World

જો મને મારશો તો 1,000 મિસાઇલ્સ તૈનાત છે હત્યાની આશંકા અંગે ટ્રમ્પની ઇરાનને ચેતવણી

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકી પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર જણાવ્યું કે, તેઓ ઈરાનના હિટલિસ્ટમાં નંબર 1 પર છે. વોશિંગ્ટનમાં તેમણે આદેશ આપ્યા છે કે જો તેમની હત્યા થાય તો ઈરાન પર 1,000 મિસાઈલ છોડી પ્રચંડ હવાઈ હુમલો કરવામાં આવે. અમેરિકી સેના ઈરાનના તમામ પ્રદેશોને તબાહ કરવા સક્ષમ અને તૈયાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જો મને મારશો તો 1,000 મિસાઇલ્સ તૈનાત છે હત્યાની આશંકા અંગે ટ્રમ્પની ઇરાનને ચેતવણી

''હું ઇરાનનાં હીટલિસ્ટમાં નં.1 પર છું : અમેરિકી પ્રમુખ
ડૉનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર લખ્યું : મારી હત્યા થાય તો, ઇરાન પર હુમલો કરવાના ઓર્ડર અપાઈ ગયા છે : સેના પણ તૈયાર છે

વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે સાંજે (અમેરિકી સમય મુજબ) પોતાના હેન્ડલ ટ્રૂથ સોશ્યલ ઉપર લખ્યું કે મેં અધિકારીઓને નિર્દેશ આપી જ દીધા છે કે જો ઈરાન મારી હત્યા કરાવવામાં સફળ થાય તો તેની ઉપર પ્રચંડ હવાઈ હુમલો કરવો. તેઓએ વધુમાં લખ્યું કે ઇરાન સામે ૧,૦૦૦ મિસાઇલ્સ નોંધાયેલ છે. તેથી જો ઇસ્લામિક રીપબ્લિક ઓફ ઇરાન અમેરિકાના પ્રમુખને એટલે કે મને મારવાની જો ધમકી આપી છે. તેમાં સફળ થાય તો, એકી સાથે હજજારો મિસાઈલ્સ તેની ઉપર છોડવાં. આ ઓર્ડર પહેલેથી જ અપાઈ ગયા છે. અને અમેરિકી સેના ઈરાનના તમામ પ્રદેશોને સંપૂર્ણ રીતે તબાહ કરવા તૈયાર, ઇચ્છુક અને કાબિલ છે.
ન્યૂયોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં પણ તેઓએ કહ્યું કે, હું તો ઘણા સમયથી તેમનાં હીટ-લિસ્ટમાં છું. અમે તેનો સામનો પણ કરી રહ્યાં છીએ. પરંતુ મેં સેનાને સૂચના પહેલેથી જ આપી દીધી છે. કે મને કૈં થાય તો તે લેવલ ઉપર બોમ્બ વર્ષા કરજો કે જે તેમણે પહેલાં કદી જોઈ ન હોય.
જ્યારે તેઓને હત્યાની સાજીશ અંગે પૂછવામાં આવ્યું તો તેના જવાબમાં કહ્યું : આ કોઈ નવી યોજના નથી, ઈરાન તો વર્ષોથી મને મારવા ઈચ્છે છે. તેમનાં હીટલિસ્ટમાં હું નંબર-૧ ઉપર છું.
અંકારામાં નાટો સમિટમાં એક કોન્ફરન્સમાં કહ્યું, તેમની પાસે કોઈ લીડર રહ્યા નહીં. તે પછી લીડર્સનું એક જૂથ હતું તે પણ હવે નથી રહ્યું. હવે તેમની પાસે લીડર્સનું એક બીજું જૂથ છે, તેમ કહેવાય છે. પરંતુ તે છે કે નહીં તે કોણ જાણે છે.
આ પછી થોડા ભાવુક થતાં તેઓએ કહ્યું, મેં આજે સવારે એક લિસ્ટ જોયું મને લાગે છે કે હું થોડો લકી છું. પરંતુ કદાચ તે લક વધુ સમય સુધી તો ન પણ ચાલે….હું તેમનાં હીટલિસ્ટમાં નંબર એક પર છું.
ઈઝરાયલે તેઓની હત્યા અંગેની ચેતવણી અંગે ટ્રમ્પે તે ઈન્ટરવ્યુમાં કશું કહ્યું ન હતું.