યુ.કે. વિભાજનના માર્ગે ? સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડના નેતાઓ સંપૂર્ણ સ્વાતંત્ર્ય વિષે ચર્ચા કરે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આયરિશ PM માઇકલ માર્ટીનને ડબ્લીનમાં મળ્યા પછી ટ્રમ્પે કહ્યું : 'હું અખંડ આયર્લેન્ડ જોવા ઇચ્છું છું'
લંડન : ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડનું બનેલું યુનાઇટેડ કિંગ્ડમ (યુ.કે.) હવે, વિભાજનના માર્ગે જઈ રહ્યું હોય તેવું લાગે છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આઇલેન્ડના નેતાઓ આજે સોમવારે મળી રહ્યા છે અને પોત-પોતાના પ્રદેશોમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય માટે મંત્રણા કરી રહ્યા છે. વેલ્સના મુખ્ય નગર 'કાર્ડીફ'માં મળી, પૂર્ણત: લોકશાહી રીતે, તેઓ 'સંપૂર્ણ સ્વાતંત્ર્ય' માટેનું એક સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ કર્યું છે.
આ અંગે યુ.કે.ના વડાપ્રધાન એન્ડી, બર્નહામે પોતે જ જણાવ્યું હતું કે, 'સ્કોટલેન્ડના સંપૂર્ણ સ્વાતંત્ર્ય અંગે તેના નેતાઓ 'લોક-મત' લેવાના છે.
અધુરામાં પૂરું ઇયાન ફ્લેમિંગની જાસૂસી નવલકથાઓમાં '૦૦૭'ની ભૂમિકા નિભાવનારા મહાન અધિનાયક સીન- કોનેરી મૂળભૂત રીતે સ્કોટિસ છે તેઓ પણ આ આંદોલનને સાથ આપવા સાથે ક્વીન-ઑફ- સ્કોટ્સની યાદ આપે છે.
ઉલ્લેખનીય છે કે આયર્લેન્ડનું મૂળ નામ તો 'આયર' છે. આયર એટલે ગરૂડનો માળો ત્યાં તેના મહા-મેધાવી દિવંગત નેતા ઇમન દ'વાયેરાએ પણ અખંડ આયર્લેન્ડનું સ્વપ્ન સેવ્યું હતું. તે આંદોલન 'સીન-ફીન- મુવમેન્ટ' તે ખ્યાતનામ હતું (સીન- ફીન એટલે ત્રણ સિદ્ધાંતો) આપણા ઇન્દુચાચાએ ઇમન દે વાલેરાના રહસ્યમંત્રી તરીકે કામ કર્યુંહતું. અને તેઓએ ગદર આંદોલન શરૂ કર્યું હતું જેનું નિશાન હતું તલવાર વાવેર અખંડ આયર્લેન્ડ (ઉ.આયર્લેન્ડ સહિત) સ્થાપવા આંદોલન કરી રહ્યા હતા.
ટ્રમ્પે આયર્લેન્ડની મુલાકાત સમયે તાજેતરના તેના પી.એમ. માઇકેલ માર્ટીનને ડબ્લીન (આયર્લેન્ડના પાટનગર)માં કહ્યું હતું કે, 'હું ગુંચવાડો વધુ ગુંચવવા માંગતો નથી. પરંતુ હું એક અને અખંડ આયર્લેન્ડ જોવા ઇચ્છું છું.' તે યાદ રહે કે, ઇતિહાસકાર એચ.જી. વેલ્સ પણ એક આયરિશ હતા.
ટ્રમ્પે સ્કોટલેનડના સ્વાતંત્ર્ય વિષે કશું સ્પષ્ટ કહ્યું ન હતું. માત્ર તેટલું જ કહ્યું : 'તે છેવટે બનીને રહેશે.'
ફરી આયર્લેન્ડની વાત કરીએ તો ૨૦૨૨માં સ્ટોમન્સની ચૂંટણીમાં પાર્ટીએ મેદાન માર્યું હતું. સ્કોટલેન્ડ તો ૦૦૭ તરીકે ખ્યાતનામ બનેલા સીન કોનેરીનો જન્મનો દેશ છે. તેઓ અત્યારે દિવંગત હશે. પરંતુ તેમણે પણ સ્કોટલેન્ડના સ્વાતંત્રની આહલેક પોકારી હતી.
નોર્ધન આયર્લેન્ડમાં તો મૂળ આયર્લેન્ડ (ઇસ્ટ) સાથે ન જોડાવાની મુવમેન્ટ દાયકાઓથી ચાલે છે ત્યાં કેથોલિક્સ મોટા પ્રમાણમાં છે. પ્રોટેસ્ટન્ટસ નાની લઘુમતીમાં છે ત્યાં આંદોલનો હિંસક બન્યા હતા પરંતુ જો બેઇડનની દરમિયાનગીરીને લીધે ૨૦૨૨માં માંડ શાંતિ સ્થપાઈ હતી. જો કે, તે પૂર્વ ે ૩,૬૦૦નો ભોગ લેવાયો હતો.
વેલ્સની વાત લઈએ તો સાંત્વન આપવા બ્રિટિશ પાટવી કુમારને પ્રિન્સ ઓફ વેલ્સ તેવું નામ કિંગ આલ્ફ્રેડના સમયથી અપાયું હતું છતાં ત્યાં પ્લેઇડ સીમરૂ પાર્ટી એની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે આગળ આવી તે સ્વતંત્ર રહી તરફી છે ઓછામાં ઓછી સંપૂર્ણ સ્વતંત્રતા માંગે છે.
ટૂંકમાં ભારતથી શરૂ કરી પેલેસ્ટાઇન અને નાઇજીરીયા સુધી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવનાર યુનાઇટેડ કિંગ્ડમને હવે પોતાના જ દેશમાં ભાગલાનો સામનો કરવાનો વારો આવ્યો છે




