World

ટ્રમ્પની નવી સંરક્ષણ નીતિ : 'ક્વૉડ' દ્વારા ભારત સાથે સતત અને સઘન સંપર્ક રાખવામાં આવશે

By GS TEAM
19 Dec 20252 mins read
ટ્રમ્પની નવી સંરક્ષણ નીતિ : 'ક્વૉડ' દ્વારા ભારત સાથે સતત અને સઘન સંપર્ક રાખવામાં આવશે

- પરમાણુ ઊર્જા સહિત બહુવિધ વ્યૂહાત્મક મંત્રણાઓ ચાલી રહી છે, 'ક્વૉડ' દેશો સાથે દક્ષિણ કોરિયા, ફિલીપાઇન્સ અને ન્યૂઝીલેન્ડને પણ જોડવામાં આવશે

વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે આજે નવી સંરક્ષણ નીતિ ઉપર હસ્તાક્ષરો કર્યા હતા. તે સાથે તે નીતિને કાનૂની સ્વરૂપ અપાઇ ગયું છે. આ નીતિ પ્રમાણે 'ક્વૉડ' દ્વારા ભારત સાથે સતત અને સઘન સંરક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેનો હેતુ ચાયના દ્વારા ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ઉભી કરાતી ધમકીનો સામનો કરવાનો છે.

ટ્રમ્પે ગુરૂવારે (અમેરિકી સમય પ્રમાણે) ધી નેશનલ ડીફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ ૨૦૨૬ ઉપર પોતાના હસ્તાક્ષરો કર્યા હતા. તે ડિપાર્ટમેન્ટ ઓફ વોર, ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી, નેશનલ સિકયુરિટી પ્રોગ્રામર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ (વિદેશ મંત્રાલય) ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટી, ઇન્ટેલિજન્સ કોમ્યુનિટી (જાસૂસી સંસ્થાઓ) તથા આનુષાંગિક તેવા તમામ વિભાગો (મંત્રાલયો)ને આવરી લે છે.

આ સર્વેનો હેતુ શક્તિ દ્વારા શાંતિ સ્થાપવાનો છે.

આ એકટ ડીફેન્સ ઇન્ડસ્ટ્રિયલ બેઝ વધુ સક્ષમ બનાવવા તથા નિરર્થક ખર્ચ પણ બચાવવાનો છે.

આ બધી કસરત પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે. ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચાયનાની વધી રહેલી સ્પર્ધાત્મકતાનો સામનો કરવાનો છે. ટ્રમ્પની સાથે સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી તથા હોમ લેન્ડ સિકયુરિટી મંત્રી પણ ચર્ચામાં જોડાયા હતા.

હવે તેઓ પણ નિર્ણય લેવાયો છે કે 'ક્વૉડ' દેશો - અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતને તો પરમાણુ સબળ બનાવવા જ પરંતુ 'ક્વૉડ'ને વિસ્તારી તેની સાથે દક્ષિણ કોરિયા, ફીલીપાઇન્સ અને ન્યૂઝીલેન્ડને પણ જોડવામાં આવશે.

આ નવી સંરક્ષણ નીતિમાં એક વિશિષ્ટ વિભાગ ઊભો કરાયો છે. જેનું શિર્ષક છે, જોઇન્ટ એસેસમેન્ટ બીટવીન ધી યુનાઈટેડ સ્ટેટસ એન્ડ ઇંડીયા ઓન ન્યુકિલયર લાયાબિલિટી રૂલ્સ આ દ્વારા બંને દેશો વચ્ચે ૨૦૦૮માં કરાયેલા પરમાણુ ઉર્જાના શાંતિમય હેતુ માટેના નિયમોના અમલની ગતિવિધિ વ્યવસ્થિત કરવામાં આવી છે. આ સાથે ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ ઉર્જા સહિત બહુવિધ મંત્રણાઓ ચાલે છે.

દરમિયાન અમેરિકાએ તાઇવાનને પ્રબળ શસ્ત્રો આપી સજ્જ કરાતા ચાયના ધૂંધવાયું છે.