World

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર રાજીનામું આપે તેવી શક્યતા, પાર્ટીના 100થી વધુ સાંસદોનો બળવો

By GS Team
21 Jun 20262 mins read
TukuTouch Logo
યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતા છે. છેલ્લા ઘણાં મહિનાઓથી મુશ્કેલીમાં ઘેરાયેલા પીએમ સ્ટાર્મર આખરે પદ છોડવા માટે તૈયાર થયા હોવાના અહેવાલો છે, જેમાં તે પોતાના ગૌરવપૂર્ણ પ્રસ્થાન માટે વિગતવાર સમયરેખા (ટાઇમલાઇન) પણ જાહેર કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર રાજીનામું આપે તેવી શક્યતા, પાર્ટીના 100થી વધુ સાંસદોનો બળવો

UK Prime Minister Keir Starmer: યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મર પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતા છે. છેલ્લા ઘણાં મહિનાઓથી મુશ્કેલીમાં ઘેરાયેલા પીએમ સ્ટાર્મર આખરે પદ છોડવા માટે તૈયાર થયા હોવાના અહેવાલો છે, જેમાં તે પોતાના ગૌરવપૂર્ણ પ્રસ્થાન માટે વિગતવાર સમયરેખા (ટાઇમલાઇન) પણ જાહેર કરી શકે છે.

પોતાની જ પાર્ટીના સાંસદોએ બ્યૂગલ ફૂંક્યું

હાઉસ ઓફ કોમન્સ (બ્રિટિશ સંસદ)માં લેબર પાર્ટીના લગભગ એક ચતુર્થાંશ એટલે કે 100થી વધુ ચૂંટાયેલા સાંસદોએ વડાપ્રધાન કીર સ્ટાર્મર સામે જાહેરમાં બળવો પોકાર્યો છે. આ અસંતુષ્ટ સાંસદો માંગ કરી રહ્યા છે કે સ્ટાર્મર કાં તો તાત્કાલિક પોતાના પદ પરથી હટી જાય અથવા તો રાજીનામા માટેની ચોક્કસ તારીખ જાહેર કરે.

એન્ડી બર્નહામની જીતથી સંકટ ઘેરાયું

પીએમ સ્ટાર્મરની ખુરશી પર જે સંકટ તોળાઈ રહ્યું હતું, તે શુક્રવારે (19 જૂન) વધુ ઘેરૂ બન્યું હતું. તેમના કટ્ટર હરીફ એન્ડી બર્નહામે સંસદીય પેટાચૂંટણીમાં મોટી જીત મેળવી છે. આ વિજય સાથે જ બર્નહામ માટે કીર સ્ટાર્મર સામે નેતૃત્વનો સીધો પડકાર ફેંકવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

પત્ની સાથે ચેકર્સમાં મંથન

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન કીર સ્ટાર્મર હાલમાં તેમના નિવાસસ્થાન 'ચેકર્સ' ખાતે છે. અંતિમ નિર્ણય લેતા પહેલા તે આ સમગ્ર રાજકીય ગતિરોધ મુદ્દે પોતાની પત્ની સાથે ગંભીર ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. લેબર પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે સોમવાર સાંજ સુધીમાં સ્ટાર્મરના ભવિષ્ય અંગેનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.

આ તમામ અટકળો વચ્ચે સૂત્રોનું કહેવું છે કે પીએમ સ્ટાર્મર હજુ પણ દેશ ચલાવવા અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારે તેમણે મક્કમતાથી કહ્યું હતું કે, 'હું મારું પદ જાળવી રાખવા માટે કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છું.' આ સાથે જ તેમણે લેબર પાર્ટીના નેતાઓને અપીલ કરી હતી કે તેઓ પરસ્પર અને આંતરિક ઝઘડાઓમાં સામેલ થઈને પાર્ટીને બરબાદ ન કરે. જો કે, પક્ષની અંદર વધી રહેલા ભારે અસંતોષને જોતાં હવે સ્ટાર્મર માટે વડાપ્રધાન પદ પર ટકી રહેવું મુશ્કેલ લાગી રહ્યું છે.