Get The App

ઈરાન મુદ્દે પોપ પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ? કહ્યું- તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન મુદ્દે પોપ પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ? કહ્યું- તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં 1 - image


Trump slams Pope Leo XIV  : ઇરાન મુદ્દે અમેરિકાની નીતિઓની ટીકા કરનાર પોપ લિયો XIV પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક લાંબી પોસ્ટ લખીને પોપની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પના મતે, પોપ લિયો વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.

પોપ પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ? 

ટ્રમ્પે આક્ષેપ કર્યો કે પોપ ઈરાન પ્રત્યે નરમ વલણ ધરાવે છે, જે અમેરિકા માટે જોખમી છે. તેમણે વેનેઝુએલા પરના હુમલાનો પણ બચાવ કરતા કહ્યું કે જે દેશ અમેરિકામાં ડ્રગ્સ અને ગુનેગારો મોકલે છે તેની સામે કાર્યવાહી જરૂરી હતી. ટ્રમ્પે પોપને આડેહાથ લેતા કહ્યું કે, મારે એવો પોપ નથી જોઈતો જે ઈરાનના પરમાણુ હથિયારોને મંજૂરી આપે.

ઈરાન મુદ્દે પોપ પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ? કહ્યું- તમે ધર્મગુરુ બનો, રાજકારણી નહીં 2 - image

વ્હાઈટ હાઉસ અને વેટિકન વચ્ચે વિવાદ વકર્યો

ટ્રમ્પે આ વિવાદમાં પોપના પરિવારને પણ ખેંચ્યો છે. તેમણે કહ્યું કે તેમને પોપ લિયો કરતા તેમના ભાઈ લુઈસ વધુ ગમે છે, કારણ કે લુઈસ 'મેક અમેરિકા ગ્રેટ અગેન'ના ખરા સમર્થક છે. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે પોપની પસંદગી પણ તેમની પ્રમુખપદની સત્તાને આભારી છે. આ નિવેદને વેટિકન અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ પેદા કર્યો છે.