગે.
૨૦૨૨માં રશિયાના હુમલા પછી મસ્કે યુક્રેન અંગે પોતાનું વલણ ઘણીવાર બદલ્યું છે. પરંતુ તેમણે હંમેશાં તેમ જ કહ્યું છે કે તે સર્વિસમાં અવરોધ માટે અમેરિકી સરકાર જવાદાર છે. સ્પેસ એક્સ નહીં.
યુક્રેન રશિયન મિસાઇલ્સ અને ડ્રોન હુમલા માટે નાગરિક સ્ટાર લિંક સેેટેલાઇટ કોમ્યુનિકેશન સીસ્ટીમ અને તેનાં મીલીટરી વર્ઝન સ્ટાર શીલ્ડ ઉપર નિર્ભર છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રી યેવગેની ખમારાએ એક નિવેદનમાં કહ્યું હતું કે સ્ટાર લિંક અને સ્ટાર શિલ્ડની સ્પીડમાં ઘણો સુધરો થયો છે. હવે અમને ૪૦૦ કી.મી. અવરથી વધુ સ્પીડ મળી રહી છે.કનેકશન સ્ટેબલ છે. તે અમારા માટે ઘણું મહત્ત્વનું છે.
આ સંયોગોમાં, આ સેટેલાઇટ નેટવર્ક યુક્રેન અને અમેરિકા વચ્ચે વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે, ઝેલેન્સ્કીએ યુ.એસ. ઉપર આક્ષેપ કર્યો છે કે તે રશિયાને મદદ કરી રહ્યું છે. વૉશિંગ્ટને કીવ ઉપર આવતા મિસાઇલ હુમલાની ચેતવણી પણ આપી નહીં, અને સ્ટાર લિંકની સ્પીડ ઘટાડી યુક્રેનના સૈન્ય જવાનને પણ નબળો કરી દીધો.




