100% ટેરિફ અંગે ટ્રમ્પનો યુ-ટર્ન : કહ્યું 'વાસ્તવમાં તો હું ચીનને સહાય કરવા માગું છે'

- અમેરિકા મનમાં તો ચીનથી ડરે છે ? યક્ષ પ્રશ્ન
- ગત સપ્તાહે ટ્રમ્પે 30% ટેરિફ ઉપરાંત 100 ટકા ટેરિફ મૂકવા ધમકી આપી હતી : ચીનને અસામાન્ય આક્રમક કહ્યું હતું
વોશિંગ્ટન : ગત સપ્તાહે ચીન ઉપર વર્તમાન ૩૦%ના ટેરિફ વત્તા ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપનાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (સ્થાનિક સમય પ્રમાણે) જણાવ્યું હતું કે, ચીનના ઘણા જ નેતા આદરણીય છે. પોતાના ટ્રુથ સોશ્યલ ઉપર કરેલા પોસ્ટમાં તેઓએ લખ્યું કે પ્રમુખ શી તેઓના દેશને મંદીમાં નહીં પડવા દે. જો કે તેઓને ખરાબ સમયનો પણ સામનો કરવો પડયો હતો. તે પણ સત્ય છે.
ચીન અંગે ચિંતા ન કરતા બધું સરસ થઈ જશે. બહુમાન્ય પ્રમુખ શી ખરાબ ક્ષણોમાં આવી ગયા. હતા. તેઓ તેમના દેશને મંદીમાં ફસાવા માગતા નથી. હું પણ તેમ ઇચ્છતો નથી. અમેરિકા તો ચીનને સહાયભૂત થવા માગે છે. તેને નુકસાન કરવા નહીં.
ચીન ઉપર વર્તમાન ૩૦ ટકાના ટેરિફ ઉપરાંત બીજો ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ધમકી આપ્યા પછી ટ્રમ્પે લીધેલો યુ ટર્ન સૌને આશ્ચર્યમાં મુકી દે તેવો છે.
ટ્રમ્પે આ ધમકી આપ્યા પછી લગભગ તુર્ત જ ચીનનાં વાણિજય મંત્રાલયે ટ્રમ્પને તેમની નીતીઓ વહેલામાં વહેલી તકે સુધારવા જણાવ્યું હતું. તે અંગે શી અને ટ્રમ્પ વચ્ચે લંબાણપૂર્વક વાતચીત પણ થઈ હતી.
ચીનના મંત્રાલયનાં નિવેદનમાં તેમ પણ કહેવાયું કે, ભારે ટેરિફ લાદવાની જાણી જોઈને અપાયેલી ધમકી બંને દેશો વચ્ચેની) સહકારની ભાવનાને ક્ષતિ પહોંચાડે છે. પ્રમુખ ટ્રમ્પ અને પ્રમુખ શી વચ્ચે ટેલીફોન વાતચીતમાં એક તરફ સમજાવટ સાધવાની વાત થાય છે. તો બીજી તરફ ટેરિફ વધારવાની વાત થાય છે. તે સ્વીકાર્ય બને તેમ નથી. અમે તેથી ડરતા નથી. યુ.એસ. ખોટા માર્ગે ચઢી ગયું છે. ચીન તેના કાયદેસરના હક્કો તથા હેતુઓ માટે લડી લેવા તૈયાર છે. ચીનના આ સત્તાવાર વિધાનો પછી ટ્રમ્પે એકાએક ફેરવી તેમના વિશ્લેષકો કહે છે કે એવું લાગે છે કે ટ્રમ્પ અંદરથી ચીનથી ડરે છે.









