Get The App

બ્રિટને અફઘાન, કેમરૃન, મ્યાન્માર, સુદાનનાં સ્ટડી વિઝા પર પ્રતિબંધ મૂક્યો

બ્રિટને આ ચાર દેશોનાં વિદ્યાર્થીઓ પર કાયમી શરણ મેળવવાનો આરોપ મૂક્યો

અમારી વિઝા પ્રણાલીનો દુરુપયોગ ન થવો જોઇએ ઃ બ્રિટન

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
બ્રિટને અફઘાન, કેમરૃન, મ્યાન્માર, સુદાનનાં સ્ટડી વિઝા પર પ્રતિબંધ મૂક્યો 1 - image

(પીટીઆઇ)     લંડન, તા. ૫

બ્રિટને ચાર દેશો અફઘાનિસ્તાન, કેમરૃન, મ્યાન્માર અને સુદાનનાં સ્ટડી વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે. બ્રિટને આ ચાર દેશોનાં વિદ્યાર્થીઓ પર સ્ટડી વિઝાને આધારે કાયમી શરણ મેળવવાનો આરોપ મૂક્યો છે.

આ પ્રતિબંધ શરણ પ્રાપ્ત કરવા માટે અરજીઓની વધતી સંખ્યા પર અંકુશ મૂકવાના વ્યાપક અભિયાનનો ભાગ છે. આ દેશોનાં શરણનાં દાવાઓમાં ભારે વૃદ્ધિ પછી અફઘાન નાગરિકો પર સ્કીલ્ડ વર્કર વિઝા પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બ્રિટનનાં ગૃહ સચિવ શબાના મહમૂદ આ સપ્તાહમાં સંસદમાં નવોે કાયદો રજૂ કરશે.

ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારનાં માધ્યમથી વિઝા નિયમો લાગુ કરવામાં આવશે  જે ૨૬ માર્ચથી અમલમાં મૂકવામાં આવશે.

મહમૂદે જણાવ્યું હતું કે બ્રિટન યુદ્ધ અન અત્યાચારથી ભાગી રહેલા લોકોને હંમેશા શરણ આપશે પણ અમારી વિઝા પ્રણાલીનો દુરુપયોગ થવો ન જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે હું કારણોસર એવા નાગરિકોને વિઝા આપવાનો ઇનકાર કરવાનો નિર્ણય લઇ રહી છું જે અમારી ઉદારતાનો ફાયદો ઉઠાવવા માંગે છે. હું અમારી સરહદો પર વ્યવસ્થા અને નિયંત્રણ બહાલ કરીશ.