World

ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પને સખતનો આંચકો સંસદમાં યુદ્ધ રોકવાનો ઠરાવ પસાર

By GS Team
4 Jun 20262 mins read
ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પને સખતનો આંચકો સંસદમાં યુદ્ધ રોકવાનો ઠરાવ પસાર

- નીચલાં ગૃહમાં 215/208થી પસાર થયેલા આ ઠરાવમાં રીપબ્લિકન પાર્ટીના પણ ૪ સાંસદો જોડાયા : સૈન્ય પાછું બોલાવવા માગણી

વોશિંગ્ટન : અમેરિકા-ઈરાન યુદ્ધ લગભગ બંધ જ થઈ ગયું છે. અથવા પ્રમુખ ટ્રમ્પે તે બંધ કરવું જ પડશે. સમજૂતી થાય કે ન થાય ટ્રમ્પે યુદ્ધ બંધ કરવું જ પડશે. કારણ કે અમેરિકાની કોંગ્રેસ (સંસદ)નાં નીચલાં ગૃહ હાઉસ ઓફ રેપ્રિઝન્ટેટીવ્સમાં યુદ્ધ બંધ કરવા અંગેનો પ્રસ્તાવ ૨૧૫ વિરુદ્ધ ૨૦૮થી પસાર થઈ ગયો છે. આશ્ચર્ય તો તે વાતનું છે કે યુદ્ધ રોકવાના આ પ્રસ્તાવમાં ટ્રમ્પની પાર્ટી રીપબ્લિકન પાર્ટીના ૪ સાંસદોએ પણ તે પ્રસ્તાવને સમર્થન આપતું મતદાન કર્યું છે.

જોકે આ પ્રસ્તાવનો પ્રભાવ સીમિત છે. કારણ કે તે અમલી કરતાં પૂર્વે તે સેનેટમાંથી પણ પસાર થવો અનિવાર્ય છે. ઉપરાંત પ્રમુખની મંજૂરી પણ જરૂરી છે. પરંતુ નીચલાં સંસદમાં આ પહેલો સફળ પ્રયાસ છે કે જેથી નિશ્ચિત થઈ જાય છે કે પ્રમુખ પોતાની ઇચ્છા પ્રમાણે યુદ્ધ ન જ કરી શકે. સંસદનાં બંને સદનોની મંજૂરી જરૂરી છે.

વોર-પાવર્સ-રીઝોલ્યુશનની પક્ષમાં નીચલાં ગૃહમાં ૨૧૫ મત પડયા. વિરુદ્ધમાં ૨૦૮ મત પડયા. પરંતુ તેને કાનૂની રૂપ આપવા માટે સેનેટ (ઉપલાં ગૃહ)ની મંજૂરી અનિવાર્ય છે. જો તેમાંથી પણ તે પ્રસ્તાવ પસાર થઈ જાય તો પ્રમુખ વીટા વાપરી તે અટકાવી શકે. તે વીટો બે અસર કરવા માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમત જરૂરી છે. જે મેળવવી વિરોધીઓ માટે મુશ્કેલ છે.

બીજી તરફ ટ્રમ્પે જાહેર કર્યું છે કે ઈરાન સાથે આ સપ્તાહનાં અંત સુધીમાં સમજૂતી સધાઈ જશે. જ્યારે વિદેશ મંત્રી માર્કો રૂબિઓએ તો દાવો કર્યો છે કે યુદ્ધ સમાપ્ત થયું છે. તેમણે હાઉસ ફોરેન અફેર્શ કમિટિને જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધમાં આપણે વિજયી થયા છીએ. એલિક-ક્યુરી ઓપરેશન હવે બંધ થયું છે. ઈરાન સેના અને સરકાર બંને નિર્બળ બન્યાં છે. તેઓ સામે હવે યુદ્ધ કરવાનો અર્થ નથી. આથી અમેરિકા હવે ઈરાન ઉપર હુમલા નહીં કરે.