World

‘...તો હું પોતે ઈરાનના નેતાઓને મળીશ’ ઈસ્લામાબાદ મંત્રણા પહેલા અમેરિકન પ્રમુખનું મોટું નિવેદન

By GS TEAM
20 Apr 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશોના વિવાદનું નિરાકરણ લાવવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બીજી વખત શાંતિ મંત્રણા યોજોવાની છે, જેને લઈને ટ્રમ્પે કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈરાન સાથે શાંતિ સમજૂતી પર વાતચીત કરવા માટે આજે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પહોંચવાનું છે. જોકે મંત્રણા પહેલા સંકટ એ ઉભું થયું છે કે, કેટલાક મુદ્દાઓથી નારાજ થઈને ઈરાને મંત્રણામાં સામે થવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે હવે આ સમજૂતી પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘...તો હું પોતે ઈરાનના નેતાઓને મળીશ’ ઈસ્લામાબાદ મંત્રણા પહેલા અમેરિકન પ્રમુખનું મોટું નિવેદન

Donald Trump Statement On US-Iran Peace Talks  : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશોના વિવાદનું નિરાકરણ લાવવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બીજી વખત શાંતિ મંત્રણા યોજોવાની છે, જેને લઈને ટ્રમ્પે કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈરાન સાથે શાંતિ સમજૂતી પર વાતચીત કરવા માટે આજે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પહોંચવાનું છે. જોકે મંત્રણા પહેલા સંકટ એ ઉભું થયું છે કે, કેટલાક મુદ્દાઓથી નારાજ થઈને ઈરાને મંત્રણામાં સામે થવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે હવે આ સમજૂતી પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત થવાની છે : ટ્રમ્પ

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, ‘ટ્રમ્પે કહ્યું છે કે, વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચશે. જો વાતચીત થશે તો તેઓ પોતે ઈરાનના વરિષ્ઠ નેતાઓને મળવા માટે તૈયાર છે. અમારી વાતચીત થવાની છે, તેથી મને લાગે છે કે, હાલ કોઈપણ રમત રમી રહ્યું નથી.’ ટ્રમ્પે પુષ્ટી કરી છે કે, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ, વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને સલાહકાર જેરેડ કુશ્નર સહિત એક ઉચ્ચસ્તરનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ જવા માટે રવાના થઈ ગયું છે.

...તો ઈરાનને સમૃદ્ધ દેશ બનાવી દઈશું

ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની યોજના છોડી દે, તે અમારી વાતચીતનો મુખ્ય મુદ્દો છે. ઈરાને પોતાના પરમાણુ હથિયારો ખતમ કરવા પડશે. આ ખૂબ જ સરળ કામ છે. તેમની પાસે કોઈપણ પરમાણુ હથિયાર નહીં હોય. જો ઈરાન આવું કરશે તો તે સમૃદ્ધ દેશ બની શકે છે.


આ પણ વાંચો : ઈરાન-અમેરિકા યુદ્ધમાં પાકિસ્તાનની મોટા ઉપાડે મધ્યસ્થી, જાણો શું છે ‘શાંતિ દૂત’ બનવાની મજબૂરી!

હું ઈરાનના સુપ્રીમ લીડરને રૂબરૂ મળવા તૈયાર : જેડી વેન્સ

જોકે ટ્રમ્પે એ સ્પષ્ટ કર્યું નથી કે, જો ઈરાન તેમની શરતો નહીં માને કે વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકા શું કાર્યવાહી કરશે. પરંતુ તેમણે એટલું જ કહ્યું છે કે, ‘તમે અંદાજો લગાવી શકો છો.’ બીજીતરફ ઈસ્લામાબાદ પહોંચ્યા પહેલા અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખે કહ્યું છે કે, ‘જો તક મળશે તો હું ઈરાનના સુપ્રીમ લીડરને રૂબરૂ મળવા માટે તૈયાર છું. તેમને મળવામાં મને કોઈ સમસ્યા નથી. જો તેઓ મળવા ઈચ્છે છે તો અમારી પાસે અનેક સક્ષમ લોકો છે. મને પણ મળવામાં કોઈ સમસ્યા નથી.

ઈરાને વાતચીત કરવાનો કર્યો ઈન્કાર

ઉલ્લેખનીય છે કે, અલજઝીરાના રિપોર્ટ અને ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઇલ બઘઈના નિવેદન મુજબ, હાલમાં અમેરિકા સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી અને ભવિષ્યમાં પણ ક્યારે વાત થશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ પહેલા એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે (Pakistan Army Chief Asim Munir) અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જનરલ મુનીરે ટ્રમ્પને વાત પહોંચાડી છે કે, હોર્મુઝની ખાડીમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી નાકાબંધી ઈરાન સાથેની શાંતિ મંત્રણામાં સૌથી મોટું વિઘ્ન બની રહી છે. ઈરાન તેની શરતો પર મક્કમ છે. ઈરાને પાકિસ્તાનને 10 મુદ્દાનો એક પ્રસ્તાવ સોંપ્યો છે, પરંતુ અમેરિકા પરના વિશ્વાસના અભાવે બીજા રાઉન્ડની મંત્રણા રદ કરી છે.

22 એપ્રિલે પૂર્ણ થશે યુદ્ધવિરામ

અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલના રોજ થયેલું બે સપ્તાહનું યુદ્ધવિરામ 22 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલા મંત્રણા નિષ્ફળ જવાની સંભાવના વધતા વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં ભારે ઉથલપાથલ થવાની ભીતિ છે. તેહરાને ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમેરિકા તેની નાકાબંધી હટાવશે નહીં ત્યાં સુધી આ માર્ગ પર ટ્રાન્ઝિટ સામાન્ય થશે નહીં.

આ પણ વાંચો : ભારત-જર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ, નૌસેનાને મળશે 6 અત્યાધુનિક સબમરીન