World

અમેરિકાના સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખી કહ્યું - ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો

By GS TEAM
18 Oct 20252 mins read
TukuTouch Logo
હાઉસ ફોરેન અફેયર્સ કમિટીના રેન્કિંગ મેમ્બર પ્રતિનિધિ ગ્રેગરી ડબલ્યુ મીક્સના નેતૃત્વમાં, અમેરિકાના દ્વિપક્ષીય સાંસદોના એક જૂથે ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ભારતમાં યોજાનારી QUAD લીડર્સ સમિટ અને એશિયાની અન્ય મહત્ત્વપૂર્ણ બેઠકોમાં પોતે હાજરી આપે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખી કહ્યું - ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો

Trump urged to attend QUAD Summit: હાઉસ ફોરેન અફેયર્સ કમિટીના રેન્કિંગ મેમ્બર પ્રતિનિધિ ગ્રેગરી ડબલ્યુ મીક્સના નેતૃત્વમાં, અમેરિકાના દ્વિપક્ષીય સાંસદોના એક જૂથે ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ભારતમાં યોજાનારી QUAD લીડર્સ સમિટ અને એશિયાની અન્ય મહત્ત્વપૂર્ણ બેઠકોમાં પોતે હાજરી આપે.

પત્ર પર મુખ્ય સબકમિટી સભ્યોના હસ્તાક્ષર

આ પત્ર પર ઈસ્ટ એશિયા અને પેસિફિક સબકમિટીના ચેરવુમન યંગ કિમ અને રેન્કિંગ મેમ્બર એમી બેરા, તેમજ સાઉથ અને સેન્ટ્રલ એશિયા સબકમિટીના ચેરમેન બિલ હ્યુઝેન્ગા અને રેન્કિંગ મેમ્બર સિડની કેમલેગર-ડવ સહિત અન્ય લોકોએ પણ હસ્તાક્ષર કર્યા છે.

ત્રણ મુખ્ય એશિયાઈ સમિટમાં વ્યક્તિગત હાજરીનું મહત્ત્વ

સાંસદોએ પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, 'ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અમેરિકાની સુરક્ષા અને સમૃદ્ધિ માટે ખૂબ જ નિર્ણાયક છે, અને તે ચીન સાથેની આપણી વ્યૂહાત્મક સ્પર્ધાનું મુખ્ય કેન્દ્ર પણ છે. હાલમાં, બેઇજિંગ આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ ઝડપથી વધારી રહ્યું છે. આ સ્થિતિમાં, આ પાનખર ઋતુમાં યોજાનારી ત્રણ મુખ્ય બહુપક્ષીય પરિષદો - ઈસ્ટ એશિયા સમિટ (મલેશિયા), એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટ (દક્ષિણ કોરિયા) અને ક્વાડ લીડર્સ સમિટમાં તમારી વ્યક્તિગત હાજરી અનિવાર્ય છે. આનાથી અમેરિકાનું નેતૃત્વ સ્પષ્ટપણે પ્રદર્શિત થશે અને ચીનની મહત્વાકાંક્ષાઓનો અસરકારક જવાબ આપી શકાશે.'

પત્રમાં ભારપૂર્વક જણાવાયું છે કે, ક્વાડ જૂથબંધી અમેરિકાના હિતોને આગળ વધારવા માટેની કેન્દ્રીય આધારશિલા સમાન છે. ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત સાથેની અમારી ક્વાડ ભાગીદારી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહિયારા હિતોને પ્રોત્સાહન આપવા માટેની મુખ્ય આધારશિલા તરીકે કામ કરે છે.'

આ પણ વાંચો: ભારતનો ઈનકાર છતાં ટ્રમ્પે ફરી કહ્યું - મારી પીએમ મોદી સાથે વાત થઇ, રશિયાથી ભારત નહીં ખરીદે ઓઈલ

ક્વાડમાં નેતૃત્વ જાળવી રાખવા માટે ટ્રમ્પને વિનંતી

ડેમોક્રેટિક કોંગ્રેસવુમન સિડની કેમલેગર-ડવ દ્વારા 'ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ પોલિસી પ્રોવિઝન્સ એક્ટ'માં ઉમેરવામાં આવેલા સંશોધન બાદ આ પત્ર રજૂ કરવામાં આવ્યો છે. આ સંશોધન દ્વારા ટ્રમ્પને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ ક્વાડમાં પોતાનું નેતૃત્વ જાળવી રાખે અને આ વર્ષના અંતમાં યોજાનારી ક્વાડ લીડર્સ સમિટમાં પોતે વ્યકતિગતરીતે હાજરી આપે.'

સાંસદો માને છે કે ટ્રમ્પની હાજરીથી એશિયામાં અમેરિકાના વ્યૂહાત્મક પ્રભાવને વધુ મજબૂત બનાવશે. સાથે જ, સહયોગી દેશોને એવો સ્પષ્ટ સંદેશ મળશે કે અમેરિકા આ ક્ષેત્રમાં લાંબા ગાળાની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું છે.