Get The App

ટ્રમ્પની જાહેરાતની ઈરાને ફરી મજાક ઉડાવી, કહ્યું - 'હવામાં મહેલ બનાવવાના સપના ન જુઓ...'

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની જાહેરાતની ઈરાને ફરી મજાક ઉડાવી, કહ્યું - 'હવામાં મહેલ બનાવવાના સપના ન જુઓ...' 1 - image


Trump’s 'Free Oil' Claim vs Iran’s 'Camel Dream' Jibe : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો હવે એક નવા વળાંક પર પહોંચી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ સમજૂતીની ખૂબ નજીક છે, પરંતુ ઈરાને તેમના દાવાઓની મજાક ઉડાવતા તેને 'હવામાં મહેલ' ગણાવ્યા છે.



ઈરાન સમજૂતી કરવા ઈચ્છે છે: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે પરમાણુ સમજૂતી પર પ્રગતિ થઈ રહી છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, "ઈરાન હવે એવા પગલાં ભરવા તૈયાર છે જેના માટે તે બે મહિના પહેલા તૈયાર નહોતું." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે જો જરૂર પડશે તો સીઝફાયર (સંઘર્ષ વિરામ) લંબાવવામાં આવશે, પરંતુ હાલ અમે સમજૂતીની એટલી નજીક છીએ કે તેની કદાચ જરૂર નહીં પડે.

'મફત તેલ' અને બજાર પર અસર

ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું કે આ ડીલથી અમેરિકાને મફત તેલ મળી શકે છે અને તેલના ભાવમાં મોટો ઘટાડો થશે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) મુક્ત થવાની વાત પણ કરી, જે વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ટ્રમ્પના મતે, આ સમાચારોથી શેરબજારમાં પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે.

ઈરાનનો પલટવાર: 'મુંગેરીલાલના હસીન સપના'

બીજી તરફ, ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર (IRIB) એ ટ્રમ્પની મજાક ઉડાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્રમ્પની ક્લિપ શેર કરતા લખ્યું કે અમેરિકી નેતા "હવામાં મહેલ" બનાવી રહ્યા છે. ઈરાને એક ફારસી કહેવત ટાંકીને કટાક્ષ કર્યો કે, "ઊંટ સપનામાં કપાસના બીજ (બિનોલા) જુએ છે, ક્યારેક તેને આખા ગળી જાય છે તો ક્યારેક દાણા-દાણા કરીને ખાતો રહે છે." એટલે કે, ટ્રમ્પ જે વિચારી રહ્યા છે તે માત્ર એક કલ્પના છે.