India

ભાજપના જ CM વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ; મુખ્ય સચિવને તેડું

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સામેના કેસમાં તપાસમાં સહયોગ ન મળતાં CBI સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ અને પ્રધાન સચિવ(ગૃહ)ને નોટિસ ફટકારી છે. 24 ઑગસ્ટે તેમને વ્યક્તિગત રૂપે હાજર રહી, સહયોગ ન કરવા બદલ ખુલાસો કરવા આદેશ કર્યો છે. CBI રૅકોર્ડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના જ CM વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ; મુખ્ય સચિવને તેડું

Supreme Court Summons Arunachal Pradesh Chief Secretary Home Secretary : અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ સામેના કેસમાં તપાસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સહયોગ ન કરવામાં આવવાને લઈને CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના મુખ્ય સચિવ અને પ્રધાન સચિવ (ગૃહ) પાસે જવાબ માંગ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે CBI દ્વારા દાખલ કરવામાં આવેલી સ્ટેટસ રિપોર્ટની તપાસ કર્યા બાદ આ કડક પગલું ભર્યું છે. આ રિપોર્ટ અગાઉના એપ્રિલ મહિનાના આદેશ બાદ સોંપવામાં આવી હતી. જેમાં ખાંડુ સાથે જોડાયેલા પબ્લિક વર્કસ કોન્ટ્રાક્ટ ફાળવણીમાં પક્ષપાત કરવાના આરોપોની CBI તપાસનો આદેશ અપાયો હતો.

રૅકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં સહયોગનો અભાવ

17 જુલાઈએ CBI દ્વારા સોંપવામાં આવેલી સ્ટેટસ રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે ફેડરલ એજન્સીને રાજ્ય સરકાર પાસેથી રૅકોર્ડ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બેન્ચે નોંધ્યું કે રૅકોર્ડ ઉપલબ્ધ કરાવવાના મામલામાં રાજ્ય સરકાર સહયોગ કરી રહી નથી. આ કારણે સુપ્રીમ કોર્ટે મુખ્ય સચિવ અને પ્રધાન સચિવ(ગૃહ)ને નોટિસ જારી કરી છે અને આગામી સુનાવણીની તારીખ એટલે કે 24 ઑગસ્ટના રોજ વ્યક્તિગત રૂપે હાજર રહેવા આદેશ આપ્યો છે. બંને અધિકારીઓને કોર્ટના નિર્દેશોનું પાલન કેમ ન કરવામાં આવ્યું અને સહયોગ કેમ ન આપ્યો તેનો જવાબ કોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવાયું છે.

શું છે સમગ્ર મામલો?

સુપ્રીમ કોર્ટે અગાઉ એપ્રિલમાં CBIને નિર્દેશ આપ્યો હતો કે તે રાજ્યના તમામ જિલ્લાઓમાં 2015થી 2025 દરમિયાન પેમા ખાંડુ અને તેમના સંબંધીઓ સાથે જોડાયેલી કંપનીઓને સાર્વજનિક નિર્માણ કાર્યોના કોન્ટ્રાક્ટ આપવામાં પક્ષપાત કરવાના આરોપોની તપાસ કરે. આ તપાસમાં 1 જાન્યુઆરી 2015થી 31 ડિસેમ્બર 2025ની અવધિ દરમિયાનના કોન્ટ્રાક્ટ અને વર્ક ઓર્ડરના નિષ્પાદનને સામેલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે અરુણાચલ પ્રદેશ સરકાર CBI સાથે પૂરો સહયોગ કરશે અને મુખ્ય સચિવ દ્વારા સમન્વય માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે તેમજ કોઈ પણ રૅકોર્ડ નષ્ટ ન થાય તેની ખાતરી કરવામાં આવશે.