લાદેન છુપાયો હતો તે દેશ પર ભરોસો ન કરાય: પાકિસ્તાનની ન્યુક્લિયર મિસાઈલ અંગે અમેરિકાની ચિંતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nuclear Security Concerns in Pakistan: અમેરિકાની ગુપ્તચર એજન્સીના વડા તુલસી ગબાર્ડે પાકિસ્તાનની વધતી મિસાઈલ ક્ષમતા અને પરમાણુ હથિયારોના વિસ્તાર પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સેનેટર્સ સમક્ષ 2026નો ખતરાનો આકારણી રિપોર્ટ રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન જે રીતે તેની બેલેસ્ટિક મિસાઈલોની મારક ક્ષમતા વધારી રહ્યું છે, તે જોતા તે ટૂંક સમયમાં અમેરિકાની ધરતી સુધી પહોંચી શકે છે. પાકિસ્તાનનો આ માર્ગ હવે ઉત્તર કોરિયા જેવો દેખાઈ રહ્યો છે, જે વૈશ્વિક શાંતિ માટે મોટો પડકાર છે.
પાકિસ્તાન હવે દક્ષિણ એશિયા પૂરતું મર્યાદિત નથી
અગાઉના રિપોર્ટમાં પાકિસ્તાની મિસાઈલોને માત્ર દક્ષિણ એશિયા સુધી મર્યાદિત માનવામાં આવતી હતી. જોકે, ગબાર્ડના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની નવી અને અદ્યતન બેલેસ્ટિક મિસાઈલો પરમાણુ અથવા પરંપરાગત યુદ્ધ સામગ્રીથી સજ્જ છે, જેની મારક ક્ષમતા સંભવિતપણે અમેરિકાના ખંડો સુધી પહોંચ ધરાવે છે.
ચીનની મદદ અને અદ્યતન ટેકનોલોજી
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન માત્ર હથિયારોની સંખ્યા જ નથી વધારી રહ્યું, પરંતુ ચીન પાસેથી મળેલી ટેકનિકલ મદદથી તેને વધુ આધુનિક બનાવી રહ્યું છે. ખાસ કરીને 'અબાબીલ' જેવી મિસાઈલો દ્વારા એકસાથે અનેક લક્ષ્યો (MIRV ક્ષમતા) પર નિશાન સાધવાની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે. આ સૈન્ય ક્ષમતા હવે માત્ર સંરક્ષણ પૂરતી મર્યાદિત રહી નથી.
આતંકવાદ અને પરમાણુ સુરક્ષા પર સવાલ
તુલસી ગબાર્ડે પાકિસ્તાનમાં સક્રિય લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોનો ઉલ્લેખ કરતા પરમાણુ સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે ઓસામા બિન લાદેનનું ઉદાહરણ આપતા કહ્યું કે, જે દેશમાં લાદેન એબટાબાદમાં છુપાયેલો મળ્યો હોય, તે દેશના પરમાણુ હથિયારો સુરક્ષિત છે તેવો ભરોસો કરવો મુશ્કેલ છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે આતંકી નેટવર્કનું ફૂલવું-ફાલવું એ અમેરિકા માટે ખતરાની ઘંટી છે.
અમેરિકાના કડક પ્રતિબંધો
આ ખતરાને રોકવા માટે અમેરિકાએ પહેલેથી જ પગલાં લેવાનું શરૂ કર્યું છે. નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ સહિત પાકિસ્તાનની 4 સંસ્થાઓ પર પ્રતિબંધ. પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામ સાથે જોડાયેલી વધુ 19 કંપનીઓ પર કાર્યવાહી. આમાંની ઘણી કંપનીઓ ચીનના સપ્લાય નેટવર્ક સાથે જોડાયેલી છે.








