ભારતને 500 ટકા ટેરિફની ધમકી આપનારા ટ્રમ્પના વિશ્વાસુ સાંસદ ગ્રાહમનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ અને નજીકના ગણાતા સાંસદ લિંડસે ગ્રાહમનું ૭૧ વર્ષની વયે નિધન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહમ બિમાર હતા અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સાઉથ કેરોલીનાના સેનેટર અને ટ્રમ્પના ખાસ ગ્રાહમ ભારતને વારંવાર ટેરિફ નાખવાની ધમકીઓ આપતા હતા. એક વખત તેમણે ભારત પર ૫૦૦ ટકા ટેરિફ નાખવાની ધમકી આપી દીધી હતી.
રિપબ્લિકન નેતાએ જણાવ્યું હતું કે ગ્રાહમ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા, તેઓ છેલ્લે યુક્રેનમાં ઝેલેન્સ્કીને મળવા ગયા ત્યારે જાહેરમાં જોવા મળ્યા હતા. યુક્રેનના પ્રમુખ સાથે વાતચીત દરમિયાન ગ્રાહમે કહ્યું હતું કે ચીનની દખલથી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત કરવું શક્ય છે. વાતચીત માટે પુતિનને મનાવવા બહુ જ જરૂરી છે અને તે માટે તેમની સાથે વાટાઘાટો વધારવી જોઇએ.
લિંડસે ગ્રાહમ અવાર નવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા રહ્યા, ટ્રમ્પ ભારતને ટેરિફની ધમકી આપતા હતા તે સમયે ગ્રાહમ પણ તેમના સૂરમાં સૂર પુરાવી રહ્યા હતા અને ૫૦૦ ટકા ટેરિફ નાખવાની ધમકી આપતા હતા. જોકે બાદમાં અમેરિકા-ભારત ટ્રેડ ડીલના વખાણ કરવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે બહુ જ સારુ કામ કર્યું છે, એવુ લાગી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પુરુ કરવામાં પણ ટ્રમ્પ મહત્વની ભૂમિકા ભજવશે. ગ્રાહમ સૌથી પહેલા ૨૦૦૨માં સેેનેટર બન્યા હતા, જે બાદ ૨૦૦૮, ૨૦૧૪ અને ૨૦૨૦માં ફરી સાંસદ બન્યા હતા.
ગ્રાહમનું ભારત વિરોધી વલણ, સજાની પણ ધમકી આપી હતી
ટ્રમ્પના ખાસ સાંસદ ગ્રાહમે જૂન ૨૦૨૫માં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારત અને ચીન પર આરોપો લગાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે જો પુતિનની યુદ્ધ મશીનરીમાં ભારત અને ચીન મદદ કરતા રહેશે તો અંતે ખુદને જ દોષ આપવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે.
આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં તેમણે ટ્રમ્પ સરકાર દ્વારા ભારત પર લગાવાયેલા ૨૫ ટકા ટેરિફનું સમર્થન કર્યું હતું. સાથે જ કહ્યું હતું કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરે તો અમેરિકાની અર્થવ્યવસ્થા બરબાદ કરી નાખશે. રશિયાને મદદ કરવા બદલ ભારતને સજા મળવી જોઇએ તેવી ધમકી પણ તેમણે આપી હતી.









