Get The App

ખતરનાક ‘ઈરાની ડ્રોન’થી ડરેલા 5 દેશોની મદદે યુક્રેન, સાઉદી સાથે કરી ડીલ, તહેનાત કરશે ડિફેન્સ સિસ્ટમ

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
ખતરનાક ‘ઈરાની ડ્રોન’થી ડરેલા 5 દેશોની મદદે યુક્રેન, સાઉદી સાથે કરી ડીલ, તહેનાત કરશે ડિફેન્સ સિસ્ટમ 1 - image

Ukraine-Saudi Defense Deal : રશિયા સાથે ચાર વર્ષથી યુદ્ધ લડી રહેલા યુક્રેને હવે ઈરાનનું ટેન્શન વધાર્યું છે. હાલ ઈરાન અમેરિકા-ઈઝરાયલના ભયાનક હુમલાનો સામનો કરી રહ્યું છે, તો ઈરાન ઈઝરાયલ સહિત આસપાસના અનેક દેશ પર સૌથી ભયાનક ડ્રોન ‘શાહેદ’ ઝિંકીને ખભળાટ મચાવી રહ્યું છે, ત્યારે યુક્રેને ઈરાનના આ ભયાનક ડ્રોનનો તોડી પાડવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હાલ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાઉદી અરેબિયામાં છે અને તેમણે સાઉદી અરેબિયા સાથે મોટી ડિફેન્સ ડીલ કરી છે. ડીલ મુજબ યુક્રેન સાઉદી સહિત મધ્ય-પૂર્વના પાંચ દેશો માટે ડ્રોન એન્ટી ડિફેન્સ સિસ્ટમ બનાવશે. આ ઉપરાંત યુક્રેને ‘શાહેદ ડ્રોન’ને તોડી પાડવામાં સંપૂર્ણ નિપૂણતા ધરાવતા નિષ્ણાંતોની ટીમ પણ મધ્ય-પૂર્વના દેશોમાં તહેનાત કરી દીધી છે.

યુક્રેને ઈરાની ડ્રોન વિરુદ્ધ લડવાની ક્ષમતા ધરાવનારા 200 એક્સપર્ટને મધ્ય પૂર્વના તહેનાત કર્યા

ઈરાન યુદ્ધ અને  યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘સાઉદી અરેબિયા સહિત મધ્ય પૂર્વના અનેક દેશોમાં યુક્રેનના 200થી વધુ એન્ટ્રી ડ્રોન એક્સપર્ટ તહેનાત કરવામાં આવ્યા છે.’ રશિયા ઈરાન દ્વારા બનાવાયેલા શાહેદ ડ્રોનનો ઉપયોગ યુક્રેન પર હુમલા કરવા માટે કરે છે, તેથી યુક્રેનના ડ્રોન કૉમ્બેટ એક્સપર્ટ પાસે આ ડ્રોન વિરુદ્ધ લડવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે. હવે આ યુક્રેનિયન એક્સપર્ટ ખાડીમાં પાંચ દેશોને ઈરાનના હુમલાનો જવાબ આપવામાં મદદ કરી રહ્યા છે.

યુક્રેન-સાઉદી અરેબિયા વચ્ચે ડીલ

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘અમે સાઉદી અરેબિયાને અમારા નિષ્ણાંતો અને સિસ્ટમ આપવા માટે તૈયાર છીએ. અમે સાથે મળીને લોકોના જીવની મજબૂત સુરક્ષા માટે કામ કરવા પણ તૈયાર છીએ. યુક્રેનના લોકો યુદ્ધના પાંચમાં વર્ષે પણ આતંકી હુમલાઓ એટલે કે બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનનો સામનો કરી રહ્યા છે અને હાલમાં ઈરાની શાસન આ જ ડ્રોનનો ઉપયોગ કરીને મધ્ય-પૂર્વ અને ખાડી દેશોમાં અંજામ આપી રહ્યો છે.’

સાઉદી અરેબિયામાં યુક્રેને મધ્ય-પૂર્વ અને ખાડીમાં સંકટ પર, ઈરાની શાસન દ્વારા રશિયાને મદદ, ઈંધણ માર્કેટમાં ચાલી રહેલી ઉથલ-પાથલ તેમજ ઊર્જા સેક્ટરમાં સંભવિત સહયોગ પર ચર્ચા કરી છે. ઝેલેન્સ્કીએ સાઉદીમાં એક અઠવાડિયાથી તહેનાત કરેલા યુક્રેનિયન એક્સપર્ટ સાથે પણ મુલાકાત કરી છે.

આ પણ વાંચો : ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કારખાના ઉપર હુમલા : તહેરાન હવે આગ-બબૂલા

યુક્રેન આ પાંચ દેશો માટે બનાવશે ડિફેન્સ સિસ્ટમ

યુક્રેને જે પાંચ દેશોમાં 200થી વધુ એન્ટી-ડ્રોન નિષ્ણાંતો તહેનાત કર્યા છે, તેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત, કતર, કુવૈત અને જોર્ડનનો સમાવેશ થાય છે. યુક્રેને આ દેશો માટે ડિફેન્સ સિસ્ટમ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. યુક્રેને પ્રથમાર કોઈ ખાડી દેશ સાથે આ મોટી ડિફેન્સ ડીલ સમજૂતી કરી છે. યુક્રેન રશિયાના ડ્રોન્સને તોડી પાડવા માટે પોતાના સસ્તા ડ્રોન ઈન્ટરસેપ્ટર, ઈલેક્ટ્રોનિક જામિંગ સાધનો અને વિમાન-વિરોધી તોપોના મિશ્રણને એક અસરકારક એર ડિફેન્સ સિસ્ટમ તરીકે રજૂ કરી રહ્યું છે.

યુક્રેને હોર્મુઝ સુરક્ષિત કરવાના બદલામાં કરી મોટી માંગણી

ઝેલેન્સ્કીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, હોર્મુઝ યુક્રેન જળમાર્ગને સુરક્ષિત કરવામાં કોઈ ભૂમિકા નિભાવવાનું વિચારી રહ્યું છે, પરંતુ તેઓ આના બદલામાં ખાડી દેશો પાસે ઉપલબ્ધ એડવાન્સ એર ડિફેન્સ મિસાઈલોની માંગ કરી રહ્યા છે. યુક્રેનને એવી ડિફેન્સ સિસ્ટમ જોઈએ છે, જે રશિયન હુમલાને અટકાવી શકે.

આ પણ વાંચો : દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહાર ખોરવાયો : હાઇ-એલર્ટ જાહેર

યુક્રેનના ડ્રોન ઈન્ટરસેપ્ટર સસ્તા અને અસરકારક

યુક્રેન વિશ્વના તે ટોચના દેશોમાંથી એક બની ગયું છે, જેઓ અત્યાધુનિક, યુદ્ધમાં કારગત નિવડતા, સસ્તા અને અસરકારક ડ્રોન ઈન્ટરસેપ્ટર બનાવે છે. આ યુક્રેનિયન સિસ્ટમ રશિયા વિરુદ્ધના યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. યુક્રેને રશિયન હુમલાને અટકાવવામાં મોટી સફળતા મેળવી છે. યુક્રેનની ડિફેન્સ સિસ્ટમે તાજેતરમાં જ રશિયન ડ્રોનને અટકાવવામાં પ્રભાવશાળી સફળતા મેળવી 97 ટકાનો દર હાંસલ કર્યો છે. એટલે કે, ઉદાહરણ તરીકે યુક્રેન રશિયાની 100 મિસાઈલમાંથી 97 મિસાઈલો તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.