- સ્ટોકહોમ, ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (સીપ્રી)નો અહેવાલ
- યુક્રેન યુદ્ધમાં યુરોપના સવા નવ લાખ કરોડ સ્વાહા થઈ ગયા : યુરોપનો કુલ સૈન્ય ખર્ચ 14 ટકા વધીને 864 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે
નવી દિલ્હી : કેટલાક વિશ્લેષકોનો તેવો મત રહ્યો છે કે, ૪ વર્ષથી વધુ સમય પૂર્વે રશિયાએ - યુક્રેન ઉપર આક્રમણ કર્યું ત્યારે યુક્રેન વિશેષત: ઝેલેન્સ્કી માનતા હશે કે જેવું રશિયા આક્રમણ કરશે કે તુર્ત જ અમેરિકા સહિત યુરોપના દેશો રશિયા ઉપર તુટી પડશે. તેમાંનું કશું જ થયું નહીં. ઉલ્ટાનું અમેરિકા તે યુદ્ધમાંથી ખસી ગયું. અને જવાબદારી યુરોપના દેશો ઉપર નાખી દીધી. પરંતુ સીપ્રીનો સ્ટોકહોમ સ્થિત ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટનો અહેવાલ જણાવે છે કે યુરોપના દેશોનાં ખિસ્સા ખાલી થઈ ગયા છે. તો બીજી તરફ યુરોપના દેશોનો પોતાનો સંરક્ષણ ખર્ચ ૧૪ ટકા વધી ૮૬૪ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.
આ અહેવાલમાં કહ્યું છે કે યુક્રેનમાં ૪ વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલે છે. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન લડી રહ્યા છે. ચીન તાઇવાનને ધમકાવતું રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તંગદિલી વધતી જાય છે. યુક્રેન યુદ્ધ માટે જ યુરોપને એક વર્ષમાં સવા નવ લાખ કરોડ ખર્ચવા પડયા, તેનાં ખિસ્સાં હવે ખાલી થઇ ગયા છે, જ્યારે અમેરિકાનો સૈન્ય ખર્ચ ઘટી ગયો છે.
સિપ્રી જણાવે છે કે ૨૦૨૫માં દુનિયાભરની સરકારોએ ૨.૯ ટ્રિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે જે ૨૦૨૪ની તુલનામાં ૨.૯ ટકા વધુ છે.


